૧. મહાત્મા પંચસખાઓએ ભવિષ્ય માલિકા ની રચના ભગવાન નિરાકાર જગન્નાથના નિર્દેશથી કરી હતી. ભવિષ્ય માલિકા માં મુખ્યત્વે કળિયુગના અંતના સંદર્ભમાં સામાજિક, ભૌતિક તથા ભૌગોલિક પરિવર્તન ના લક્ષણો નું વર્ણન કરાયેલું છે. શાસ્ત્રો માં શ્રી જગન્નાથજી ના મુખ્ય ક્ષેત્ર ને આદિ વૈકુંઠ (મર્ત્ય વૈકુંઠ) કેહવામાં આવ્યું છે. કળિયુગ ના ૫૦૦૦ વીતવા બાદ પંચસખાઓ એ ભક્તો ના મન માં થી સંશય દુર કરવા માટે સૂચવ્યું છે કે ભગવાન ની ઈચ્છા અનુસાર શ્રી જગન્નાથજી ના નીલાંચલ ક્ષેત્ર થી વિભિન્ન સંકેતો મળશે અને ભક્તો કળિયુગ ના એ સંકેતો નું અનુસરણ કરીને કળિયુગ નો અંત તથા ભગવાન કલ્કિ ના ધરાવતરણ ના વિષય માં જાણી શકશે.
આ બધા તથ્યો નીચે આપવામાં આવેલા છંદ પરથી આપણે સમજી શકીએ છીએ:
“दिव्य सिंह अंके बाबू सरब देखिबु,
छाड़ि चका गलु बोली निश्चय जाणिबू
नर बालुत रुपरे आम्भे जनमिबू “
“દિવ્ય સિંહ અંકે બાબૂ સરબ દેખિબુ,
છાડી ચકા ગલુ બોલી નિશ્ચય જાણીબૂ,
નાર બાલુત રૂપરે આમ્ભે જનમીબૂ”
(गुप्त ज्ञान- अच्युतानंद दास)
(ગુપ્ત જ્ઞાન – અચ્યુતાનંદ દાસ)
મહાત્મા અચ્યુતાનંદજી એ ઉપરોક્ત શ્લોક માં મહાપ્રભુ શ્રી જગન્નાથ ના પ્રથમ સેવક તથા સનાતન ધર્મ ના ઠાકુર રાજા (દિવ્ય સિંહ દેવ ચતુર્થ) ના વિષય માં વર્ણન કર્યું છે. મહાપુરુષે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જગન્નાથ ક્ષેત્ર માં મહારાજા ઇન્દ્રધ્યુમ્ન ની પરંપરા અનુસાર અલગ-અલગ સમય માં અલગ-અલગ રાજા જગન્નાથ ક્ષેત્ર ના પ્રભારી હતા. જ્યારે ચોથા દિવ્ય સિંહ દેવ ઉપરોક્ત રાજાઓ ના પ્રતિનિધિ ના રૂપ માં કાર્યભાર સંભાળશે ત્યારે કળિયુગ ના ૫૦૦૦ વર્ષો વીતી ગયા હશે. આમ મહાપુરુષ અચ્યુતાનંદ એ બે વાતો અહિયાં સિદ્ધ કરી – એક તો ચતુર્થ દિવ્ય સિંહ દેવ રાજા તરીકે કાર્યભાર સંભાળશે એ અને બીજી એ કે કળિયુગ ને ૫૦૦૦ વર્ષ વીતી ગયા છે અને અત્યારે ૫૧૨૫ મુ વર્ષ ચાલી રહ્યું છે.
મહાત્મા અચ્યુતાનંદજી એ માલિકા માં આની સત્યતા પ્રકટ કરી અને વર્ણન કર્યું કે હવે શ્રીક્ષેત્ર ના રાજા દિવ્ય સિંહ દેવ ચતુર્થ સત્તા પર હશે (જે અત્યારે છે) ત્યારે કળિયુગ નો અંત થશે. અને મહાપુરુષ અચ્યુતાનંદ પ્રમાણે આ જ એ સમય છે જયારે ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે અને જગન્નાથ સ્વયં કલ્કિ રૂપ માં માનવ દેહ ધરીને ધર્મ ની પુનઃ સંસ્થાપના કરશે.
૨. મહાપુરુષ અચ્યુતાનંદ જી એ સ્પષ્ટ સમજાવ્યું છે કે ચોથા દિવ્ય સિંહ દેવ ના સમય માં કળિયુગ ની આયુ પૂર્ણ થઇ જશે તથા ભગવાન એક બ્રાહ્મણ ના ઘર માં કલ્કિ રૂપે એક બાળક તરીકે અવતાર ધારણ કરશે.મહાપુરુષ અચ્યુતાનંદ એમની રચના અષ્ટગુજરી માં કહે છે:
“पूर्व भानु अबा पश्चिमें जिब अच्युत बचन आन नोहिब ।
पर्वत शिखरे फुटिब कईं अच्युत बचन मिथ्या नुंहइ।
ठु ल सुन्यकु मु करिण आस ठिके भणिले श्री अच्युत दास “
“પૂર્વ ભાનુ અબા પશ્ચિમે જીબ
અચ્યુત વચન આન નોહિબ.
પર્વત શિખરે ફૂટિબ કઈ
અચ્યુત વચન મિથ્યા નુંહઈ.
ઠુ લ સુન્યકુ મુ કરિણ આસ
ઠીકે ભણીલે શ્રી અચ્યુત દાસ.”
અર્થ:
મહાપુરુષ અચ્યુતાનંદજી માલિકા ની પવિત્રતા તથા સચ્ચાઈ ની ઘોષણા વજ્ર કંઠ થી કરે છે. ભક્તો ના મન માં વિશ્વાસ અપાવતા કહે છે કે સૂર્ય પશ્ચિમ દિશા માં ઉગી શકે છે, પર્વત ના શિખર પર કમળ ખીલી શકે છે પણ મારી લખેલી આ અચ્યુત વાણી કોઈ કાળે મિથ્યા નહિ થાય.
“दिव्य केशरी राजा होइब तेबे कलियुग सरिब
चतुर्थ दिब्य सिंह थिब से काले कलियुग थिब”
“દિવ્ય કેશરી રાજા હોઈબ
તેબે કળિયુગ સરીબ
ચતુર્થ દિવ્ય સિંહ થિબ
સે કાલે કળિયુગ થિબ .”
અર્થ:
મહાપુરુષ અચ્યુતાનંદ એ ઉપરોક્ત પંક્તિ માં લખ્યું છે કે જ્યારે ઓડીશા ના શ્રી ક્ષેત્ર માં રાજા “દિવ્ય સિંહ દેવ ચતુર્થ” શાસન સંભાળી રહ્યા હશે ત્યારે કળિયુગ નો અંત થઇ ગયો હશે અને સતયુગ ની શરૂઆત થઇ ચુકી હશે પરંતુ સતયુગ નો કોઈ પ્રભાવ નહિ જોવા મળે . ફરી અચ્યુતાનંદજી પોતાની વાણી દ્વારા આ ઘટના નું વારંવાર સમર્થન કરે છે. મહાપુરુષ જગન્નાથ દાસજી- મા રાધા રાણી ના હાસ્ય થી જે જન્મ્યા હતા, જે મહાપુરુષ અચ્યુતાનંદ દાસ ના એક સખા પણ હતા એ પણ પોતાની વાણી માં સમર્થન કરતા કહે છે:
“पुरुषोत्तम देब राजान्क ठारु , उनबीन्स राजा हेबे सेठारु,
उनबीन्स राजा परे राजा नांहि आउ ,अकुली होइबे कुलकु बोहु “।
“પુરુષોત્તમ દેબ રાજાન્ક ઠારૂ,
ઉન્બીન્સ રાજા હેબે સેઠારૂ,
ઉન્બીન્સ રાજા પરે રાજા નાહી આઉ,
અકુલી હોઈબે કુલકુ બોહુ.”
ઉપરોક્ત પંક્તિઓ માં જગન્નાથ દાસ કહે છે કે શ્રી ક્ષેત્ર જગન્નાથ ના પ્રથમ રાજા પુરુષોત્તમ દેવ હશે અને તે જ શ્રેણી માં અન્ય ૧૯ રાજાઓ પણ શ્રી ક્ષેત્ર ના ઉતરદાયી થશે.
વર્તમાન પરિસ્થિતિ જોઈએ તો શ્રી ક્ષેત્ર પૂરી ના રાજા દિવ્ય સિંહ દેવ ચતુર્થ જે છે એ શ્રી ક્ષેત્ર ના ૧૯ માં રાજા જ છે અને તેઓ જગન્નાથ ક્ષેત્ર ના ઠાકુર નું દાયિત્વ સંભાળી રહ્યા છે. આ સાથે મહાપુરુષ શ્રી જગન્નાથદાસજી એ એમ પણ કહ્યું છે કે એ રાજા નું નામ દિવ્ય સિંહ દેવ ચતુર્થ હશે તથા એમને કોઈ પુત્ર રત્ન નહિ હોય. આ જ કારણે માલિકા ના જાણકાર લોકો ભવિષ્ય માલિકા ને ફરી એક વાર પ્રમાણભૂત માની રહ્યા છે. ૬૦૦ વર્ષ પૂર્વે પંચસખાઓ એ લખેલી એક એક વાત આજે ક્રમશઃ સત્ય થઇ રહી છે આથી એ વાત માં કોઈ શંકા ને સ્થાન નથી કે કળિયુગ સમાપ્ત થઇ ચુક્યો છે અને ધર્મ સંસ્થાપના નો સમય તથા ગુપ્ત કામગીરી ચાલી રહી છે.
મહાપુરુષ અચ્યુતાનંદ દાસજી એ કહ્યું છે કે:
“चुलरु पथर जेबे ख़सिब सूत , ख़सिले अंला बेढ़ा रु हेब ए कलि हत।”
“ચુલરું પથર જેબે ખસીબ સૂત, ખસીલે અંલા બેઢા રૂ હેબ એ કલી હત.”
એટલે કે ભક્તો ને સૂચિત કરતા અચ્યુતાનંદજી કહે છે કે જયારે જગન્નાથ શ્રી ક્ષેત્ર ધામ ના મુખ્ય મંદિર પર થી પત્થર પડશે ત્યારે સમજવું કે કળિયુગ અંત થઇ ચુક્યો છે. મહાપુરુષ નું એ વચન પણ ફળીભૂત થઇ ચુક્યું છે. ૧૬ જુન ૧૯૯૦ ના રોજ શ્રી મંદિર ઉપર થી એક પત્થર પડ્યો હતો જેની ચકાસણી માટે કેન્દ્રીય બજેટ વિભાગ દ્વારા એક તપાસ સમિતિ પણ નીમવામાં આવી હતી પરંતુ વૈજ્ઞાનિકો એ જાણકારી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા કે શ્રી મંદિર માં આવડો મોટો (૧ ટન થી પણ વધુ વજનદાર) પત્થર આવ્યો ક્યાંથી અને પડ્યો કઈ રીતે? આજે પણ વૈજ્ઞાનિકો માટે આ એક રહસ્ય બનેલું છે. મહાત્માઓ અને ઋષિયો એ કરેલી બધી જ વાતો સિદ્ધ સાબિત થઇ છે અને આ પત્થર પણ એ સિદ્ધ ઘટનાઓમાંનો જ એક સંકેત હતો. જગન્નાથ શ્રી મંદિર ના શિખર પર થી પડેલો આ પત્થર કળિયુગ અંત નો એક સૂચક જ છે.
૩. મહાપુરુષ અચ્યુતાનંદજીએ તેમના ભવિષ્ય માલિકા ગ્રંથ ગરુડ સંવાદ માં ઉલ્લેખ કર્યો છે કે એક દિવસ વિનીતાનંદન ગરુડજીએ પ્રભુને પ્રશ્ન કર્યો કે “ભગવાન આપે ચારેય યુગો માં અવતાર ધારણ કર્યા છે. કળિયુગ ના અંત માં તમે જ્યારે કલ્કિ અવતાર લેશો તો ચારેય યુગ ના ભક્તો અને આપ પ્રભુ નું મિલન થશે. જ્યારે આપ નીલાંચલ છોડીને દારૂબ્રહ્મ વિગ્રહ મટીને સાકાર સ્વરૂપ ગ્રહણ કરશો તો ભક્તો ને શું સંકેત જોવા મળશે જેથી એમને વિશ્વાસ થશે કે કલ્કિ અવતાર નો સમય થઇ ચુક્યો છે અને તેઓ ભવિષ્ય માલિકા નું અનુસરણ કરીને આપને પ્રાપ્ત કરી શકશે? “
આ બાબતે મહાપુરુષ અચ્યુતાનંદ દાસ એ ભવિષ્ય માલિકા માં લખ્યું છે કે:
“बड़ देउल कु आपणे जेबे तेज्या करिबे,
कि कि संकेत देखिले मने प्रत्ये होइबे ।”
“બડ દેઉલ કુ આપણે જેબે તેજ્યા કરિબે,
કિ કિ સંકેત દેખિલે મને પ્રત્યે હોઈબે.”
એટલે કે:
જયારે પ્રભુ નીલાંચલ છોડશે ત્યારે ભક્તો ને એક સંકેત જોવા મળશે જેને જોઇને તેમને વિશ્વાસ થશે.
આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે:
“गरुड़ मुखकु चाँहिण कहुचंति अच्युत,
क्षेत्र रे रहिबे अनंत बिमला लोकनाथ।”
“ગરુડ મુખકુ ચાંહીણ કહુચંતી અચ્યુત,
ક્ષેત્ર રે રહીબે અનંત બિમલા લોકનાથ.”
એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ગરુડ ને કહે છે :
“જ્યારે હું નીલાંચલ છોડીશ ત્યારે મારા જ્યેષ્ઠ ભાઈ બલરામ નીલાંચલ ક્ષેત્ર નું દાયિત્વ સંભાળશે અને નીલાંચલ ક્ષેત્ર ના ક્ષેત્રાધીશ બનશે. શક્તિસ્વરુપીની માં વિમલા તથા મહાપ્રભુ લોકનાથ એ સમયે એ ક્ષેત્ર માં ઉપસ્થિત હશે પરંતુ હું માનવ સ્વરૂપ માં જન્મ લઇ ચુક્યો હોઈશ.”
એ પછી ગરુડજી એ પૂછ્યું કે એ ઘટના નો પહેલો સંકેત શું હશે કે જેથી ભક્તો માલિકા ને અધ્યયન કરીને સમજી જશે કે આપે નીલાંચલ છોડી દીધું છે?
મહાપુરુષ અચ્યુતાનંદજી આગળ કહે છે કે:
“देउल रु चुन छाड़िब , चक्र बक्र होइब, माहालिआ होइ भारत अंक कटाउ थिब।”
“દેઉલ રૂ ચુન છાડીબ, ચક્ર બક્ર હોઈબ, માહાલીઆ હોઈ ભારત અંક કટાઉ થિબ.”
ઉપરોક્ત પંક્તિઓ નો અર્થ છે કે :-
જ્યારે શ્રી જગન્નાથજી ના મુખ્ય મંદિર માં જે ચુના નો લેપ લગાવ્યો છે એમાંથી થોડો થોડો નીકળી જશે ત્યારે નીલચક્ર વક્ર થઇ જશે. ભારત ની આર્થિક પરિસ્થિતિ એ વખતે સારી નહિ હોય.
ઉપરોક્ત પંક્તિઓ પર થી જાણવા મળે છે કે ભારત ના પ્રધાનમંત્રી ડૉ. ચંદ્રશેખર હતા ત્યારે જગન્નાથ શ્રી મંદિર માં થી ચુના નો લેપ ઉખડ્યો હતો તથા ભારતે ૩૦૦૦ ટન સોનું ગીરવે રાખીને નાણા ની અછત પૂરી કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી પી. વી. નરસિમ્હા રાવે ભારત ની આર્થિક નીતિ માં સુધારા કરીને આર્થિક ઉદારીકરણ ની નીતિ અમલ માં મુકીને આ પરિસ્થિતિ માં બદલાવ લાવ્યો હતો.ભવિષ્ય માલિકા ની ૬૦૦ વર્ષ પૂર્વે કહેવામાં આવેલી આ પંક્તિઓ થી માલિકા ની સત્યતા વધુ એક વખત સિદ્ધ થાય છે
મહાપ્રભુ શ્રી કૃષ્ણ બીજા સંકેત વિષે ગરુડજી ને કહે છે:
“बड़ देउल रु पथर जेबे ख़सिब पुण,
गृध्र पक्षी जे बसिब अरुण र स्तम्भेण।”
“બડ દેઉલ રૂ પથર જેબે ખસીબ પુણ,
ગૃધ્ર પક્ષી જે બસિબ અરુણ ર સ્તમ્ભેણ.”
અર્થાત:
જ્યારે જગન્નાથ મંદિર પરથી પત્થર પડશે ત્યારે સૂર્ય પુત્ર અરુણ (અરુણસ્તંભ) પર બાજ અથવા ગીધ પક્ષી બેસશે. આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે જયારે પત્થર પડ્યો હતો ત્યારે મંદિર પર ગીધ પક્ષી પણ બેઠું હશે.
૪. આપણા શાસ્ત્રો મુજબ કોઈ ઘર પર ગીધ પક્ષી આવીને બેસે તો એ ઘર ના લોકો પર આગામી સમય માં આવનારા સંકટ નો સંકેત હોય છે. બસ એ જ પ્રકારે જગત ના નાથ જગન્નાથ ના મંદિર પર ગીધ પક્ષી નું બેસવું એ સમગ્ર વિશ્વ ના લોકો માટે સંકટ નું સૂચક કેહવામાં આવ્યું છે. કળિયુગ ના અંત તથા ધર્મ સંસ્થાપના ની શરૂઆત નું આને પેહલું સૂચક કેહવામાં આવ્યું છે.
આગળ પ્રભુ ગરુડજી ને કહે છે:
“एही संकेत कु जानिथा हेतु मति की नेई,
तोर मोर भेट होइब मध्य स्थल रे जाई।”
“એહી સંકેત કુ જાનીથા હેતુ મતિ કી નેઇ,
તોર મોર ભેટ હોઈબ મધ્ય સ્થલ રે જાઈ.”
અર્થાત:
ગરુડજી પૂછે છે “ભગવાન, જયારે આપ કલ્કિ રૂપ માં અવતરણ કરશો તો હું આપને ક્યાં મળી શકીશ? તથા કેવી રીતે આપના દર્શન પ્રાપ્ત કરીને ખુદ ને આપ ની સેવા માં સમર્પિત કરી શકીશ?”
મહાપ્રભુ ગરુડજી ને ઉતર માં કહે છે “હે ગરુડ, હું તમને ત્યાં મળીશ જ્યાં બ્રહ્માજી નો શુભ સ્તંભ છે, જેને પૃથ્વી નો સૂર્યસ્તંભ માનવામાં આવે છે. અને જેને બીરજા ક્ષેત્ર અથવા ગુપ્ત સંભલ કેહવામાં આવે છે.” એને જ કેન્દ્ર કેહવાયું છે.
મહાપુરુષ અચ્યુતાનંદ જી એ “હરીઅર્જુન ચૌતીસા” માં કળિયુગ ના સમાપ્ત થવા પર ભગવાન કલ્કિના જન્મના વિષય માં શ્રી મંદિર થી મળનારા સંકેતો વિશે ઉલ્લેખ કર્યો છે કે:
“नीलाचल छाड़ि आम्भे जिबु जेतेबेले लागिब रत्न चांदुआ अग्नि सेते बेले
निशा काले मन्दिररु चोरी हेब हेले, बड़ देऊलुमोहर ख़सिब पत्थर,
बसिब जे गृध्र पक्षी अरुण स्तम्भर। बतास रे बक्र हेब नीलचक्र मोर।”
“નીલાંચલ છાડી આમ્ભે જીબુ જેતેબેલે
લાગીબ રત્ન ચાંદુઆ અગ્નિ સેતે બેલે
નિશા કાલે મંદિરરૂ ચોરી હેબ હેલે,
બડ દેઉલુંમોહર ખસીબ પત્થર,
બસીબ જે ગૃધ્ર પક્ષી અરુણ સ્તમ્ભર.
બતાસ રે બક્ર હેબ નીલચક્ર મોર.”
અર્થાત:
મહાપુરુષ અચ્યુતાનંદજી સ્પષ્ટતા કરતા કહે છે કે:
શ્રી કૃષ્ણ ભગવાને એ કહ્યું “જ્યારે હું નીલાંચલ છોડી દઈશ ત્યારે મારા રત્નજડિત સિંહાસન ના રત્નજડિત છત્ર માં સર્વપ્રથમ આગ લાગશે તથા અર્ધી રાત્રે શ્રી મંદિર ના પરિસર માં ચોરી થશે અને મંદિર માં થી પત્થરો પડશે. તોફાન ના કારણે શ્રીમંદિર પર નું નીલચક્ર વક્ર થઇ જશે. આ બધી જ ઘટનાઓ જગન્નાથ ક્ષેત્ર ના શ્રી મંદિર માં ઘટિત થઇ ચુકી છે. અને કળિયુગ ના અંત નો સ્પષ્ટ સંકેત મળી ચુક્યો છે.
ફરી “કળિયુગ ગીતા” ના બીજા અધ્યાય માં મહાપુરુષ અચ્યુતાનંદજી શ્રી જગન્નાથ ક્ષેત્ર ના વિશેષ સંકેત વિષયે કહે છે:
“मुंहि नीलाचल छाड़ि जिबि हो अर्जुन, मोहर भंडार घरे थिब जेते धन।
तांहिरे कलंकी लागि जिब क्षय होइ, मोहर सेवक माने बाटरे न थाई”।
“મુંહિ નીલાચલ છાડી જીબી હો અર્જુન,
મોહર ભંડાર ઘરે થિબ જેતે ધન.
તાંહિરે કલંકી લાગી જીબ ક્ષય હોઈ,
મોહર સેવક માને બાટરે ન થાઈ.”
અર્થાત:
અર્જુન એ ભગવાન શ્રી કૃષ્ણ ને પ્રશ્ન કર્યો કે “પ્રભુ, તમે જ્યારે નીલાંચલ છોડશો તો શ્રી ક્ષેત્ર માં શું સંકેતો દેખાશે? કૃપા કરીને મુજને અવગત કરાવો.” ભગવાન શ્રીકૃષ્ણ ઉતર આપતા કહે છે ”અર્જુન, જ્યારે હું નીલાંચલ છોડીશ ત્યારે મંદિર ની પાસે ઉપસ્થિત ભંડારગૃહ ની ખ્યાતી નહિ રહે, એટલે કે ભંડારગૃહ માં ઉપસ્થિત ધન નષ્ટ થઇ જાશે તથા પ્રભારી સેવકો ધર્મ નું આચરણ નહિ કરતા હોય. ભંડાર ગૃહ માં થી ધન ખાલી થઇ જાશે.”
અચ્યુતાનંદજી આગળ વર્ણન કરતા કહે છે:
“बहुत अन्याय करि अरजिबि धन, तंहिरे ताहांक दुःख नोहिब मोचन ।
खाइबाकु नमिलिब किछि न अन्टिब, मोहर बड़पण्डान्कु अन्न न मिलिब ।
मोहर बड़ देऊलु ख़सिब पत्थर, श्रीक्षेत्र राजन मोर नसेबि पयर
राज्य जिब नाना दुःख पाइबा टी सेइ, तांकू मान्य न करिब अन्य राजा केहि।”
“બહુત અન્યાય કરી અરજીબી ધન,
તંહીરે તાહાંક દુઃખ નોહિબ મોચન.
ખાઈબાકુ નમીલીબ કીછી ન અન્ટીબ,
મોહર બડપન્ડાન્કુ અન્ન ન મિલીબ.
મોહર બડ દેઉલું ખસીબ પત્થર,
શ્રીક્ષેત્ર રાજન મોર નસેબિ પયર,
રાજ્ય જિબ નાના દુઃખ પાઈબા ટી સેઇ,
તાંકૂ માન્ય ન કરીબ અન્ય રાજા કેહી.”
અર્થાત:
જ્યારે હું નીલાંચલ છોડીશ ત્યારે કળિયુગ સમાપ્ત થઇ જશે. મારા ક્ષેત્ર છોડતા ની સાથે જ શ્રી ક્ષેત્ર માં બહુ અન્યાય થવા લાગશે. તથા મારા સેવકો વિવિધ પ્રકારના અન્યાયો કરીને પૈસા માંગશે. આવનારા સમય માં મારા મુખ્ય સેવકો પણ પોતાનું પુરતું ભરણ પોષણ નહિ કરી શકે. આ પ્રકારે શ્રી મંદિર માં અનેકો પરિવર્તન થશે.
મહાપુરુષ અચ્યુતાનંદ એ આ વિષય માં આમ પણ વર્ણન કર્યું છે:
“पेजनला फुटी तोर पडिब बिजुली,
से जुगे जिब की प्रभु नीलाचल छाड़ि ।”
“પેજનલા ફૂટી તોર પડીબ બીજુલી,
સે જુગે જીબ કી પ્રભુ નીલાચલ છાડી.”
અર્થાત:
જ્યારે શ્રી જગન્નાથ મંદિર ના રસોઈઘર પર વીજળી પડશે ત્યારે કળિયુગ સમાપ્ત થઇ જશે તથા જગન્નાથ નીલાંચલ છોડીને મનુષ્ય રૂપ ધારણ કરશે. નજીક ના જ ભૂતકાળ માં જગન્નાથ મંદિર ના રસોઈઘર માં વીજળી પડી હતી તથા આનું પ્રમાણ પહેલા જ મળી ચુક્યું છે. આ સંકેતો થી સ્પષ્ટ છે કે જગન્નાથ શ્રીમંદિર છોડીને માનવ સ્વરૂપ માં અવતરણ કરી ચુક્યા છે.
ફરી એક વાર મહાપુરુષ અચ્યુતાનંદ પોતાના ગ્રંથ “ચૌષઠી પટલ” માં જગન્નાથ ક્ષેત્ર થી વધુ એક સંકેત ના વિષય માં વર્ણન કરતા શ્રી કલ્પવટ ની મહિમા, શ્રી કલ્પવટ પર આઘાત તથા કળિયુગ ના અંત અને ભગવાન શ્રી જગન્નાથ નું નીલાંચલ છોડીને માનવ શરીર ધારણ કરવું આ બધું વર્ણન કરે છે.
“से बट मुलरे अर्जुन जेहु बसिब दंडे, मृत्यु समये न पड़िब यम राजर दंडे ।
से बट मोहर बिग्रह जंहु हेले आघात, मोते बड़ बाधा लागई सुण मघबासूत।
से बट रु खंडे बकल जेहु देब छड़ाई, मोहर चर्म छडाइला परि ज्ञांत हुअइ।”
“સે બટ મુલરે અર્જુન જેહું બસીબ દંડે,
મૃત્યુ સમયે ન પડીબ યમ રાજર દંડે.
સે બટ મોહર બિગ્રહ જહું હેલે આઘાત,
મોટે બડ બાધા લાગઈ સુણ મધબાસૂત.
સે બટ રૂ ખંડે બકલ જેહું દેબ છડાઈ.
મોહર ચર્મ છડાઈલા પરિ જ્ઞાંત હુઅઇ ”
અર્થાત:
શ્રી મંદિર માં આવેલ કલ્પવટ ભગવાન ના શ્રી વિગ્રહ સમાન છે. કલ્પવટ ની તુલના પ્રભુ ના શરીર સાથે કરવામાં આવી છે. કલ્પવટ નો નાનકડો ટુકડો પણ કોઈ તોડે તો ભગવાન ના શરીર ને ઘણું કષ્ટ થાય છે. એટલે એ વિચારણીય છે કે આજે કલ્પવટ ની શાખાઓ વારે વારે તૂટી રહી છે. આનો અર્થ એ છે કે પ્રભુ નીલાંચલ છોડીને મનુષ્ય નું શરીર ગ્રહણ કરીં ચુક્યા છે. આ વિષય માં મહાપુરુષ અચ્યુતાનંદ લખે છે કે:
“कल्प्बट घात हेब जेतेबेले नीलाचल छाड़ि जिबे मदन गोपाले।
कल्प्बट शाखा छिड़ि पड़िब से काले, नाना अकर्म मान हेब क्षेत्रबरे।
रूद्र ठारु उनविंश पर्यन्त सेठारे, स्थापना होइबे मोर सेवादी भाबरे।
बड़ देउलरे मुंही नरहिबी बीर, बाहार होइबि देखि नर अत्याचार।”
“કલ્પ્ઘાટ ઘાત હેબે જેતેબેલે
નીલાચલ છાડી જિબે મદન ગોપાલે.
કલ્પ્બટ શાખા છીડી પડીબ સે કાલે,
નાના અકર્મ માન હેબ ક્ષેત્રબરે.
રુદ્ર ઠારું ઉનવીંશ પર્યંત સેઠારે,
સ્થાપના હોઈબે મોર સેવાદી ભાબરે.
બડ દેઉલરે મુંહી નરહીબી બીર,
બાહાર હોઈબી દેખિ નર અત્યાચાર.”
અર્થાત :
મહાપુરુષ કહે છે કે જ્યારે કલ્પવટ ની શાખાઓ તૂટશે તો મારા ક્ષેત્ર માં બહુ અન્યાય, અનીતિ, અનુશાસનહીનતા તથા અરાજકતા ફેલાઈ જશે. ભગવાન કલ્કિ ની આયુ જ્યારે ૧૧ વર્ષ થી ૧૯ વર્ષ ની વચ્ચે હશે ત્યારે સરકાર દ્વારા શ્રી મંદિર નું દાયિત્વ સંભાળવા માટે નવા સેવકો રાખવામાં આવશે. આ સમયે ભગવાન શ્રી જગન્નાથ મનુષ્યો ના અત્યાચારો જોઇને શ્રી મંદિર નો ત્યાગ કરીને માનવ શરીર ગ્રહણ કરી ચુક્યા હશે. માલિકા ની વાતો આજે ફળીભૂત થઇ ચુકી છે.પુનઃ મહાત્મા અચ્યુતાનંદજી આ પરિસ્થિતિ નું વર્ણન કરતા કહે છે કે:-
“बड़ देऊलु मोहर पत्थर ख़सिब, गृध्र पक्षी नील चक्र उपरे बसिब।
दिने दिने चलुरे मु न होइबि दृश्य, भोग सबु पोता हेब जान पाण्डु शिष्य।
समुद्र जुआर माड़ि आसीब निकटे, रक्ष्या नकरिबे केहि प्राणींकु संकटे।”
“બડ દેઉલું મોહર પત્થર ખસીબ
ગૃધ્ર પક્ષી નીલ ચક્ર ઉપરે બસીબ.
દીને દીને ચલુરે મુ ન હોઈબિ દ્રશ્ય,
ભોગ સબુ પોતા હેબ જાન પાન્ડુ શિષ્ય.
સમુદ્ર જુઆર માડી આસીબ નીકટે,
રક્ષ્ય નકરીબે કેહી પ્રાણીકુ સંકટે.”
મહાપુરુષ એ ફરી કહ્યું છે કે જ્યારે નીલચક્ર પર ગીધ પક્ષી બેસે છે ત્યારે શ્રી જગન્નાથ ના શ્રી મંદિર પરથી વારંવાર પત્થર પડે છે. એ વખતે મહાપ્રસાદ અર્પણ સમયે પ્રભુ દર્શન નહિ દે. આવું વારંવાર થવાના લીધે મહાપ્રસાદ ને ઘણી વખત માટીની નીચે દબાવી દેવામાં આવશે. આનાથી પ્રમાણ મળે છે કે મંદિર ની પરંપરા અનુસાર જ્યારે ભગવાન ને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવે છે ત્યારે મહાપ્રભુ જગન્નાથજી મંદિર ની પૂજા કરવાવાળા મુખ્ય પુજારી ને દર્શન દે છે પરંતુ મહાપુરુષ અચ્યુતાનંદજી ની વાણી અનુસાર જ્યારે નીલચક્ર પર ગીધ પક્ષી બેસે ત્યારે ભગવાનના શ્રી મંદિર પરથી પત્થર પડશે તથા મહાપ્રભુના મહાપ્રસાદ અર્પણ વિધિ દરમ્યાન પ્રભુ મુખ્ય પુજારી ને દર્શન નહિ દે. અને એ સમયે પ્રભુનો મહાપ્રસાદ માટી નીચે દબાવી દેવામાં આવશે. મહાપુરુષ અચ્યુતાનંદજી એ આ ઘટના નો ઉલ્લેખ એક ચેતવણીના રૂપ માં કર્યો છે કે એ સમયે સમુદ્રમાં વારંવાર તોફાન ઉઠશે તથા સમુદ્ર નું જળસ્તર ઉપર ઉઠીને પૃથ્વી પર વારે વારે પુર આવશે જે આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ સંકેતો જગન્નાથ મંદિર માં થી સ્પષ્ટ સ્વરૂપે મળી રહ્યા છે તથા આગળ જતા પૃથ્વી પર હજુ મોટા સંકટો આવવાના નિશ્ચિત છે. એટલા માટે એમણે એક સહૃદય સંત હોવાના કારણે લોકો વૈષ્ણવ ધર્મ તથા ઈશ્વર પ્રતિ સંપૂર્ણપણે સમર્પિત થઇ ને અભક્ષ્ય ભક્ષણ સહીત બહુવિધ દુર્ગુણો નો ત્યાગ કરે તથા માનસિક પરિવર્તન કરે એટલા માટે વારંવાર કળિયુગ ના મનુષ્યો ને સચેત કર્યા છે.
મહાપુરુષ અચ્યુતાનંદ એ આ સંદર્ભ માં વર્ણન કર્યું છે કે:
“श्री धामरु एक बड़ पाषाण ख़सिब, दिबसरे उल्लूक तार उपरे बसिब।
मो भुबने उल्कापात हेब घन घन, जेउ सबु अटे बाबू अमंगल चिन्ह।”
“શ્રી ધામરૂ એક બડ પાષાણ ખસીબ,
દીબસરે ઉલ્લુક તાર ઉપરે બસીબ.
મો ભુબને ઉલ્કાપાત હેબ ઘન ઘન,
જેઉ સબુ અટે બાબૂ અમંગલ ચિન્હ.”
મહાપુરુષએ કહ્યું છે કે શ્રી જગન્નાથ ના મુખ્ય મંદિરમાંથી એક વિશાળ પત્થર પડશે તથા દિવસ ના સમયે પત્થર ઉપર એક ઘુવડ બેસશે અને આ બંને સંકેતો શ્રી મંદિર માં ઘટિત થઇ ચુક્યા છે. આવનારા સમય માં શ્રી મંદિર માં વારંવાર ઉલ્કાપિંડ પણ પડશે જેનું પ્રમાણ મહાપુરુષ એ લખેલા અનેક ગ્રંથો માં થી મળે છે.
“જય જગન્નાથ”