સુધર્મા સભા ક્યાં યોજાશે?
મહાપુરુષ અચ્યુતાનંદજી અને સંત ભિમોબહીજી દ્વારા લખાયેલ માલિકા અને ભવિષ્ય ગ્રંથની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો–
“ख्यजिबे कष्टथिबा जार घट वृद्ध अंगु जुबाहेबे
कहे भीमबोहि तामर अज्ञानी एकाख्यर माने भज।”
ખ્યજીબે કષ્ટથીબા જાર ઘટ વૃદ્દધ અંગુ જુબાહેબે કહે ભીમબોહી તામર અજ્ઞાની એકાખ્યર માને ભજ.
અર્થ –
જાજપુરની પવિત્ર ભૂમિ જ્યાં આદિ માતા બિરજા મૂર્તિ સ્વરૂપે પ્રત્યક્ષ વિરાજમાન છે, તે પવિત્ર સ્થાન પર ભગવાન કલ્કિના નેતૃત્વમાં “સુધર્મા સભા” યોજાશે. જેઓ પવિત્ર અને ધર્મનિષ્ઠ ભક્તો છે તેઓને સુધર્મા સભામાં ભગવાન મધુસૂદન સાથે બેસવાનો અવસર મળશે.
આ સભા દરમ્યાન ભગવાન જગતપતિ, ભક્તવત્સલ, દીનબંધુ! કલ્કિના આવાહન પર થોડા સમય માટે વૈંકુંઠથી ઉતરશે. મહાદેવીના નેતૃત્વમાં તે તમામ ભક્તોને ક્ષીરસાગરમાં સ્નાન કરવા મોકલવામાં આવશે.
એ પવિત્ર જળમાં સ્નાન કરનારા તમામ ભક્તો જો વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલા હોય કે કોઈ પ્રકારનો રોગ હોય કે કોઈ શારીરિક અક્ષમતા હોય તો તે બધા પવિત્ર ભક્તો તે ક્ષીરસાગરના દિવ્ય જળમાં ડૂબકી મારવાથી યૌવનને પામશે. તે બધા ભક્તો એટલે કે તે બધા દેવતાઓ જે માનવ શરીરમાં છે, તેઓને આ કળિયુગની અસરથી ક્ષીણ થયેલા દેહમાંથી મુક્તિ મળશે અને બધાને દિવ્ય શરીર મળશે.
આના પર મહાપુરુષ અચ્યુતાનંદજી માલિકામાં આ રીતે લખે છે-
“तुलसी पतर गोटी-गोटी भासुथिब खीरनदी नामे एक नदी बहिब।”
“તુલસી પતર ગોટી-ગોટી ભાસુથિભ ખીરનદી નામે એક નદી બહીબ.“
અર્થ –
તે ક્ષીરસાગરના જળમાં તરતા માતા તુલસીના પત્રો પણ ભક્તો જોઈ શકશે, જેમનું આવાહન ભગવાન કરશે. ભક્ત એ જ જળમાં સ્નાન કરીને દિવ્ય શરીર (કિશોરવસ્થા) પ્રાપ્ત કરશે.
મહાપુરુષ ફરીથી લખે છે –
“भक्त कलानिधि जेबे कला देबे बांटी कलीरे कलमुस सेठु जिबे परा टूटी।”
“ભક્ત કલાનિધિ જેબે કલા દેબે બાંટી કલીરે કલમુસ સેઠુ જીભે પર ટૂટી.”
અર્થ –
અનંત કોટી બ્રહ્માંડના નાથ મહાવિષ્ણુ મહાકલ્કિ, તે જ સભામાં તેમની વૈષ્ણવ કલા (વૈષ્ણવ શક્તિ અંશ) પ્રદાન કરશે. તે કલા પ્રાપ્ત કર્યા પછી, ભક્તો કળિયુગમાં વિતાવેલા તમામ દુ:ખ અને બધી યાદો ભૂલી જશે.
ત્યાર પછી સત્યયુગની શરૂઆત થશે, રામરાજ્ય થશે, બધા ભગવાન કલ્કિના રાજ્યમાં આનંદમાં સમય પસાર કરશે. સર્વત્ર સુખ હશે, ઐશ્વર્ય હશે, દુ:ખ અને ગરીબી નહીં હોય. ટૂંક સમયમાં જ આવો અદ્ભુત સમય શરૂ થશે, જેઓ પવિત્ર અને ધર્મનિષ્ઠ ભક્તો છે તેઓ પોતાના માટે આ દિવ્ય પરિવર્તન જોઈ શકશે.
“જય જગન્નાથ”