યુગ ચક્રના આધાર પર પહેલો સત્ય યુગ, બીજો ત્રેતા યુગ, ત્રીજો દ્વાપર યુગ અને અંતમાં કળિયુગનુ આગમન થાય છે. વર્તમાન સમયમાં કળિયુગની સંપૂર્ણ આયુ સમાપ્ત થઈ ગઈ છે અને યુગ સંધ્યા સમય ચાલી રહ્યો છે. કોઈ પણ યુગનો અંત અને એક નવા યુગનો પ્રારંભ સમયને યુગ સંધ્યા અથવા સંગમ યુગ કહેવાય છે. કળિયુગની આયુ મનુસ્મૃતિના આધાર પર ૪૩૨૦૦૦ વર્ષની મનાય છે. પરંતુ મનુષ્ય કૃત્ય ઘોર પાપ કર્મોને કારણ ૪૨૭૦૦૦ વર્ષો ક્ષય થઈ જશે અને માત્ર ૪૮૦૦ વર્ષ જ ભોગ થશે એવું વર્ણન મળે છે.
મનુસ્મૃતિના અનુસાર નીચેના શ્લોક આનું પ્રમાણ આપે છે.
चत्त्वार्य्जाहु सहस्राणि वर्षाणां तत्कृतम्युगम्
तस्य तवच्छता संध्या संध्यां शश्च तथा विधः
અર્થાત્, ચાર હજાર વર્ષો પછી સત્યયુગ આવે છે. આ ચાર હજાર વર્ષની પરમાયુ તથા તેની સંધ્યા અને સંધ્યાશનો કાળ એટલો જ શત વર્ષ હોય છે.
અર્થાત્
કળિયુગની આયુ ૪૦૦૦ વર્ષ
આરંભ અને અંતમાં બે સંધ્યા – ૪૦૦ * ૨ = ૮૦૦ વર્ષ
કુલ મળીને ૪૮૦૦ વર્ષ કળિયુગનો ભોગાભોગ સમય છે.
કાળાંતરમાં પંચ સખાઓમાંથી અન્યતમ સખા, શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા ભગવાન શ્રી વિષ્ણુજીના મહાપભ્રુ નિરાકાર (શ્રી જગન્નાથજી) ના નિર્દેશથી કળિયુગની આયુ અથવા ભોગાભોગ સમયને મનુસ્મૃતિનાં વર્ણિત્ ૪૮૦૦ વર્ષને પુનઃ બદલીને ભવિષ્ય માલિકામાં ૫૦૦૦ વર્ષ લખ્યો છે.
“चारि लक्ष जे बतिश सहस्त्र,
कलियुग र अटइ आयुष।
पाप भारा रे कलि तुटि जिब,
पांच सस्र कलि भोग होइब।“
ઉપર કહેલી પંક્તિઓમાં અચ્યુતાનંદ દાસજી મહારાજ કહે છે કે કળિયુગની આયુ ૪૩૨૦૦૦ વર્ષની છે. પંરતુ મનુષ્ય કૃત પાપ કર્મોને કારણે તેની આયુ ક્ષય થઈને માત્ર ૫૦૦૦ વર્ષ થઈ જશે. વર્તમાનમાં માતા બિરજા પંજિકા, જગન્નાથ પંજિકા, કોહિનૂર પંજિકા આદિના હિસાબથી કળિયુગની આયુનો પ્રારંભથી આજ સુધી ૫૧૨૫ વર્ષ ભોગ ચાલી રહ્યો છે. આનો અર્થ એ છે કે, કળિયુગ સંપૂર્ણરૂપે સમાપ્ત થઈ ગયો છે અને આપણે યુગ સંધ્યા અથવા સંગમ યુગમાં પદાર્પણ કરી ચૂક્યા છે. આ કારણે વર્તમાન સમયમાં માનવ સમાજના કલ્યાણ હેતુ ભવિષ્ય માલિકા ગ્રંથની અતિ આવશ્યકતા છે પુનઃ મહાપુરુષ અચ્યુતાનંદ દાસજી (સુદામાજી) ભવિષ્ય માલિકામા કહે છે.
“संसार मध्यरे केमंत जाणिबे नर अंगे देह बहि
गत आगत जे युग र ब्यबस्था समस्तन्कु जणा नाहीं
-(शिवकल्पनवखंडनिर्घण्ट)
મહાપુરુષ અચ્યુતાનંદ દાસજી મહારાજે માલિકા ગ્રંથ – શિવ કલ્પ નવ ખંડ નીર્ધણ્ટમાં વર્ણન કર્યુ છે. મનુષ્ય માયા મોહમાં ભ્રમિત થઈ યુગ પરિવર્તન અથવા તેના આદિ અંતમાં આવનાર આપદા સંબંધી વાતો જાણી નહી શકે. જ્ઞાનિ સજજન પણ પથભ્રષ્ટ અને ભ્રમિત થઈ જશે અને આધ્યાત્મિક પરિવેશમાં પણ મોટી મોટી વાતો કરશે કે હજી તો કળિયુગની માત્ર બાલ્યાવસ્થા જ ચાલે છે.
“उदयति: यदि भानु पश्चिम दिग बिभागे,
बिकशति यदि पद्म पर्वतानां शिखाग्रे।
प्रचलति यदि मेरु शितो तापती बन्ही,
नटलतिं खडू बाक्य सज्जनानां कदाचित।“
અર્થાત્
આવનાર સમયમાં સૂર્યદેવ પશ્વિમમાં ઉદય થઈ શકે છે. પર્વત શિખર પર કમળ ઉગી શકે છે. મેરુ પર્વત દક્ષિણથી ઉત્તરમાં જઈ શકે છે, અગ્નિ ઠંડક પ્રદાન કરી શકે છે, પરંતુ માલિકા ગ્રંથમાં વર્ણિત અચ્યુતાનંદ દાસજીની વાણી અથવા કોઈપણ સંત સજ્જન અને મહાપુરુષોની વાણી કદાચિત બદલી શકાતી નથી.
“જય જગન્નાથ”