મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
“एहि घोर कली लीला भली-भली प्राणी हेबे पथ बँणा।”
એહિ ઘોર કલી લીલા ભલી-ભલી પ્રાણી હેબે પથ બંણા ”
અર્થ –
અનેક તબક્કામાં અનેકો પ્રકારે મહાપ્રભુની લીલા થશે, પણ સામાન્ય મનુષ્ય પોતાના જ્ઞાન ના આધારે તેને સમજી નહિ શકે. જો કળિયુગનો અંત થઇ ચુક્યો છે એ સત્ય નથી તો આજે સંપૂર્ણ વિશ્વની સ્થિતિ આટલી કફોડી કેમ થઈ રહી છે?
જ્યારે ધર્મની સ્થાપના થાય છે, જ્યારે યુગના અંતનો સમય આવે છે, ત્યારે માનવ સમાજમાં ઘણા ફેરફારો થાય છે. મહામારી, રોગચાળો, હિંસા, અકસ્માતો, યુદ્ધો, આફતો, અચાનક જ વધવા લાગે છે. આવી ઘટનાઓ આખી દુનિયાને ઘેરી લે છે. ભય અને હતાશાનું વાતાવરણ રચાવા લાગે છે. ચારેય બાજુ અશાંતિ ને અશાંતિ જ જોવા મળે છે.
ત્રેતામાં રાવણના મૃત્યુ પહેલા અને દ્વાપરમાં ક્રૂર કંસના મૃત્યુ પહેલા માનવ સમાજની જે સ્થિતિ હતી, આજના માનવસમાજની પણ બરાબર એવી જ હાલત છે. વાલ્મીકિ રામાયણમાં વાલ્મીકિજી દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
રાવણ અને કંસના મૃત્યુ પછી વાતાવરણ પોતે જ સ્થિર થવા લાગ્યું. મંદ મંદ પવન ફૂંકાવા લાગ્યો. સૂર્ય પ્રકાશ ઠંડો પડવા લાગ્યો. દરિયાનું પાણી મધુર (પીવા યોગ્ય) બન્યું. મહામારી ને રોગચાળો સમાપ્ત થયો. દરેક વ્યક્તિ એ તરુણાવસ્થા પ્રાપ્ત કરી. સુખ અને શાંતિ ફરી સર્વત્ર જોવા મળી.
તેથી જ આજે વિશ્વમાં જે પણ અસ્થિરતા છે તે કલ્કિ લીલા એટલે કે વિનાશ લીલાનો જ એક ભાગ છે. સમયની સાથે તે વધુ ઉગ્ર બનશે અને ૨૦૨૯ થી ૨૦૩૦ સુધી ધર્મની સ્થાપનાનું આ કાર્ય આ જ રીતે ચાલતું રહેશે. માનવસમાજમાં જન્મ લઈને આપણે પણ આ જોવાનું છે.
મહાપુરુષ ફરીથી માલિકા માં લખે છે–
“माया अन्धकारे गुड़ी रहीथीबे अखिथाई सीजेकणा।”
“માયા અન્ધકારે ગુડી રહીંથીબે અખિથાઈ સીજેકણા”
અર્થ –
મનુષ્ય માયામાં ડૂબેલો રહેશે, તેને દર વર્ષે જુદી જુદી રીતે ચેતવણીઓ મળતી રહેશે. માનવસમાજ અભિમાન, અહંકાર, ક્ષમતા, અર્થ, સુખ, શાંતિ અને ઘમંડના ચક્રવ્યુહમાં ફસાયેલો હોવાથી આ ભગવદ્વાણી તેમના કાને નહીં પહોંચે.
મહાપુરુષ આગળ કહે છે-
જોવા વાળા તો જોઈ શકે છે, પરંતુ જેઓ આંખો હોવા છતાં પણ અંધ છે તે જોઈ શકતા નથી. જેઓ પોતાની સંપત્તિ, અભિમાન અને પોતાની ક્ષમતાને કારણે અંધ છે, તેઓ આંખો હોવા છતાં પણ આ ફેરફારોને જોયા પછી સમજી શકશે નહીં.
મહાપુરુષ અચ્યુતાનંદજી ફરી લખે છે–
“श्रीअच्युत वाणी पत्थरर गार पर्वते फूटिब कईं, पूर्ब सूर्जवा पश्चिम कुजिबे मवचन सत्य एहिं।”
“શ્રીઅચ્યુત વાણી પત્થરર ગાર પર્વતે ફૂટિબ કઈ, પુર્બ સૂર્જવા પશ્ચિમ કુજીબે મવચન સત્ય એહીં.”
અર્થ –
મહાપુરુષ પૂરા નિશ્ચય સાથે લખી રહ્યા છે કે માલિકાનો પ્રત્યેક શબ્દ નિરાકાર ભગવાન વિષ્ણુની વાણી છે, આ અટલ સત્ય છે. પૂર્વમાંથી ઉગતો સૂરજ ભલે પશ્ચિમમાંથી ઉગે, પણ માલિકામાં લખાયેલો એક પણ શબ્દ ખોટો નહીં હોય.
મહાપુરુષ ચકડામડાણ ગ્રંથ માં નીચે પ્રમાણે ફરીથી લખે છે:
“मला-मला डाक सात थर हेब, थोके जिबे रेणु होई ज्ञानीजन माने,
घबरा होईबे अज्ञानी थिबे ताकाहिं लीला उदय हेबो, भक्तंक लीला भारी होई लीला उदय हेबो।”
“મલા–મલા ડાક સાત થર હેબ, થોકે જીબે રેણુ હોઈ જ્ઞાનીજન માને, ઘબરા હોઈબે અજ્ઞાની થિબે તાકાહી લીલા ઉદય હેબો, ભકતંકુ લીલા ભારી હોઈ લીલા ઉદય હેબો“
અર્થ –
‘મર્યા-મર્યા‘ શબ્દો સાંભળીને લોકો થાકી જશે. જ્ઞાની લોકો પણ ડરશે. ‘મર્યા-મર્યા‘ શબ્દ આખી દુનિયામાં દર વર્ષે એક વખત એટલે કે સાત વર્ષમાં સાત વખત ગુંજશે. ઘણા લોકો મરી જશે. જે લોકો ખોટા સંતો છે, ધર્મનો ધંધો કરે છે તે લોકો ડરી જશે. તેઓ સમજી શકશે નહીં કે શું થઈ રહ્યું છે. ફક્ત સાચા ભક્તો જ જાણતા હશે કે દુનિયામાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે માત્ર ભગવાનની લીલા છે. આ બધું ધર્મની સ્થાપનાનો ભાગ છે.
“જય જગન્નાથ”