શ્રીમદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યુ છે કે,
“यदा यदाहि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४–७॥परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४–८॥”
અર્થાત્
જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, ત્યારે ત્યારે હું આવું છુ. જયારે જ્યારે અધર્મ વધે છે, ત્યારે ત્યારે સજ્જન લોકોની રક્ષા માટે અને દુષ્ટોના વિનાશ કરવા હું પ્રકટ થઉ છુ, હું અવતાર ધારણ કરુ છું
ધર્મની સંસ્થાપના કરવા માટે હું યુગ યુગમાં માનવરૂપમાં જન્મ લઉ છું.
ગોસ્વામી તુલસીદાસજીએ પોતાના ગ્રંથ રામચરિત માનસમાં પણ કહ્યુ છે કે,
“जब–जब होई धरम की हानी,
बाढ़हि असुर अधम अभिमानी,
तब–तब धरि प्रभु विविध शरीरा,
हरहि दयानिधि सज्जन पीरा“
અર્થાત્
જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અસુર દુરાચારી લોગોનો અધર્મ, અત્યાચાર, દુરાચાર વધી જાય છે. ત્યારે ત્યારે કૃપાનિધાન ભગવાન, વિષ્ણુ વિભિન્ન શરીર એટલે અવતાર ધારણ કરે છે, અસુરોનો સંહાર કરી, સાધુ, સંત, મનુષ્ય, દેવતાઓનો ઉદ્ધાર કરે છે.
આ જ રીતે ભગવાન વિષ્ણુએ વિભિન્ન યુગમાં વિભિન્ન અવતાર લીધા છે. તેમાંથી સત્યયુગમાં ભગવાન નારાયણે ૫ અવતાર લીધા હતા. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ અને વામન.
ત્રેતા યુગમાં ભગવાન નારાયણે બે અવતાર લીધા હતા – રામ અને પરશુરામ. દ્વાપરમાં પણ ભગવાન નારાયણે બે અવતાર લીધા હતા – શ્રીકૃષ્ણ અને શ્રી બળરામ (ભગવાન શ્રીકૃષ્ણ કોઈ અવતાર નથી તે તો સ્વયં પરમ પુરુષ પુર્ણ પુરુષોતમ છે.) આ કળિયુગમાં ભગવાન નારાયણ કુલ ૩ (ત્રણ) અવતાર લેશે. એવુ શાસ્ત્રોમાં કહ્યુ છે. આમાંથી બે અવતારોનુ વર્ણન તો આ દસ અવતારોમાં કરેલુ છે. કવિ જયદેવજી મહારાજના ગીત ગોવિંદ તથા ભાગવત શાસ્ત્ર આદિ અનેક ગ્રંથોમાં દશાવતારના વિષયમાં વર્ણન મળે છે. આ દશાવતારોનુ સંક્ષિપ્ત વર્ણન નીચે મુજબ છે.
મત્સ્ય અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ભગવાનના મત્સ્ય અવતારના વિશે વેદવ્યાસજી મહારાજ લખે છે.
“आसीदतीतकल्पान्ते ब्राह्मो नैमित्तिको लयः।
समुद्रो पप्लुतास्तत्र लोका भुरादयो नृप।।
काले नागतनिद्रस्य धातुः शिशयिषोर्बली।
सुखतो निःशृतान वेदात्हयग्री वोन्धन्तिकेन्धहरत्।।
ज्ञात्वा तहदानबेन्द्रस्यह यग्रीवस्य चेष्टितम्।
दधार शफरीरूपं भगवान हरिरीश्वर।।
अतीत प्रलयापाय उत्थिताय स बेधसे।
हत्वासुरं हयग्रीवं वेदान्प्रत्याहरंधरिः।।“
(श्रीमद्भागवत महापुराण–मत्स्यावतार कथा–अष्टमःस्कन्ध– चतुर्विंशोऽध्यायः)
શ્રી જયદેવજી મહારાજ પણ મતસ્ય અવતારના વિષયમાં ગીત ગોવિંદ લખે છે કે
“प्रलय पयोधि जले धृतवानसि वेदम् । विहित वहित्र चरित्रमखेदम् ।।
केशव धृत मीन शरीर जय जगदीश हरे ।।“
અર્થાત્
મત્સ્ય અવતારમાં પ્રકટ થઈ ભગવાન વિષ્ણુએ મનુની નૌકા દ્વારા માનવ જાતિને વિનાશકારી પ્રલયથી બચાવી તેની રક્ષા કરી. તેમના જ માધ્મયથી ભગવાન વિષ્ણુએ ધર્મ સંસ્થાપનાનુ કાર્ય કર્યુ હતુ.
એક દાનવ હયગ્રીવે વેદોને ચોરી લીધા હતા. અને સ્વયંને સમુદ્રના જળમાં સંતાડી દીધો હતો. ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લઈ હયગ્રીવને મારવા માટે તેની સાથે ભયંકર યુદ્ધ કર્યુ અને અસુરને મારી વેદોનો ઉધ્ધાર કરી., તેમને ભગવાન બ્રહ્માજીને પાછા આપ્યા. મત્સય અવતારમાં ભગવાન શ્રી હરિએ સપ્ત ઋષિયોનો પણ ઉદ્ધાર કર્યો.
કૂર્મ અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં મહર્ષિ વેદ વ્યાસજી મહારાજે કચ્છપ અવતારના વિષયમાં લખ્યુ છે કે
“पृष्ठे भ्राम्यदमन्दमन्दरगिरि– ग्रावाग्रकण्ड्वयनानिद्रालो
कमठाकृतेर्भगवतः श्वासानिलाः पान्तु वः।
यतसंस्कार कलानुवर्त्तन बशाद्बे लानिभेनायसां
जतायातमतंद्रितं जलनिधेर्नाद्यापि विश्राम्यति ।।” –
-(श्रीमद्भागवतपुराणम्/स्कंध: १२/अध्यायः१३)
અર્થાત્
કૂર્મ (કાચબા) અવતારમાં ભગવાન વિષ્ણુએે સ્વયંને ક્ષીર સમુદ્રના તળમાં જઈ સમુદ્ર મંથન સંભવ બનાવા પોતાની પીઠ ઉપર મંદરાચળ પર્વતને ટેકો આપ્યો જેથી મંદરાચળને ઘુરી બનાવી સમુદ્ર મંથન થઈ શકે.
સમુદ્ર મંથનથી અમૃત પ્રાપ્ત કરાવી ભગવાન શ્રી હરિએ દેવતાઓને અમૃતપાન કરાવ્યુ અને તેમને અજર અમર બનાવી દીધા.
શ્રી જયદેવજી મહારાજ પણ કૂર્મ અવતારના વિષયમાં ગીત ગોવિંદ લખે છે કે
“क्षितिरति विपुल तरे तव तिष्ठति पृष्ठे । धरणिधरणकिण चक्र गरिष्ठे ।।
केशव धृत,कच्छप रूप, जय जगदीश हरे ।।“
પૃથ્વી ઉપર અંધકાર છવાઈ ગયો હતો. ત્યારે શ્રી હરિએ કૂર્મ અવતાર લઈ પૃથ્વીને પોતાની પીઠ ઉપર ઉપાડી તેને સૂર્યની કક્ષ પથ પર સ્થાપિત કરી, જેથી પૃથ્વી પર પ્રકાશ છવાઈ ગયો અને અંધકારનો નાશ થયો.
વરાહ અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી વેદ વ્યાસજી મહારાજ વરાહ અવતારના વિષયમાં લખે છે કે,
“तमालनील॰ सितदंतकोट्या
क्ष्मामुक्षिपंत॰ गजलीलयांग ।
प्रज्ञाय बंध्धाजलयोंधनुवाकै–
र्बिरंचि मुख्या उपतस्थुरीशम् ।।“
શ્રી જયદેવજી મહારાજ પણ વરાહ અવતારના વિષયમાં ગીત ગોવિંદ લખે છે કે
वसति दशन शिखरे धरणी तव लग्ना । शशिनि कलंक कलेव निमग्ना ।।
केशव धृत सूकर रूप जय जगदीश हरे ।।“
અર્થાત્
હિરણ્યાક્ષ નામના એક રાક્ષસે પૃથ્વીને સમુદ્રની અંદર રસાતળમાં સંતાડી દીધી હતી. ત્યારે પૃથ્વીની રક્ષા હેતુ ભગવાન વિષ્ણુ સૂકર(વરાહ) રૂપ ધારણ કરી હજારો વર્ષોના યુદ્ધ પછી હિરણ્યાક્ષનો વધ કરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો.
નરસિંહ અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં મહર્ષિ વેદવ્યાસજી મહારાજ નરસિંહ અવતારના વિષયમાં લખે છે કે,
“दिबिस्पृशत्काय मदिर्घपी बरग्रीबोरुबक्षःस्थलमलुमध्यमम् ।
चन्द्राशुगौरैश्चुरितं तद्वरुहैर्विष्वराभुजादिकशतं नखायुद्धम् ।।
विष्वक्स्पुरन्तं ग्रहणातुरं हरिर्ब्यालो यथान्धन्धखु॰कुलिशाक्षतत्वचम् ।
द्वार्य्वर आपात्य ददार लीलया नखैर्यथाहिं गरुड़ों महाविषम् ।।“
-(भागवत पुराण –स्कंध 7-अध्याय 8: श्लोक 29)
શ્રી જયદેવજી મહારાજ પણ ગીત ગોવિંદમાં ભગવાન નરસિંહ અવતારના વિષયમાં કહે છે કે,
“तव कर कमलवरे नखमद्भुतशृंगम् । दलित हिरण्यकशिपु तनु भृंगम् ।
केशव धृत नरहरि रूप, जय जगदीश हरे ।।“
અર્થાત્
નરસિંહ અવતારમાં ભગવાન શ્રી વિષ્ણુએ અડધા નર અને અડધા સિંહના રૂપમાં પ્રકટ થઈ ભક્ત પ્રહલાદને તેમના પિતા દાનવરાજ હિરણ્યકશિપુના અત્યાચારોમાંથી બચાવ્યા હતા. હિરણ્યકશ્યપુને વરદાન હતો કે તેને ના કોઈ મનુષ્ય, ના પશુ, ના વાયુ, ના જળ, ના ઘરની અંદર, ના ઘરની બહાર, ના દિવસે, ના રાત્રે, ના અસ્ત્ર, ના શસ્ત્રથી મારી શકે. એથી એ પોતાને અમર સમજી બેઠો. ભગવાન નરસિંહ એક સ્તંભ થી પ્રગટ થઈ એને પોતાના ખોળામાં લઈ પ્રવેશદ્વાર પર લઈને પોતાના નખોથી પેટ ફાડીને એનુ વધ કર્યુ અને ધર્મને રક્ષણ આપ્યુ.
વામન અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણોમાં વેદ વ્યાસજી મહારાજ વામન અવતારના વિષયમાં લખે છે કે,
“यत्तद्ब पुर्भात बिभुषणायुधैरब्यक्तचिद्ब्यक्तमधारयन्धरिः।
बभुव तेनैब स वामनो बटुः संपश्यतेर्दिव्यगतिर्यथा नटः“
-(श्रीमद्भागवतपुराण–अष्टमःस्कंधःअष्टादशोऽध्यायःश्लोक 12)
“धातु कमंडलुजलं तदरुक्रमत्स्य,
पादाबनेजन पवित्रतया नरेन्द्र ।
स्वर्धुन्यभून्वभसि पतती निमार्ष्टि,
लोकत्रयं भगवतो बिशदेव कीर्ति ।।“
-(श्रीमद्भागवतमहापुराण/स्कंध०८/अध्यायः२१)
શ્રી જયદેવજી મહારાજ પણ ગીત ગોવિંદમાં ભગવાના વામન અવતારના વિષયમાં કહે છે કે,
“छलयसि विक्रमणे बलिमद्भुतवामन । पदनखनीरजनित जन पावन ।।
केशव धृत वामन रूप, जय जगदीश हरे।।“
અર્થાત્
આ અવતાર (એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં છત્રધારણ) માં ભગવાન શ્રી વિષ્ણુએ વામન (બટુક) બ્રાહ્મણનુ સ્વરૂપ લીધુ હતુ. ઈન્દ્રના સામ્રાજયને અસુર રાજ બલિ પાસેથી પુનઃ પ્રાપ્ત કરવા ભગવાને આ લીલા કરી હતી.
વામન સ્વરૂપ લઈ ભગવાન શ્રી હરિ મહારાજ બલિ પાસે યાચક બ્રાહ્મણ બનીને ગયા અને ત્રણ પગ પૃથ્વી માંગી તેમણે બલિનુ સામ્રાજય લઈ ઈન્દ્રને આપી દીધુ તથા બલિની ઉદારતા અને ભક્તિથી પ્રસન્ન થઈ શ્રી હરિએ બલિને પાતાલ લોકનુ સામ્રાજ્ય આપી દીધુ.
પરશુરામ અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રીદેવ વ્યાસજીએ લખ્યુ છે કે,
“अवतारे षोड़शमे पश्यन ब्रह्मद्रुहनृपान ।
त्रिसप्तकृत्वः कृपितोनिः क्षत्रा मकरोन महीम् ।।“
“आस्तेन्धद्यापि महेंद्रादै न्यस्तदण्डः प्रशान्तधीः ।
उपगियमानचरितः सिन्दगन्धर्वचारणैः ।।
एवं भृगुषु बिश्वात्मा भगवान हरिरीश्वरः ।
अबतीर्य परं भारं भुबोन्धहन बहुशोनृपान् ।।“
અને ગીત ગોવિંદમાં શ્રી જયદેવજી મહારાજે ભગવાન વિષ્ણુના પરશુરામ અવતારના વિષયમાં લખ્યુ છે કે,
“क्षत्रियरुधिरमये जगदपगतपापम् । स्नपयसि पयसि शमित भवतापम् ।।
केशव धृत भृगुपति रूप, जय जगदीश हरे ।।“
અર્થાત્
ભગવાન વિષ્ણુએ ત્રેતાયુગમાં પરશુરામ અવતાર લીધો હતો અને આ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હતો.
આ અવતારમાં પ્રભુએ ક્ષત્રિયોના રક્તથી જગતના પાપ અને તાપ શાંત કર્યા હતા. પોતાના પિતાના આદેશથી પ્રભુએ ૨૧ વાર પૃથ્વીથી ક્ષત્રિયોનો નાશ કરી ક્ષત્રિયોથી મુકત કરી હતી.
રામ અવતાર :
મહર્ષિ વેદવ્યાસજીએ ભાગવત મહાપુરાણમાં લખ્યુ છે કે,
“ततः प्रजग्मुः प्रशमं मरुद्गणा,
दिशःप्रसेहुर्विमल नभोन्ध्धभवत् ।
मही चकंम्पे न च मारुतो बबै,
स्थिर प्रभश्चाप्यभवत्दिवाकरः ।।“
-(रामायणम् / युद्धकाण्डम् / सर्गः१११)
એવી રીતે અધ્યાત્મ રામાયણમાં પણ નિમ્નલિખિત વાક્યમાં લખાયુ છે કે,
“एवं स्तुत स्तु देवेशो विष्णुस्तिदशपुंगवः।
पितामह पुरोगांस्तान्सरवलोकनमस्कृतः।।“
“अब्रबीत त्रीदशान सर्वान समेतान्धर्मसंहितान् ।
सपुत्रपौत्रं सामात्यं समन्तिज्ञातिबांधवम् ।।
हत्वा कुरंदूराधर्षं देवर्षीणां भया बहम् ।
दशवर्षश हस्राणि दशवर्ष शतानि च ।
वत्स्यामि मानुषे लोके पालयन्पृथिवीमिमाम् ।।
रावणेन हृतं स्थानमस्काकं तेजसा सह,
त्वयाद्य निहतो दुष्टः पुनः प्राप्तं पदं स्वकम् ।।“
અને શ્રી જયદેવજી મહારાજે ગીત ગોવિંદમાં રામ અવતારના વિષયમાં લખ્યુ છે કે,
“वितरसि दिक्षु रणे दिक्पतिकमनीयम् । दशमुख मौलिबलिं रमणीयम् ।।
केशव धृत रघुपति वेश, जय जगदीश हरे ।।“
અર્થાત્
આ ભગવાનનો સાતમો અવતાર ગણાય છે. આ અવતારમાં ભગવાન શ્રી રામનો ઉલ્લેખ ધનુષ અને બાણ સાથે છે. પભ્રુ શ્રી રામે દશાનન રાવણને મૃત્યુના ઘાટ ઉતારી સીતા માતાને બંધનથી મુક્ત કર્યા. આ ઘટના ત્રેતાયુગની પ્રમુખ ઘટના હતી. આ કાર્યમાં પ્રભુની સાથે લક્ષ્મણ અને હનુમાનજી રહ્યા હતા. જેનો ઉલ્લેખ રામાયણમાં પણ છે. પ્રભુ શ્રી રામનુ જીવન નૈતિક ઉત્કૃષ્ટતા, વિવાહની સ્થિરતા, પ્રજા પાલન શ્રેષ્ઠ ગણાય છે. તેઓ વીર અને પ્રતાપી યોદ્ધા હતા. જેના કારણે તેમના રાજ્યને આજે પણ આદર્શ રાજ્ય, રામ રાજ્યથી બોલાવાય છે.
બળરામઅવતારઃ
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી વ્યાસદેવજી લખ્યુ છે કે,
“स आजुहाब यमुनां जलक्रीड़ार्थमीश्वरः।
निजं बाक्यमनादृत्य मभ रत्यापगां बलं ।
अनागतां हलाग्रेण कुपितो बिचकर्ष ह ।।
पापे त्वं मामवज्ञांय यन्नायासि मयान्ध्धहुता ।
नेष्ये त्वां लंगलाग्रेण शतधा काम चारिणीम् ।।
एवं निर्भत्सिता भीता यमुना यदुनंदनम्
उवाच चकिता वाचं पतिता पादयोर्नृप ।।“
-(श्रीमद्भागवतपुराणम्/स्कन्धः१०/उत्तरार्धः/अध्यायः६५)
અને ગીત ગોવિંદમાં શ્રીજયદેવજી મહારાજે ભગવાન વિષ્ણુના આ હળધર અવતારના વિષયમાં લખ્યુ છે કે,
“वहसि वपुषि विशदे वसनं जलदाभम् । हलहतिभीति मिलित यमुनाभम् ।
केशव धृत हलधर रूप, जय जगदीश हरे ।।“
અર્થાત્
દ્વાપર યુગમાં ભગવાન બળરામજીએ ગોપી ગોપાલની સાથે યમુના કિનારે લીલા કરી. તેમણે અસંખ્ય માયાવી અસુરોનો પણ વધ કર્યો અને પૃથ્વીનો ભાર ઉતારવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણની સહાયતા કરી.
બુદ્ધ અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી વેદ વ્યાસજી લખ્યુ છે કે,
“ततः कलै संप्रबृत्ते सम्मोहाय सुरदिक्षाम् ।
बुद्धो नाम्नाजनसुतः कींकटेषु भविष्यति ।।“
-(भागवतस्कंध१अध्याय 6 श्लोक१९–२९)
અને કવિ રાજ જયદેવજીએ ગીત ગોવિંદમાં લખ્યુ છે કે,
“निंदसि यज्ञविधेरहह श्रुतिजातम् । सदयहृदय दर्शित पशुघातम् ।।
केशव धृत बुद्ध शरीर, जय जगदीश हरे ।।“
અર્થાત્
આ અવતાર પ્રભુનુ નવમો અવતાર ગણાય છે. કળિયુગમાં દેવના વિરોધીઓને મોહિત કરવા ઓડીસામાં કીકટનગરમાં અજનના પુત્ર તરીકે જન્મ લીધો હતો (જ્યારે કોઈ પ્રમાણ વગર તેમનો જન્મ નેપાળમાં બતાવવામા આવે છે.) આધુનિક માન્યતા પ્રમાણે ગૌતમ બુદ્ધ જ બુદ્ધ અવતાર છે. કળિયુગમાં અંત પહેલા પ્રભુએ બુદ્ધ અવતાર લઈ પશુ બલીની પ્રથા ને સમાપ્ત કરી ધર્મ સ્થાપનાનુ કાર્ય પૂર્ણ કર્યુ હતુ.
કલ્કિ અવતાર :
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં શ્રી વેદ વ્યાસજી લખે છે કે,
“अथसै युगसंध्यायां दस्युप्रायेषु राजसु,
जनिता विष्णुयशसा नाम्ना कल्किर्जगत्पतिः ।।“
बादैर्वि मोहयति यज्ञकृतोर्न्धदर्हान,
शूद्रान्कलौ क्षितिभुजो न्यहनिश्यदन्ते ।।“
-(श्रीमद्दभागवत–प्रथमःस्कन्धःतृतीयअध्यायश्लोक-25)
અને ગીત ગોવિંદમાં શ્રી જયદેવજી મહારાજ લખે છે કે,
“म्लेच्छ निवह निधने कलयसि करवालम् । धुमकेतु मिव किमपि करालम् ।।
केशव धृत कल्कि शरीर, जय जगदीश हरे ।।“
અર્થાત્
ભગવાન વિષ્ણુના ૧૦ અવતારોમાં કેવળ આ કલ્કિ અવતાર જ બાકી છે. આ કળિયુગમાં ભગવાન કલ્કિ ધૂમકેતુ થી પણ ભયંકરરૂપ ધારણ કરશે. હાથમાં એક મોટી ખડગ (તલવાર) ધારણ કરી, ઘોડા પર સવાર થઈ દુષ્ટો, પાપીઓ, અત્યાચારીઓ, દુરાચારીઓ, મ્લેચ્છોનો વિનાશ કરશે અને પૃથ્વી પર સત્યયુગ માટે ધર્મ સંસ્થાપના કરશે.
ભગવાન શ્રી હરિના આ ૧૦ અવતારોનું વર્ણન છે. આના વાચંનથી શું ફળ મળે છે તેના વિશે શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં લખ્યુ છે –
“शृण्वतां स्वकथां कृष्ण पूर्णश्रवणकीर्त्तनः ।
हृद्यन्तस्थो ह्यभप्राणी सुदुतसताम् ।।
जन्म गुह्य भगवतो य एतत्प्रयतोनरः ।
सायं प्रातः र्गुणन भक्त्या दुःख ग्रामाद्बिमुखते ।।”
-(श्रीमद्भागवतम्प्रथमस्कन्धःद्वितीयोऽध्यायःश्लोक-17)
શ્રી જયદેવજી મહારાજે ગીત ગોવિંદ ગ્રંથમાં ૧૦ અવતાર સ્તોત્રના અંતમા લખ્યુ છે કે,
“श्री जयदेव कवेरिदमुदित मुदारम् श्रृणु सुखदं शुभदं भवसारम् ।।
केशव धृत दशविध रूप, जय जगदीश हरे ।।“
અર્થાત્
૧૦ અવતારોના વાંચન અને શ્રવણ અત્યંત સુખદાયક અને શુભ હોય છે. આના વાંચનથી પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે અને ભવસાગરથી મુક્તિ મળે છે. શ્રી જયદેવ ગોસ્વામી ગીત ગોવિંદમાં અંતમાં લખે છે કે,
“वेदानुद्धरते जगन्ति वह भूगोलते मुद्बिभ्रते,
दैत्यं दारयते बलिं छालयते क्षत्रक्षयं कुर्वते ।
पौलस्त्यं जयते हलं कल्यते कारुण्यमातन्वते,
म्लेच्छान्मूर्च्छयते दशाकृतकृते कृष्णाय तुभ्यं नमः ।।“
અર્થાત્,
હે શ્રી કૃષ્ણ, આપે મતસ્યરૂપ લઈ વેદોનો ઉદ્ધાર કર્યો, મહાકૂર્મ બની સમુદ્ર મંથન કરાવ્યુ અને પૃથ્વીને પીઠ પર ધારણ કરી, મહાવરાહ રૂપ લઈ પૃથ્વીને જળમાંથી ઉદ્ધાર કર્યો, નૃસિંહ રૂપ લઈ હિરણ્યકશિપુ આદિ અસુરોનો વિનાશ કર્યો, વામન રૂપ લઈ રાજા બલિ સાથે છળ કર્યુ. પરશુરામ બની ક્ષત્રિય સંહાર ક્ર્યો. રામ અવતારમાં રાવણને માર્યો, શ્રી બળરામ બની હળને શસ્ત્ર બનાવ્યુ. બુદ્ધ રૂપે કરુણાનો વિસ્તાર કર્યો તથા કલ્કિ રૂપમાં મ્લેચ્છોને મૂર્છિત કરશો. આ રીતે દશાવતારના રૂપમાં પ્રકટિત મહાપ્રભુ શ્રીકૃષ્ણજી, આપના ચરણોમાં હું વંદના કરુ છુ. ભવિષ્ય માલિકા ગ્રંથના રચયિતા મહાપુરુષ અચ્યુતાનંદજી પોતાના ગ્રંથ અષ્ટ ગુજ્જરીમાં લખે છે કે,
“भाव विनोदिया ठाकुर भक्तवत्सलहरि,
भक्तन्क पाईं कलेवर दश मुरती धरि ।“
અર્થાત્
ભગવાન વિષ્ણુ ભક્ત વત્સલ છે, ભાવના ભગવાન છે. ભક્તોના ભાવને જ સમજે છે. યુગ યુગમાં ભક્તોના કલ્યાણ હેતુ દસ અવતાર ધારણ કરે છે
“જય જગન્નાથ”