મહામુની કપિલ તથા મહાપુરુષ અચ્યુતાનંદદાસજી દ્વારા લખાયેલી કપિલ સંહિતા તથા ભવિષ્ય માલિકા ની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-
“बलराम हेबे राजा कान्हु परिचार, बसिब सुधर्मा सभा जाजनग्र ठार,
वीणा बाहीन नारद मिलिबे छामुरे, वेद पढुथुबे ब्रह्मा अच्युत आगूरे।”
“બલરામ હેબે રાજા કાન્હું પરિચાર, બસીબ સુધર્મા સભા જાજનગ્ર ઠાર, વીણા બાહીન નારદ મિલિબે છામુરે, વેદ પઢુથુબે બ્રહ્મા અચ્યુત આગૂરે.”
અર્થાત-
જયારે સુધર્મા સભા થશે ત્યારે એ સભા માં સ્વયં મહામુની નારદજી વીણા વગાડીને ગાયન કરશે, ભગવાન બ્રહ્માજી વેદોચ્ચારણ કરશે તથા બધા દેવી દેવતાઓ સાથે ત્યાં દેવરાજ ઇન્દ્ર પણ ઉપસ્થિત હશે. એ અદભુત સભા માં જગતપતિ ભગવાન બલરામ ના રૂપ માં રાજા તથા વિશ્વ ના પરિચાલક ના રૂપ માં સ્વયં ને પ્રસ્તુત કરશે. એ દ્રશ્ય બહુજ અદભુત હશે. સુધર્મા સભા ઓડીશા રાજ્ય ના જાજપુર નગર માં જ્યાં આદિશક્તિ માં બીરજા વિરાજમાન છે એ પવિત્ર ભૂમિ પર થશે.
મહાપુરુષ અચ્યુતાનંદજી માલિકા માં પવિત્ર બીરજા ક્ષેત્ર ના વિષય માં આગળ લખે છે…
“उत्तररू सन्यासी जे माड़ीन आसिबे, जाजनग्र घेरिजिबे सर्वे देखुथिबे।”
“ઉતરરૂ સન્યાસી જે માડીન આસીબે, જાજનગ્ર ઘેરીજીબે સર્વે દેખુથીબે.”
અર્થાત –
સંપૂર્ણ વિશ્વ અને હિમાલય ના બધા તપસ્યારત સાધુ સંત ભગવાન ની ખોજ કરતા કરતા જાજનગ્ર આવશે અને ચારે બાજુ થી ઘેરી લેશે. આવનાર સમય માં પ્રભુ ની આ વિચિત્ર લીલા પણ મનુષ્યો એમની આંખે થી જોશે!
કપિલ મુની કપિલ સંહિતા માં લખે છે…
“देशान्त प्रथम खेत्रम पार्वती खेत्रे वचः , बिरजावां महादेवी पार्वती ब्रह्मारूपिणी,
भक्तानं हितार्थथायः उत्कले भूमिस्थांतहितः, भक्तानां हितार्थथायः उत्कले भूमिस्थांतहितः ।”
“દેશાન્ત પ્રથમ ખેત્રમ પાર્વતી ખેત્રે વચઃ, બિરજાવાં મહાદેવી પાર્વતી બ્રહ્મારુપિણી, ભક્તાનં હિતાર્થથાય: ઉત્કલે ભૂમિસ્થાંતહિત:, ભક્તાનાં હિતાર્થથાય: ઉત્કલે ભૂમિસ્થાંતહિત:.”
અર્થાત –
ભગવાન ના ચોવીસ અવતારો માં થી એક, મહામુની કપિલે બીરજા ક્ષેત્ર નાં વિષય માં લખ્યું હતું. સંપૂર્ણ ધરતી પર જયારે કોઈ પણ શક્તિપીઠ ન હતી ત્યારે ભગવાન બ્રહ્માજી દ્વારા માં આદિશક્તિ બીરજા ને આ સ્થાન પર પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. વિશ્વ ના બધા જ શક્તિપીઠમાં માં બીરજા શક્તિપીઠ પ્રાચિનતમ અને વિશાળ છે. આ ક્ષેત્ર પાર્વતી ક્ષેત્ર નામે પણ વિખ્યાત છે. માતા પાર્વતી યોગમાયા છે. એમને બ્રહ્મ્સ્વરુપીની ના નામ થી પણ ઓળખાય છે. ઉત્કલ અર્થાત ઓડીશા રાજ્ય ના બીરજા ક્ષેત્ર માં વર્તમાન સમય માં એમની પૂજા થઇ રહી છે. માં પાર્વતી અત્યારે માં બીરજા ના રૂપ માં જાજપુર માં વિરાજમાન છે. સુધર્મા સભા બીરજા ક્ષેત્ર માં અમુક વર્ષો પછી થશે, તથા સુધર્મા સભા એક દુર્લભ ઘટના હશે.
“જય જગન્નાથ”