મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ મહાભારત અને માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો -  

“अनुभवे ज्ञान प्रकाश होइबो अनुभव करमूढ़, 

भबिस्य बिचार तेणी की कहिबी ज्ञाने नाही थलकुल, 

लीला प्रकाश हेबह भक्तंक लीला भारी होइब लीला प्रकाश हेबो।“

"અનુભવે જ્ઞાન પ્રકાશ હોઈબો અનુભવ કરમૂઢ,

ભવિષ્ય બિચાર તેણી કી કહિબી જ્ઞાને નાહી થલકુલ,

લીલા પ્રકાશ હેબહ ભક્તન્ક લીલા ભારી હોઈબ લીલા પ્રકાશ હેબો."

અર્થ

કળિયુગના અંતમાં અનુભવથી જ જ્ઞાન પ્રકાશિત થશે. શ્રી ભગવાનને શોધ્યા પછી પણ ભક્તોને ભગવાન ની પ્રાપ્તિ નહિ થાય ત્યારે માત્ર અનુભવ અને નિઃસ્વાર્થ ભક્તિ જ ભગવાનને પામવાનો સરળ ઉપાય બની રહેશે. શ્રદ્ધા, વિશ્વાસ, અનુભવ અને નિઃસ્વાર્થ ભક્તિ દ્વારા ભક્તો ઈશ્વરના સાનિધ્ય ને પ્રાપ્ત કરશે.

આ વિશે ફરીથી મહાપુરુષ અચ્યુતાનંદજી નીચે મુજબ લખે છે...

"कृष्ण भाबरस नोहे बेदाभ्यास पूर्ब जार भाग्य थिब।"

કૃષ્ણ ભાબરસ નોહે બેદાભ્યાસ પૂર્બ જાર ભાગ્ય થિબ.

અર્થ - 

જન્મ-જન્માંતર ના ભાગ્ય એટલે કે પૂર્વજન્મોથી ભાગ્યમાં ભગવાનની ભક્તિ હોય જેઓ પૂર્વ જન્મમાં ગોપી, કપિ, તપી હોય, તેમને જ ભગવાન પ્રાપ્ત થશે અને તેમને જ અનુભવ દ્વારા માનવ શરીરમાં શ્રી ભગવાનના આગમનની માહિતી મળશે. ફક્ત તે જ ભક્તો પાસે માલિકાની દિવ્ય વાણી પહોંચશે.  માલિકાની બ્રહ્મ વાણી અમૂલ્ય છે, દુનિયામાં આવી કોઈ વાણી નથી, જેની સરખામણી માલિકા સાથે થઈ શકે.

ભક્ત ભગવાનને કેવી રીતે ઓળખશે?

મહાપુરુષ અચ્યુતાનંદજી આગળ માલિકામાં લખે છે..

ભક્તો જ્ઞાનના માર્ગ, તર્કના માર્ગ અને શાસ્ત્રોમાં જણાવેલા માર્ગ દ્વારા ભગવાનને ઓળખી શકશે નહીં. જે લોકો ઈશ્વરની કસોટી કરવાનો પ્રયત્ન કરે છે તેઓ પોતાની બુદ્ધિ, વિચારો અને પોતાના મૂર્ખ અને ચંચળ સ્વભાવને કારણે પવિત્ર નથી હોતા. કેટલીકવાર તેઓ તામસિક થઈ જાય છે. આવી તામસિકતા થી તેઓ ત્રિભુવનપતિ શ્રી ભગવાનની કસોટી કરશે તેવી લાગણી તેમનામાં જોવા મળે છે. જયારે બીજી તરફ, જે લોકોમાં સાત્વિકતા પ્રગટ થાય છે તેમની અંદર ભક્તિભાવની લાગણી જન્મે છે. તેઓ ભક્તિના શાશ્વત સાગરમાં ડૂબકી મારવા લાગે છે, અને ભક્તિરૂપે તેમની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગે છે.

મહાપુરુષ માલિકા દ્વારા જણાવે છે કે કઈ વિશેષતાઓથી લોકો ઈશ્વરને પામી શકશે.

જેમની પાસે ભક્તિના લક્ષણો છે, જેમનું હૃદય સરળ હશે, જેઓ સંપૂર્ણ સાત્વિક હશે, જેમાં પૂર્વજન્મોના સંસ્કાર અને સંપૂર્ણ સમર્પણની ભાવના હશે, જેઓ વિષય-વાસના પ્રત્યે આસક્તિ નહિ રાખે, જેમનામાં અહંકારને કોઈ સ્થાન નહીં હોય, જેનું મુખ્ય લક્ષ્ય શ્રી ભગવાનની પ્રાપ્તિ હશે, જેમની ભૌતિક જગતના સુખોમાં આસક્તિ નહીં હોય.  જે લોકો બીજાના દુ:ખ જોઈને દુઃખી થાય છે, જેઓ દેખાવો કરવાથી દૂર હોય છે, જેઓ સ્વાભિમાની છે, જેમનામાં આવા લક્ષણો છે તેઓ ભક્ત હશે અને ભગવાનની પ્રાપ્તિ કરશે.

વર્તમાન સમયમાં જો કોઈ વ્યક્તિ સાત્વિક્તાને સમયસર અપનાવે, શુદ્ધ શાકાહારી બને, કોઈ પણ પ્રકારનો નાનો-મોટો નશો સંપૂર્ણપણે છોડી દે, સદાચાર અપનાવે અને અહંકારનો ત્યાગ કરે અને ઈશ્વરના ચરણોની ભક્તિમાં સંપૂર્ણપણે સમર્પિત થઈ જાય તો ભગવાન ચોક્કસ કોઈના પાપને માફ કરી દેશે. માત્ર આ માર્ગ દ્વારા જ વ્યક્તિ પોતાના જીવનને સાર્થક કરી શકે છે, અન્યથા ભવિષ્યના મહાવિનાશની જ્યોતથી બચવું અશક્ય છે.

દુર્વ્યવહાર અને ગેરરીતિને કારણે પાપ આજે તેની ટોચને પાર કરી રહ્યું છે, અને પૃથ્વી વારંવાર ફાટી રહી છે. ભૂકંપ આવી રહ્યા છે, વસુ માતા પાપનો ભાર સહન કરી શકતા નથી અને માથું ધુણાવે છે, તો ધરતીના અનેક સ્થળોએ ધરતી ધ્રૂજે છે. થોડા સમય બાદ ભૂકંપની ગતિમાં વધુ વધારો થશે. આ વિનાશના સંકેતો છે, તેથી સમયસર સતર્ક થઇ જાઓ, નહીં તો મોડા જાગી જશો તો પણ સમય બચશે નહીં.

 

     "જય જગન્નાથ"