સત્ય યુગમાં ભગવાન વિષ્ણુએ અવતાર લઈને સંસારમાં, સત્ય, શાંતિ,દયા, ક્ષમા અને મૈત્રીની સંસ્થાપના કરી. તે સમયે, બધા મનુષ્ય શાસ્ત્રોના જ્ઞાતા હતા. અને બધા વૈદિક પરંપરા અનુસાર જીવન વ્યતિત કરતા હતા. તે સમયે જ્ઞાનની દ્રષ્ટિથી ઋષિ – મુનિ અહંકારી અને અભિમાની થઈ ગયા હતા અને આ પાપને કારણ સત્યયુગનો અંત થયો. ત્રેતા યુગમા ભગવાન શ્રીરામે અવતાર લીધો અને ત્રેતા યુગમાં લોકોએ યજ્ઞ આદિ પુણ્ય કર્મના માધ્યમથી ભગવાન શ્રીરામના અંગ સંગનો લાભ મળ્યો અને ત્રેતા યુગના અંતમાં,તેમણે રાવણ જેવા મહાપાપીઓનો વિનાશ કર્યો અને અંતમાં ખંડ પ્રલય થયો.
પુનઃ મનુષ્ય ત્રેતાથી દ્વાપર યુગમાં આવ્યા અને ગૌલોક ધામના ભકતોએ દ્વાપર યુગમાં જન્મ લીધો. તે ભગવાન શ્રીકૃષ્ણના અંગ સંગ પ્રાપ્ત કરતા પ્રભુની સાથે જ ગૌલોક ધામ પાછા ફર્યા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે સ્વધામ ગમન કર્યુ. (પોતાનો શ્રીઅંગનો ત્યાગ કર્યો) ત્યારે કળિયગુના ૧૨૦૦ વર્ષનો ભોગ થઈ ચુક્યો હતો. અને કળિ પોતાની મહતમ પ્રભાવમા ફેલોયો હતો. આના સંબંધિત શ્રીમદ્ ભાગવતમાં એક શ્લોક છે.
“यदा देवर्षयः सप्त मघाषु बिचरन्तिहिं ,
तदा प्रबृत्तस्तु कलि द्वादशार्द्द – शतात्मकः।“
અર્થાત્
જ્યારે માઘ નક્ષત્રમાં સપ્તઋષિ વિચરણ કરી રહ્યા હતા ત્યારે (શ્રીકૃષ્ણજીના દેહાંતના સમય સુધી)કળિયુગના ૧૨૦૦ વર્ષનો ભોગ થઈ ચુક્યો હતો. આના પછી, મહારાજ પરિક્ષિતની મૃત્યુ થઈ અને ત્યારથી સંપૂર્ણ કળિયુગ શરૂ થયો અને કળિએ સમગ્ર બ્રહ્માંડમાં પોતાનો પ્રભાવ ફેલાયો. આ યુગમાં લોકો લોભ, લાલચ, મોહ, કામ, ક્રોધ, અહંકાર, વેશ્યાસકતી અને આળસ જેવા દુર્ગુણોના આધીન થઈ જાશે. ભલે લોકોને શાસ્ત્ર, વેદ, પુરાણોનું જ્ઞાન હોય પણ લોકો શાસ્ત્ર અને વેદ વિરોધી કાર્યો કરશે. જે ધર્મને ખોટો માને છે, જે વેદોનો વિરોધ કરે છે, પશુ હત્યા કરે છે, અનીતિ ના ધનનું સેવન કરે છે, દેવતાઓનો વિરોધ કરે છે, આ બધા કળિયુગમાં મ્લેચ્છ કહેવાય છે. શ્રી જયદેવજીએ ગીત ગોવિંદમાં લખ્યુ છે કે,
“म्लेच्छ निवह निधने कलयसि करवालम् ।
धुमकेतु मिव किमपि करालम् ।।
केशव धृत कल्कि शरीर,
जय जगदीश हरे ।।“
દુષ્ટ પાપીઓ અને મ્લેચ્છોનો નાશ કરવા માટે ભગવાન કલ્કિ અવતરીત થશે અને ધુમકેતુ થી પણ ભયંકરરૂપ ધારણ કરશે.
“જય જગન્નાથ”