કળિયુગનો અંત થઈ ચુક્યો છે અને આ તથ્યને પ્રમાણ કરવા માટે મહાપુરુષ પંચસખાઓએ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં સ્પષ્ટરૂપે ઘણા બધા લક્ષણો વર્ણિત કર્યા છે. 

(ક) માનવ સમાજમાં આવનાર પરિવર્તન

  • માનવ સમાજમાં ઘણા બધા નારી અને પુરુષમાં વંધ્યત્વ નો દોષ દેખાશે જેના કારણે સંતાન ઉત્પન્ન નહી થાય. (આજ કાલ ચલણ બની ગયું છે કે લગ્ન કરી બન્ને પતિ - પત્નિ નોકરી કરી પૈસા કમાય અને સંતાન પૈદા ન કરે. કોણ જવાબદારી ઉપાડે, કમાઓ અને વાપરો.)
  • નારી અને પુરુષના લિંગ પરિવર્તન સંભવ બનશે અને ઘણા બધા લોકો લિંગ પરિવર્તન કરાવશે.
  • કામના, વાસના, સ્વાર્થ અને ધનની લાલચના  લીધે, પુત્ર પોતાના માતા-પિતાની હત્યા કરશે
  • સમાજમા સંયુક્ત પરિવાર ની પરંપરા લુપ્ત થઈ જશે અને ન કેવળ ભાઈ-ભાઈ અલગ અલગ ઘરમાં રહેશે પરંતુ પતિ - પત્નિ પણ અલગ અલગ રહેશે. 
  • વૃદ્ધ માતા પિતાને પુત્ર ઘરમાંથી કાઢી મુકશે અને આવા વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેશે.
  • મોટા ભાગના માનવી માત્ર દવા પર આધાર રાખીને જીવન વિતાવશે, નાની-મોટી કંઇક ને કંઇક બીમારી થી પીડાશે.
  • સમાજમાં માંસાહારી, મદ્યપાન કરનારા, તમાકુનું સેવન કરનારાઓ અને નશાખોરોની સંખ્યામાં ઘણો વધારો થશે.
  • વિશ્વમાં ગર્ભપાત અને ભ્રૂણહત્યા જેવા પાપો મોટી સંખ્યામાં વધશે.
  • સંસારમાં વ્યાભિચાર વધી જશે. સંસારમાં એકથી વધુ પત્નિ રાખવાનું દેખાશે. 
  • પતિ- પત્નિ વચ્ચે ના સંબંધ માં પવિત્રતા નહી રહે.
  • માનવ સમાજ દેવતાઓની પૂજા નહી કરે. 
  • પુત્ર પોતાના મૃત માતા પિતાને પિંડદાન નહી આપે.
  • માતા-પિતાની અંતિમ ક્રિયાઓ પુત્ર નહી કરે.
  • વિધવા  સ્ત્રી પણ અંતિમ સંસ્કાર કરશે અને પિંડદાન આપશે.
  • પુરુષ અને પુરુષની વચ્ચે લગ્ન થશે. 
  • સ્ત્રી અને સ્ત્રી પણ લગ્ન કરશે.
  • ભાઈ બહેન વચ્ચે પણ લગ્ન થશે. 
  • પિતા- પુત્રી વચ્ચે પણ ખોટા સંબંધ થશે.
  • પુરુષ મલેચ્છ વેશ ધારણ કરશે અને સ્ત્રી અત્યંત કામુક અને મ્લેચ્છીન રૂપ ધારણ કરશે. 
  • પુરુષ પણ સંતાન  પ્રસવ કરશે (પુરુષમાંથી સ્ત્રી બનીને) 
  • પરુષ માથા ઉપરના કેશ રાખશે, પરંતુ કાન ઉપરના કેશ કપાવી નાંખશે.
  • મામી અને ભાણેજના લગ્ન થશે. 
  • કાકી અને ભત્રીજાના લગ્ન થશે. 
  • મામા અને ભાણીના લગ્ન થશે.
  • બધા પશ્વિમી સભ્યતા અપનાવશે અને તેના અનુસાર જ વેશભૂષા ધારણ કરશે. 
  • જમાઈ અને સાસુના મધ્ય શારીરિક સંબંધો બંધાશે.
  • વિવાહીત સ્ત્રીઓ માથામા સિંદુર અને હાથમાં બંગડીઓ નહી પહેરે. 
  • કળિયગુમાં કોઈપણ મનુષ્ય શત પ્રતિશત આયુનો ભોગ નહી કરે.
  • ગીતા, ભાગવત, શાસ્ત્ર અને પુરાણોને છોડી, માનવ સમાજ કામશાસ્ત્રનુ અધ્યયન કરશે. 
  • માતા તુલસીની પુજા બંધ થઈ જશે.
  • ગ્રામ દેવી અને કુળદેવીની પુજા બંધ થઈ જશે. 
  • સમાજમાં મિથ્યાવાદીઓની સંખ્યા વધી જશે.
  • પાપી, ભ્રષ્ચાચારી અને અજ્ઞાની લોકોને સમાજમાં સમ્માન મળશે. 
  • વિવાહમાં કોઈ ઉંચ નીચ, જાતિ અજાતિ, ધર્મ અને વર્ણ નહી રહે.
  • ઓછી આયુનો પુરુષ મોટી સ્ત્રી સાથે લગ્ન કરશે. 
  • જ્ઞાની સજ્જન ગાયત્રી મંત્ર છોડી છળ કપટ અને કાળી વિદ્યાનું પઠણ કરશે.
  • રક્ષક જ ભક્ષક બનશે (ગરુડ પક્ષી અનાજ ખાશે.) 
  • સંસારમાંથી વેદ માર્ગ વિલોપ થઈ જશે.
  • સ્ત્રી માથાના વાળ ખુલ્લા રાખી ફરશે. યુવા નારી નગ્ન થવુ અને અંગ પ્રદર્શન કરવુ પસંદ કરશે. 
  • સ્ત્રી પોતાના શરીરનો સોદો કરી પેટ ભરશે. 
  • કળિયુગના અંત સમયે રાજાશાહી નહી રહે. 
  • મનુષ્ય એકાદશીનુ વ્રત રાખશે પરંતુ માંસાહારી ભોજન કરશે.
  • ઘણા લોકો નિર્માલ્ય (જગન્નાથજીના મહાપ્રસાદ) ની સાથે દારુ અને માંસ ખાશે.
  • અસમયે લોકો આહાર, વિહાર અને નિંદ્રા કરશે.
  • અસમય સંભોગથી સંતાન ગર્ભમાં જ મૃત્યુ પામશે. 
  • કિશોર અવસ્થામાં બાળકીઓ ગર્ભપાત કરાવશે.
  • પારકી સ્ત્રીનુ હરણ થશે અને તેની સાથે રમણ કરશે. 
  • સંસારમાં બધા પરિવારોમાં અશાંતિનું વાતાવરણ રહેશે.

(ખ)પ્રકૃતિ અને પંચભૂતોમાં આવનાર પરિવર્તનઃ 

  • મધ્ય રાત્રિમાં કોયલ ગાશે.
  • અસમયે આંબાના ઝાડ પર ફૂલ આવશે. 
  • અસમયે લીમડાના ઝાડ પર ફૂલ અને ફળ લાગશે.
  • અલગ અલગ વૃક્ષમાં વ્યતિક્રમથી અલગ અલગ ફળ અને ફુલનું પરિપ્રકાશ થશે. જેમ કે તુલસી ના વૃક્ષ પર જાસુદ નું ફૂલ આવવું, બટાકા ના વૃક્ષ પર ટામેટા થવા વગેરે.  
  • વાંસના વૃક્ષમાં ધાન ઉગશે.
  • ખેતરમાં અનાજને કીડા ખાઈ જશે. 
  • ખેતરોમાં અનાજ ઓછુ ઉગશે.
  • અનેક સ્થાનો પર અકાળ પડશે. 
  • વજ્રપાતથી અસંખ્ય મનુષ્ય અને જીવજંતુ મરશે.
  • ગૌ માતાની અકાલ મૃત્ય થશે. 
  • મનુષ્યો અને જીવ જંતુઓમાં અજાણી બીમારીઓ ફેલાશે.
  • પૃથ્વી પર ૬૪ પ્રકારની મહામારી આવશે. 
  • ઋતુઓમાં અસમય પરિવર્તન થશે, કેવળ ૧૩ દિવસોમાં ૬ ઋતુઓનો ભોગ થશે.
  • નદીઓમાં અસમય પુર આવશે. 
  • સૂર્યનો તાપ ૧૦ ગણો વધી જશે.
  • દિવસના સમયે ધુમ્મસ છવાઈ જશે. 
  • વારંવાર તોફાનો આવશે અને તોફાનોને કારણે વારંવાર સમુદ્ર કિનારાની સીમાનુ ઉલ્લઘંન કરશે.
  • રણપ્રદેશ માં પૂર આવશે. 
  • ભારે વરસાદથી પર્વતો ઉપર પૂર આવશે જેના કારણે જીવ હાની થશે.
  • જળચર અને સમુદ્રના પ્રાણી ખૂબ મરશે. 
  • અસંખ્ય વન્ય પ્રાણી શહેરોમાં આવીને મનુષ્યોને નુકશાન પહોંચાડશે.
  • સૂર્યની ગરમીથી ઉત્તર અને દક્ષિણ મેરુની બરફ ઓગળવા લાગશે. 
  • વનમાં આગથી અસંખ્ય પ્રાણીઓ મરશે.
  • પૃથ્વીના દરેક ખુણામાં દરરોજ ભૂકંપો આવશે. 
  • દિવસે શિયાળ અવાજ કરશે.
  • કુકડાના મુકુટનો રંગ લાલથી સફેદ થઈ જશે. 
  • વૈશાખ માસમાં કમળ ખીલશે.
  • ચારે દિશાઓમાં ધુમ્મસ છવાયેલો રહેેશે. 
  • પૃથ્વીના સમતળ અને પહાડી ક્ષેત્રોમાં વાદળ ફાટીને વરસાદ થશે.
  • દર મહીને પૃથ્વીના કોઈના કોઈ ખુણામાં તોફાન, ચક્રવાતી તોફાન આદિ આવશે. 
  • પૃથ્વી પર ઘણા બધા નવા અને સુપ્ત આગ્નેય ગિરી (જ્વાલામુખી) પણ જાગૃત થવા લાગશે.
(ગ) ગ્રહ નક્ષત્રોમાં આવનાર પરિવર્તન 
  • ચંદ્રમાની કિરણો ઝાંખી દેખાવા લાગશે. 
  • સૂરજની કિરણો તેજ થઈ જશે.
  • વારંવાર પક્ષમાં પરિવર્તન થઈ ૧૩ દિવસવાળા પક્ષ પ્રકાશ થશે. 
  • વારંવાર આકાશમાંથી ઉલ્કા પિંડ પૃથ્વી પર પડશે.
  • એકથી વધારે વાર એક જ દિવસે અમાસ અને સંક્રાંતિ આવશે. 
  • એકથી વધારે વાર એક જ દિવસે પૂર્ણિમા અને સંક્રાંતિ આવશે.
  • એક પક્ષના અંતરમાં જ અમાસ પર સૂર્ય ગ્રહણ અને પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ દેખાશે.
  • અસમયે સૂર્યની ચારે તરફ વલય અને ચંદ્રની ચારે તરફ વલય દેખાશે. 
  • વારંવાર ગ્રહ નક્ષત્રોમાં અસ્વાભાવિક ચલન દેખાશે.
  • સૂર્યનો તાપ ૧૦ ગણો વધી જશે. 
  • ગ્રહોની ચલણની ગતિમાં વારંવાર પરિવર્તન દેખાશે.
  • ગ્રહ અને નક્ષત્ર સ્થિતિ અનુસાર નહી રહે. 
  • સાત દિવસ અને સાત રાત્રિ સુધી સૂર્ય અને ચંદ્રમાં દેખાશે નહી, સર્વત્ર અંધકાર રહેશે.
  • પરવર્તી સમયમાં ભગવાન કલ્કિ દ્વારા નવો સૂર્ય, નવો ચંદ્ર અને નવા નક્ષત્રોની સ્થાપના થશે. 
(ઘ) આધ્યાત્મિક પરિવર્તનઃ
  • ઘણા બધા મંદિરો ઉપર વ્રજપાત થશે. (વીજળી પડશે) 
  • ઘણા મંદિરોની ધ્વજા વ્રજપાતથી બળી જશે.
  • વિભિન્ન મંદિરોમાં ચોરી અને લુંટ થશે તથા મૂૂર્તિઓ પણ ચોરાશે. 
  • મંદિરની અંદર પણ લોકો દુષ્કર્મ કરશે.
  • માંસાહાર અને મદ્યપાન કરી પુજારી મંદિરોમાં પૂજા કરશે. 
  • વિભિન્ન મંદિરો અને આધ્યાત્મિક સ્થાનો પર આધ્યાત્મિક વાતાવરણ નહીં રહે.
  • લોગો પણ માંસાહાર અને મદ્યપાન કરી મંદિરોમાં પ્રવેશ કરશે. 
  • દેવી દેવતાઓના રહેતા પણ મંદિરોની સુરક્ષા અને દેખરેખ નહીં થાય.
  • સ્થાન સ્થાન પર દેવી દેવતાઓની પુજા નહી થાય.
  • આ બધા પાપ કર્મોના કારણે દેવ દેવતા ગામ છોડી ચાલ્યા થશે.
  (ડ) ગુરુ શિષ્ય અને સાધુ સંતોની રૂપરેખાઃ 
  • પોતાનુ પેટ પાળવા અસંખ્ય લોકો ગુરુ પરંપરાની શરૂઆત કરશે.
  • ગુરુને શાસ્ત્ર પુરાણનું જ્ઞાન નહી હોય. 
  • તંત્ર સાધના કરી અમુક લોકો ગુરુ બની જશે.
  • ભૂત, પ્રેત, પિશાચનું નિવારણ કરનારા સમાજમાં મોટા ગુરુ બનશે. 
  • ગુરુ પરંપરામાં માંસાહાર અને મદ્યપાન માન્ય ગણાશે.
  • ઉંચી જાતિના લોકો હાથમાં લાકડી લઈ માછલી પકડશે અને કસાઈનું કામ કરશે. 
  • બ્રહ્મચારી બ્રહ્મચર્યનુ પાલન નહી કરે.
  • પિતા માતા દ્વારા આપેલા નામને બદલી તેની આગળ સંત, સ્વામીજી દાસ, મહારાજ આદિ ઉપાધિ જોડી પોતાને ઠાકુર / મહાપુરુષ કહેડાવશે.
  • ભગવા રંગના વસ્ત્ર પહેરી પોતાને ગુરુ કહેશે. 
  • પોતાની અસત્ય મહિમાનો પ્રચાર કરશે.
  • પોતાની શિષ્યા સાથે કામભોગ કરશે. 
  • ગુરુ બની પોતાને ભગવાનનો અવતાર કહી આત્મ ઘોષણા કરશે.
  • નકલી શંખ - ચક્ર બતાવી પોતાને કલ્કિ ભગવાન બતાવી લોકોને લુંટશે. 
  • ગુરુ પોતાના શિષ્યની પત્નિનો પણ ભોગ કરશે.
  • પોતાને ગોપાલ અને પોતાની શિષ્યાને ગોપી કહી ગુરુ બનેલા લોકો પોતાની કામ વાસનાને ચરિતાર્થ કરશે.
  • ગુરુ પોતાને ભગવાન નારાયણ બતાવી શિષ્ય, શિષ્યાને મુક્તિ પ્રદાન કરવાની લાલચ આપી પોતાની ચરણ સેવા કરાવશે. 
  • પોતાના માથે જટા બંધી પોતાની જાતને સંત બતાવશે અને લોકોને લુંટશે. 
  • અજ્ઞાની, અનપઢ, ગવાર અને આળસી લોકો પોતાને ભગવાનના દાસ કહેશે અને ખભા ઉપર જનેઉ (જનોઈ) ધારણ કરી લોકોને લુંટશે. 
  • ગુરુઓ ધની લોકોને પોતાના શિષ્ય બનાવશે.
  • શિષ્ય શિષ્યાની સંપત્તિથી ગુરુ બનેલા ઠગ જલસા કરશે. 
  • શિષ્ય શિષ્યાનુ ધન લઈ દક્ષિણામાં આવા જુઠા ગુરુ તેમને વૈકુંઠમાં સ્થાન આપવાનો ઢોંગ કરશે. 
  • સુંદર નારિયોને વિભિન્ન પ્રલોભન આપી પોતાની શિષ્યા બનાવી તેમની સાથે પોતાની કામવાસના પૂર્ણ કરશે. 
  • આવા ઢોંગી ગુરુઓ માત્રને માત્ર ધન, સંપત્તિ અને સ્ત્રીસંગના જ શોખીન હશે.

આ રીતે યુગના અંતમાં સંસારમાં ઘણા બધા પરિવર્તન થશે અને વ્યતિક્રમ (ઉલ્લંઘન) જોવા મળશે. ભવિષ્ય માલિકામાં મહાપુરુષ પંચસખાઓએ કહ્યું છે કે કળિયુગ સંપૂર્ણ ખતમ થવા પર આ બધા લક્ષણ દેખાશે. અત્યારે આ બધા લક્ષણ આપણને જોવા મળે છે. આમાંથી માત્ર અમૂક જ લક્ષણના પ્રમાણ મળવાના બાકી છે. અતઃ આપણે એમ કહી શકીએ કે કળિકાળ સંપૂર્ણરૂપે સમાપ્ત થઈ ચુક્યો છે. અને આ સંગમયુગ કે યુગ સંધ્યાનો સમય ચાલી રહ્યો છે.

 

"જય જગન્નાથ"