કળિયુગને ચતુર્યુગ ગણનાના અનુસાર ૪૩૨૦૦૦ વર્ષ ભોગ થવો જોઇએ. પરંતુ મનુષ્યકૃત પાપ કર્મોના કારણે, યુગની આયુ ક્ષય થઈ જાય છે અને આ કળિયુગની આયુ ભવિષ્ય માલિકા ગ્રંથના અનુસાર જે ૩૫ પ્રકારના પાપોને કારણ ક્ષય થઈ છે તેનુ વર્ણન છે.
૧. પિતૃ હત્યા,
૨. માતૃ હત્યા,
૩. સ્ત્રી હત્યા,
૪. શિશુ હત્યા,
૫. ગૌ હત્યા,
૬. બ્રહ્મ હત્યા,
૭. ભ્રુણ હત્યા,
૮. માતૃહરણ,
૯. ભગીનીહરણ,
૧૦. કન્યાહરણ,
૧૧. ભાતૃવધુહરણ,
૧૨. સ્ત્રીહરણ,
૧૩. વિધવા સ્ત્રી હરણ,
૧૪. પારકી સ્ત્રી હરણ,
૧૫. ગર્ભવતીસ્ત્રીહરણ,
૧૬. કુમારી હરણ,
૧૭. પશુ હરણ,
૧૮. ભૂમિ હરણ,
૧૯. પારકુધન હરણ,
૨૦. મલેચ્છ વેશ ધારણ,
૨૧. અભક્ષ્યલક્ષણ
૨૨. અગમ્યમાં ગમન,
૨૩. અતિ નિરાશ,
૨૪. કુટુંબ વૈરાગ્ય,
૨૫. મિત્ર સાથે કપટ,
૨૬. વિશ્વાસઘાત,
૨૭. નિમ્ન જાતિ સાથે પ્રીત,
૨૮. નગ્ન સ્નાન કરવુ,
૨૯. નગ્ન શયન કરવુ,
૩૦. મિથ્યા ભાષણ,
૩૧. શાસ્ત્રોની નિંદા કરવી,
૩૨. ગૌચારણ અને સ્મશાન ભૂમિ અધિગ્રહણ,
૩૩. માતા તુલસીની પુંજા ન કરવી,
૩૪. વિષ્ણુ પ્રતિમાનુ પૂજન ન કરવુ.
૩૫. માતા પિતાની ભક્તિ ન કરવી.
ઉપર કહેલા ૩૫ પાપ કર્મોને કારણે કળિયુગની આયુ ક્ષય થઈ ૫૦૦૦ વર્ષોની થઈ ગઈ છે. આ બધુ મહાપુરુષ અચ્યુતાનંદજીએ પોતાની ઉદ્ધવ ભક્તિ પ્રદાયિની ગ્રંથમાં લખ્યુ છે. આમાં, ઉદ્વવજી અને મહાપ્રભુ શ્રીકૃષ્ણજીની વચ્ચે વાતચીત થાય છે અને ઉદ્વવજી કળિયુગના અંતના વિશે પુછેલા પ્રશ્નોના ઉત્તર આપતા શ્રીકૃષ્ણજીએ સ્પષ્ટ કર્યુ છે કે,
“चारि लक्ष अटे बतिस सहस्र आयुष ए कलियुग ।
पाप बढिबारु आयु कटिजिब अलप होइब भोग ।।“
(‘उद्धव भक्ति प्रदायिनी‘- अच्युतानंद)
અર્થાત્ –
૪૩૨૦૦૦ વર્ષની કળિયુગની આયુ ક્ષય થઈ માત્ર ૫૦૦૦ વર્ષની થઈ જશે. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણજીને સાથે તેમના પરમ સખા અર્જુનના કથોપકથન થાય છે, અને ત્યારે અર્જુન મહાપ્રભુજી શ્રીકૃષ્ણજીને કળિયુગના અંત, ધર્મ સંસ્થાપના અને ભગવાન કલ્કિના અવતારના સંબંધમાં પ્રશ્ન કરે છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઘણી બધી લીલાઓનું વર્ણન કરે છે. અને મહાપુરુષ અચ્યુતાનંદજી મહારેજે તે જ બધી વાતોને ચઉષ્ટિ પટલ અને નીલ સુંદર ગીતા આદિ પોતાના અનેક ગ્રંથોમાં વર્ણિત કરી છે.
અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પ્રશ્ન કર્યો કે કળિયુગ ૪૩૨૦૦૦ વર્ષનો છે. પરંતુ પાપોને કારણ તેને આયુ માત્ર ૫૦૦૦ વર્ષની થઈ જશે, તો પછી હે ભગવાન, દયા કરી અમને કહો કે ક્યા કયા પાપ કર્મોથી કળિયુગની આયુ કેટલી ક્ષય થશે?
ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ એનો જવાબ આપતા કહે છે કે,
- અસત્ય ભાષણથી – ૫૦૦૦ વર્ષ કળિયુગની આયુ ઓછી થશે.
- ગંગામાં નગ્ન સ્નાન કરવાથી – ૧૨૦૦૦ વર્ષ
- દ્વિંજનુ અન્યત્ર પ્રીતિ કરવાથી – ૩૦૦૦૦ વર્ષ
- મિત્ર દ્વોહના પાપથી – ૬૦૦૦ વર્ષ
- મહા વિષ્ણુજીની પ્રતિમાની પુજા ન કરવાથી – ૧૭૦૦૦ વર્ષ
- માતા તુલસી દેવીની પુજા ન કરવાથી – ૫૦૦૦ વર્ષ
- અતિથિ સેવા ન કરવાથી – ૬૦૦૦
- ભાતૃ દ્રોહના પાપથી – ૪૦૦૦ વર્ષ
- અભક્ષ્ય ખાદ્ય ભક્ષણથી – ૮૦૦૦ વર્ષ
- પારકુ દાન હરી લેવાથી – ૧૦૦૦૦ વર્ષ
- ગૌ હત્યા કરવાથી – ૧૦૦૦૦૦ વર્ષ
- દાનનો ખોટો ઉપયોગ કરવાથી – ૧૪૦૦૦ વર્ષ
- વિધવા માતાઓ સાથે સમાગમ કરવાથી – ૨૪૦૦૦ વર્ષ
- જીવ હત્યાના પાપથી – ૧૧૦૦૦ વર્ષ
- જાતિ, ધર્મ, વર્ણના નિયમને ન માની, પ્રિતિ કરવાથી – ૧૨૦૦૦ વર્ષ
- ભુણ હત્યાના પાપથી – ૭૦૦૦ વર્ષ
- સ્ત્રી હત્યાના પાપથી – ૩૨૦૦૦ વર્ષ
- ગૌચારણ અને સ્મશાન ભૂમિના હરણ કરવાથી – ૪૦૦૦૦ વર્ષ
- માતૃ હરણના પાપથી – ૫૦૦૦ વર્ષ
- વિશ્વાસઘાતના પાપથી – ૪૦૦૦૦ વર્ષ
- પિતૃ માતૃ હત્યા અને અન્યાય પાપોથી – ૩૦૦૦ વર્ષ
આ રીતે કળિયુગના ૪૩૨૦૦૦ વર્ષની આયુમાંથી ૪૨૭૦૦૦ વર્ષ ઘટીને માત્ર ૫૦૦૦ વર્ષ શેષ રહેશે.
ઉપર કહેલ પ્રમાણે, વિભિન્ન શાસ્ત્ર પુરાણ અને માલિકા ગ્રંથથી એ પ્રમાણ મળે છે અનેક પાપોથી યુગની આયુ ક્ષય થાય છે અને આ કળિયુગની આયુ ક્ષય થઈ માત્ર ૫૦૦૦ વર્ષ ની છે. સાથે સાથે શાસ્ત્ર પુરાણમાં વર્ણિત ગણના અનુસાર વર્તમાન કળિયુગનું ૫૧૨૫ મું વર્ષ ચાલી રહ્યુ છે. અર્થાત્ કળિયુગ સમાપ્ત થઈ ગયો છે.
“જય જગન્નાથ”