કળિયુગનો અંત થઈ ચુક્યો છે અને આ તથ્યને પ્રમાણ કરવા માટે મહાપુરુષ પંચસખાઓએ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં સ્પષ્ટરૂપે ઘણા બધા લક્ષણો વર્ણિત કર્યા છે.
(ક) માનવ સમાજમાં આવનાર પરિવર્તન
- માનવ સમાજમાં ઘણા બધા નારી અને પુરુષમાં વંધ્યત્વ નો દોષ દેખાશે જેના કારણે સંતાન ઉત્પન્ન નહી થાય. (આજ કાલ ચલણ બની ગયું છે કે લગ્ન કરી બન્ને પતિ – પત્નિ નોકરી કરી પૈસા કમાય અને સંતાન પૈદા ન કરે. કોણ જવાબદારી ઉપાડે, કમાઓ અને વાપરો.)
- નારી અને પુરુષના લિંગ પરિવર્તન સંભવ બનશે અને ઘણા બધા લોકો લિંગ પરિવર્તન કરાવશે.
- કામના, વાસના, સ્વાર્થ અને ધનની લાલચના લીધે, પુત્ર પોતાના માતા-પિતાની હત્યા કરશે
- સમાજમા સંયુક્ત પરિવાર ની પરંપરા લુપ્ત થઈ જશે અને ન કેવળ ભાઈ-ભાઈ અલગ અલગ ઘરમાં રહેશે પરંતુ પતિ – પત્નિ પણ અલગ અલગ રહેશે.
- વૃદ્ધ માતા પિતાને પુત્ર ઘરમાંથી કાઢી મુકશે અને આવા વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેશે.
- મોટા ભાગના માનવી માત્ર દવા પર આધાર રાખીને જીવન વિતાવશે, નાની-મોટી કંઇક ને કંઇક બીમારી થી પીડાશે.
- સમાજમાં માંસાહારી, મદ્યપાન કરનારા, તમાકુનું સેવન કરનારાઓ અને નશાખોરોની સંખ્યામાં ઘણો વધારો થશે.
- વિશ્વમાં ગર્ભપાત અને ભ્રૂણહત્યા જેવા પાપો મોટી સંખ્યામાં વધશે.
- સંસારમાં વ્યાભિચાર વધી જશે. સંસારમાં એકથી વધુ પત્નિ રાખવાનું દેખાશે.
- પતિ- પત્નિ વચ્ચે ના સંબંધ માં પવિત્રતા નહી રહે.
- માનવ સમાજ દેવતાઓની પૂજા નહી કરે.
- પુત્ર પોતાના મૃત માતા પિતાને પિંડદાન નહી આપે.
- માતા-પિતાની અંતિમ ક્રિયાઓ પુત્ર નહી કરે.
- વિધવા સ્ત્રી પણ અંતિમ સંસ્કાર કરશે અને પિંડદાન આપશે.
- પુરુષ અને પુરુષની વચ્ચે લગ્ન થશે.
- સ્ત્રી અને સ્ત્રી પણ લગ્ન કરશે.
- ભાઈ બહેન વચ્ચે પણ લગ્ન થશે.
- પિતા- પુત્રી વચ્ચે પણ ખોટા સંબંધ થશે.
- પુરુષ મલેચ્છ વેશ ધારણ કરશે અને સ્ત્રી અત્યંત કામુક અને મ્લેચ્છીન રૂપ ધારણ કરશે.
- પુરુષ પણ સંતાન પ્રસવ કરશે (પુરુષમાંથી સ્ત્રી બનીને)
- પરુષ માથા ઉપરના કેશ રાખશે, પરંતુ કાન ઉપરના કેશ કપાવી નાંખશે.
- મામી અને ભાણેજના લગ્ન થશે.
- કાકી અને ભત્રીજાના લગ્ન થશે.
- મામા અને ભાણીના લગ્ન થશે.
- બધા પશ્વિમી સભ્યતા અપનાવશે અને તેના અનુસાર જ વેશભૂષા ધારણ કરશે.
- જમાઈ અને સાસુના મધ્ય શારીરિક સંબંધો બંધાશે.
- વિવાહીત સ્ત્રીઓ માથામા સિંદુર અને હાથમાં બંગડીઓ નહી પહેરે.
- કળિયગુમાં કોઈપણ મનુષ્ય શત પ્રતિશત આયુનો ભોગ નહી કરે.
- ગીતા, ભાગવત, શાસ્ત્ર અને પુરાણોને છોડી, માનવ સમાજ કામશાસ્ત્રનુ અધ્યયન કરશે.
- માતા તુલસીની પુજા બંધ થઈ જશે.
- ગ્રામ દેવી અને કુળદેવીની પુજા બંધ થઈ જશે.
- સમાજમાં મિથ્યાવાદીઓની સંખ્યા વધી જશે.
- પાપી, ભ્રષ્ચાચારી અને અજ્ઞાની લોકોને સમાજમાં સમ્માન મળશે.
- વિવાહમાં કોઈ ઉંચ નીચ, જાતિ અજાતિ, ધર્મ અને વર્ણ નહી રહે.
- ઓછી આયુનો પુરુષ મોટી સ્ત્રી સાથે લગ્ન કરશે.
- જ્ઞાની સજ્જન ગાયત્રી મંત્ર છોડી છળ કપટ અને કાળી વિદ્યાનું પઠણ કરશે.
- રક્ષક જ ભક્ષક બનશે (ગરુડ પક્ષી અનાજ ખાશે.)
- સંસારમાંથી વેદ માર્ગ વિલોપ થઈ જશે.
- સ્ત્રી માથાના વાળ ખુલ્લા રાખી ફરશે. યુવા નારી નગ્ન થવુ અને અંગ પ્રદર્શન કરવુ પસંદ કરશે.
- સ્ત્રી પોતાના શરીરનો સોદો કરી પેટ ભરશે.
- કળિયુગના અંત સમયે રાજાશાહી નહી રહે.
- મનુષ્ય એકાદશીનુ વ્રત રાખશે પરંતુ માંસાહારી ભોજન કરશે.
- ઘણા લોકો નિર્માલ્ય (જગન્નાથજીના મહાપ્રસાદ) ની સાથે દારુ અને માંસ ખાશે.
- અસમયે લોકો આહાર, વિહાર અને નિંદ્રા કરશે.
- અસમય સંભોગથી સંતાન ગર્ભમાં જ મૃત્યુ પામશે.
- કિશોર અવસ્થામાં બાળકીઓ ગર્ભપાત કરાવશે.
- પારકી સ્ત્રીનુ હરણ થશે અને તેની સાથે રમણ કરશે.
- સંસારમાં બધા પરિવારોમાં અશાંતિનું વાતાવરણ રહેશે.
(ખ)પ્રકૃતિ અને પંચભૂતોમાં આવનાર પરિવર્તનઃ
- મધ્ય રાત્રિમાં કોયલ ગાશે.
- અસમયે આંબાના ઝાડ પર ફૂલ આવશે.
- અસમયે લીમડાના ઝાડ પર ફૂલ અને ફળ લાગશે.
- અલગ અલગ વૃક્ષમાં વ્યતિક્રમથી અલગ અલગ ફળ અને ફુલનું પરિપ્રકાશ થશે. જેમ કે તુલસી ના વૃક્ષ પર જાસુદ નું ફૂલ આવવું, બટાકા ના વૃક્ષ પર ટામેટા થવા વગેરે.
- વાંસના વૃક્ષમાં ધાન ઉગશે.
- ખેતરમાં અનાજને કીડા ખાઈ જશે.
- ખેતરોમાં અનાજ ઓછુ ઉગશે.
- અનેક સ્થાનો પર અકાળ પડશે.
- વજ્રપાતથી અસંખ્ય મનુષ્ય અને જીવજંતુ મરશે.
- ગૌ માતાની અકાલ મૃત્ય થશે.
- મનુષ્યો અને જીવ જંતુઓમાં અજાણી બીમારીઓ ફેલાશે.
- પૃથ્વી પર ૬૪ પ્રકારની મહામારી આવશે.
- ઋતુઓમાં અસમય પરિવર્તન થશે, કેવળ ૧૩ દિવસોમાં ૬ ઋતુઓનો ભોગ થશે.
- નદીઓમાં અસમય પુર આવશે.
- સૂર્યનો તાપ ૧૦ ગણો વધી જશે.
- દિવસના સમયે ધુમ્મસ છવાઈ જશે.
- વારંવાર તોફાનો આવશે અને તોફાનોને કારણે વારંવાર સમુદ્ર કિનારાની સીમાનુ ઉલ્લઘંન કરશે.
- રણપ્રદેશ માં પૂર આવશે.
- ભારે વરસાદથી પર્વતો ઉપર પૂર આવશે જેના કારણે જીવ હાની થશે.
- જળચર અને સમુદ્રના પ્રાણી ખૂબ મરશે.
- અસંખ્ય વન્ય પ્રાણી શહેરોમાં આવીને મનુષ્યોને નુકશાન પહોંચાડશે.
- સૂર્યની ગરમીથી ઉત્તર અને દક્ષિણ મેરુની બરફ ઓગળવા લાગશે.
- વનમાં આગથી અસંખ્ય પ્રાણીઓ મરશે.
- પૃથ્વીના દરેક ખુણામાં દરરોજ ભૂકંપો આવશે.
- દિવસે શિયાળ અવાજ કરશે.
- કુકડાના મુકુટનો રંગ લાલથી સફેદ થઈ જશે.
- વૈશાખ માસમાં કમળ ખીલશે.
- ચારે દિશાઓમાં ધુમ્મસ છવાયેલો રહેેશે.
- પૃથ્વીના સમતળ અને પહાડી ક્ષેત્રોમાં વાદળ ફાટીને વરસાદ થશે.
- દર મહીને પૃથ્વીના કોઈના કોઈ ખુણામાં તોફાન, ચક્રવાતી તોફાન આદિ આવશે.
- પૃથ્વી પર ઘણા બધા નવા અને સુપ્ત આગ્નેય ગિરી (જ્વાલામુખી) પણ જાગૃત થવા લાગશે.
(ગ) ગ્રહ નક્ષત્રોમાં આવનાર પરિવર્તન
- ચંદ્રમાની કિરણો ઝાંખી દેખાવા લાગશે.
- સૂરજની કિરણો તેજ થઈ જશે.
- વારંવાર પક્ષમાં પરિવર્તન થઈ ૧૩ દિવસવાળા પક્ષ પ્રકાશ થશે.
- વારંવાર આકાશમાંથી ઉલ્કા પિંડ પૃથ્વી પર પડશે.
- એકથી વધારે વાર એક જ દિવસે અમાસ અને સંક્રાંતિ આવશે.
- એકથી વધારે વાર એક જ દિવસે પૂર્ણિમા અને સંક્રાંતિ આવશે.
- એક પક્ષના અંતરમાં જ અમાસ પર સૂર્ય ગ્રહણ અને પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ દેખાશે.
- અસમયે સૂર્યની ચારે તરફ વલય અને ચંદ્રની ચારે તરફ વલય દેખાશે.
- વારંવાર ગ્રહ નક્ષત્રોમાં અસ્વાભાવિક ચલન દેખાશે.
- સૂર્યનો તાપ ૧૦ ગણો વધી જશે.
- ગ્રહોની ચલણની ગતિમાં વારંવાર પરિવર્તન દેખાશે.
- ગ્રહ અને નક્ષત્ર સ્થિતિ અનુસાર નહી રહે.
- સાત દિવસ અને સાત રાત્રિ સુધી સૂર્ય અને ચંદ્રમાં દેખાશે નહી, સર્વત્ર અંધકાર રહેશે.
- પરવર્તી સમયમાં ભગવાન કલ્કિ દ્વારા નવો સૂર્ય, નવો ચંદ્ર અને નવા નક્ષત્રોની સ્થાપના થશે.
(ઘ) આધ્યાત્મિક પરિવર્તનઃ
- ઘણા બધા મંદિરો ઉપર વ્રજપાત થશે. (વીજળી પડશે)
- ઘણા મંદિરોની ધ્વજા વ્રજપાતથી બળી જશે.
- વિભિન્ન મંદિરોમાં ચોરી અને લુંટ થશે તથા મૂૂર્તિઓ પણ ચોરાશે.
- મંદિરની અંદર પણ લોકો દુષ્કર્મ કરશે.
- માંસાહાર અને મદ્યપાન કરી પુજારી મંદિરોમાં પૂજા કરશે.
- વિભિન્ન મંદિરો અને આધ્યાત્મિક સ્થાનો પર આધ્યાત્મિક વાતાવરણ નહીં રહે.
- લોગો પણ માંસાહાર અને મદ્યપાન કરી મંદિરોમાં પ્રવેશ કરશે.
- દેવી દેવતાઓના રહેતા પણ મંદિરોની સુરક્ષા અને દેખરેખ નહીં થાય.
- સ્થાન સ્થાન પર દેવી દેવતાઓની પુજા નહી થાય.
- આ બધા પાપ કર્મોના કારણે દેવ દેવતા ગામ છોડી ચાલ્યા થશે.
(ડ) ગુરુ શિષ્ય અને સાધુ સંતોની રૂપરેખાઃ
- પોતાનુ પેટ પાળવા અસંખ્ય લોકો ગુરુ પરંપરાની શરૂઆત કરશે.
- ગુરુને શાસ્ત્ર પુરાણનું જ્ઞાન નહી હોય.
- તંત્ર સાધના કરી અમુક લોકો ગુરુ બની જશે.
- ભૂત, પ્રેત, પિશાચનું નિવારણ કરનારા સમાજમાં મોટા ગુરુ બનશે.
- ગુરુ પરંપરામાં માંસાહાર અને મદ્યપાન માન્ય ગણાશે.
- ઉંચી જાતિના લોકો હાથમાં લાકડી લઈ માછલી પકડશે અને કસાઈનું કામ કરશે.
- બ્રહ્મચારી બ્રહ્મચર્યનુ પાલન નહી કરે.
- પિતા માતા દ્વારા આપેલા નામને બદલી તેની આગળ સંત, સ્વામીજી દાસ, મહારાજ આદિ ઉપાધિ જોડી પોતાને ઠાકુર / મહાપુરુષ કહેડાવશે.
- ભગવા રંગના વસ્ત્ર પહેરી પોતાને ગુરુ કહેશે.
- પોતાની અસત્ય મહિમાનો પ્રચાર કરશે.
- પોતાની શિષ્યા સાથે કામભોગ કરશે.
- ગુરુ બની પોતાને ભગવાનનો અવતાર કહી આત્મ ઘોષણા કરશે.
- નકલી શંખ – ચક્ર બતાવી પોતાને કલ્કિ ભગવાન બતાવી લોકોને લુંટશે.
- ગુરુ પોતાના શિષ્યની પત્નિનો પણ ભોગ કરશે.
- પોતાને ગોપાલ અને પોતાની શિષ્યાને ગોપી કહી ગુરુ બનેલા લોકો પોતાની કામ વાસનાને ચરિતાર્થ કરશે.
- ગુરુ પોતાને ભગવાન નારાયણ બતાવી શિષ્ય, શિષ્યાને મુક્તિ પ્રદાન કરવાની લાલચ આપી પોતાની ચરણ સેવા કરાવશે.
- પોતાના માથે જટા બંધી પોતાની જાતને સંત બતાવશે અને લોકોને લુંટશે.
- અજ્ઞાની, અનપઢ, ગવાર અને આળસી લોકો પોતાને ભગવાનના દાસ કહેશે અને ખભા ઉપર જનેઉ (જનોઈ) ધારણ કરી લોકોને લુંટશે.
- ગુરુઓ ધની લોકોને પોતાના શિષ્ય બનાવશે.
- શિષ્ય શિષ્યાની સંપત્તિથી ગુરુ બનેલા ઠગ જલસા કરશે.
- શિષ્ય શિષ્યાનુ ધન લઈ દક્ષિણામાં આવા જુઠા ગુરુ તેમને વૈકુંઠમાં સ્થાન આપવાનો ઢોંગ કરશે.
- સુંદર નારિયોને વિભિન્ન પ્રલોભન આપી પોતાની શિષ્યા બનાવી તેમની સાથે પોતાની કામવાસના પૂર્ણ કરશે.
- આવા ઢોંગી ગુરુઓ માત્રને માત્ર ધન, સંપત્તિ અને સ્ત્રીસંગના જ શોખીન હશે.
આ રીતે યુગના અંતમાં સંસારમાં ઘણા બધા પરિવર્તન થશે અને વ્યતિક્રમ (ઉલ્લંઘન) જોવા મળશે. ભવિષ્ય માલિકામાં મહાપુરુષ પંચસખાઓએ કહ્યું છે કે કળિયુગ સંપૂર્ણ ખતમ થવા પર આ બધા લક્ષણ દેખાશે. અત્યારે આ બધા લક્ષણ આપણને જોવા મળે છે. આમાંથી માત્ર અમૂક જ લક્ષણના પ્રમાણ મળવાના બાકી છે. અતઃ આપણે એમ કહી શકીએ કે કળિકાળ સંપૂર્ણરૂપે સમાપ્ત થઈ ચુક્યો છે. અને આ સંગમયુગ કે યુગ સંધ્યાનો સમય ચાલી રહ્યો છે.
“જય જગન્નાથ”