ઓડીશા નિવાસી પંડિત શ્રી કાશીનાથ મિશ્રજી ભગવાન જગન્નાથના એકમેવ ભક્ત છે તથા ભગવાનની સેવામાં લાગેલા રહે છે. તેઓ માત્ર ભાગવત કથાવાચન કરતા નથી, પરંતુ પંચસખા દ્વારા લખાયેલી ભવિષ્ય માલિકા વિષે માર્ગદર્શન પણ કરે છે તથા ભક્તોને સાચી રાહ દેખાડે છે. તેઓ વેદો, પુરાણો તથા શાસ્ત્રોના મહાવિદ્વાન છે.
જીવન શૈલી –
શ્રી કાશીનાથ મિશ્રજી એ સનાતન ગ્રંથો પર શોધ કરીને વિશ્વવ્યાપી સનાતન ધર્મનો પ્રચાર કરી ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ ને એક નવી દિશા આપી છે. તેમનું જીવનલક્ષ્ય વિશ્વના ભટકેલા લોકોને સનાતન ધર્મની ગુણવત્તા બતાવીને ભારતને વિશ્વગુરુની ઉપાધિ થી સજ્જ કરાવવાનું છે. તેઓ ભારતના વિવિધ ભાગોમાં જઈને લોકોને ભાગવતમાર્ગીય બનવાનું આહ્વાન કરે છે. આ કાર્યમાં લાગતા હરેક ખર્ચનો વહન તેઓ સ્વયં કરે છે. તેમની વાણીમાં આશ્ચર્યજનક આકર્ષણ તથા મૃદુલતા છે. ભાગવતના પ્રચાર માટે તેઓની વ્યક્તિગત કોઈ ફી નથી, તેઓ આ કાર્ય કોઈ આર્થિક ઉદ્દેશ્ય વીના મફત માં કરે છે.
શ્રી કાશીનાથ મિશ્રજી સોળમી સદીમાં પંચસખા દ્વારા લખાયેલી ‘ભવિષ્ય માલિકા’ વાંચતાં કહે છે કે કલિયુગનો અંત થઈ ગયો છે અને હવે અનંત યુગ (સ્વર્ણ યુગ)નો પ્રારંભ થશે. સાથે જ વિષ્ણુ ભગવાનનો અંતિમ અવતાર કલ્કિરૂપે ધરાવતરણ કરી ચુક્યો છે. પંડિતજી ના મતે, જ્યારે ધરામાં પાપ વધુ થાય છે ત્યારે ધરતી માતાના કષ્ટોને હટાવવા માટે વિષ્ણુ ભગવાન અવતાર ગ્રહણ કરે છે. ભક્તમાત્ર ને તેમની વિનંતી છે કે સાત્વિક જીવન જીવી રહેલા પવિત્ર ભક્તો મહાન પ્રભુ ભગવાન કલ્કિની ધારાને અનુસરણ કરીને સમસ્ત વિશ્વમાં સનાતન ધર્મની સ્થાપનામાં તેમનું અમુલ્ય યોગદાન આપે.