સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ ચારે યુગોમાં ભગવાનના પંચસખા આ ધરતી પણ જન્મ લે છે. યુગના અંતમાં ભગવાન વિષ્ણુના ધર્મ સંસ્થાપનના કામમાં, પંચસખા પોતાનો સહયોગ આપે છે. યુગ કર્મ પુરુ કર્યા પછી ભગવાન વિષ્ણુ ગોલોક વૈકુંઠ પ્રત્યાવર્તન (પાછા ચાલ્યા જાય છે) કરે છે, પંચસખાઓનો જન્મ ભગવાનના અંગથી થાય છે. દરેક યુગમાં ભિન્ન ભિન્ન રૂપમાં પંચસખા ધરા પર અવતીર્ણ થાય છે.
ભવિષ્ય માલિકા ગ્રંથ અને પુરાણોમાં એ પ્રમાણ મળે છે કે, સત્ય યુગમાં આ પંચ સખાઓના નામ હતા – નારદ, માર્કંડ, ગાર્ગવ, સ્વયંભૂવ અને કૃપાજલ. સત્યયુગના અંતમાં પોતાના કાર્ય સમાપ્ત કરી આ પંચસખા પાછા ગોલોક – વૈકુંઠ ચાલ્યા ગયા હતા.
પુનઃ ત્રેતા યુગના અંતમાં ભગવાન શ્રીરામચંદ્રજીના ધર્મ સંસ્થાપનાના સમયે, આ પંચ સખાઓએ ફરી જન્મ લીધો હતો. ત્યારે તેમના નામ હતા – નલ, નીલ, જામવંત, શુષેણ અને હનુમાન. હનુમાનજી રૂદ્ર અવતાર છે. છતાં પણ પંચ સખાઓમાંથી એક બની ભગવાન શ્રીરામચંદ્રજીના ધર્મ સંસ્થાપના કાર્યમાં તેમણે સહાયતા કરી. પોતાના કાર્ય સમાપ્ત કરી આ પંચસખા પાછા ગોલોક વૈકુંઠ ચાલ્યા ગયા.
દ્વાપરયુગમાં પુનઃ પંચસખાઓએ જન્મ લીધો અને ભગવાન શ્રીકૃષ્ણજીના આગમન અને ધર્મ સંસ્થાપનાના કાર્યમાં તેમણે પોતાનુ યોગદાન આપ્યુ. દ્વાપરયુગમાં તેમના નામ હતા – દામ,સુદામા, સુબલ, સુબાહુ અને શ્રીબચ્છ. કળિનુ પછી આગમન થયું. અને કળિયુગના અંતથી લગભગ ૫૦૦ વર્ષ પૂર્વ, ભગવાનના પંચ સખાઓએ ફરી જન્મ લીધો. કળિયુગના પંચસખાઓના નામ હતા – અચ્યુતાનંદ દાસ, અનંત દાસ, યશોવંત દાસ, જગન્નાથ દાસ અને બલરામ દાસ. આ કળિયુગમાં સ્વયં નિરાકારજીના નિર્દેશથી, પંચ સખાઓએ ધરા અવતરણ કર્યુ અને તે જ શ્રી ભગવાનના નિર્દેશથી જ દિવ્ય ભવિષ્ય માલિકા ગ્રંથની રચના કરી.
ભગવાન કહે છે, આ ધરતી પર જ્યારે જ્યારે પાપનો ભાર વધે છે,ધર્મની ગ્લાનિ થાય છે અને જ્યારે બધા લોકોના મનમાં દયા, ક્ષમા, સ્નેહ, પ્રેમ આદિના બદલે હિંસા, દ્વેષ, ક્રોધ, કામ, ઈષ્ર્યા આદિ આવી જાય છે ત્યારે ત્યારે યુગના અંતમા મારા ચારે યુગોના ભક્તોના દુઃખ દુર કરવા માટે પૃથ્વી પર સત્ય, શાંતિ, દયા, ક્ષમા અને પ્રેમની સંસ્થાપના કરવા, ધરતી માતાનો ભાર હલકો કરવા, દુષ્ટોનો વિનાશ કરવા, સંતોની રક્ષા કરવા, હું આ ધરતી પર કલ્કિના રૂપમાં અવતાર ગ્રહણ કરીશ. મારા અવતરણ પહેલા તમે પંચસખા ધર્મને પુનઃ સ્થાપિત કરવા અને ચારે યુગોના ભક્તોના ઉદ્ધાર માટે, એકત્રીકરણ માટે અને તેમને ભ્રષ્ટ માર્ગ પરથી સત્યના માર્ગ પર લાવવા માટે, ભવિષ્ય માલિકા ગ્રંથની રચના કરો.
આ કારણે અચ્યુતાનંદ દાસજી લખે છે કે,
“हेतु रसाइबा पाईं कि अच्युत साहास्त्र पुराण कले।
कलि काल ठारु बलि काल जाएं हक कथा टा लेखिले“
અર્થાત્,
ભક્તોની સુપ્ત ચેતનાને જાગૃત કરવા માટે મહાપુરુષે કળિયુગથી સંગમ યુગ સુધી અને સંગમ યુગથી સત્યયુગ સુધી થનારી બધી ઘટનાઓને ભવિષ્ય માલિકા ગ્રંથના રૂપમાં ઉલ્લેખ કર્યો છે. આના વાચનથી કળિયુગના ભક્તોની ચેતના જાગૃત થશે અને તે ભગવાનને શોધી તેમની શરણમાં જશે.
મહાપ્રભુ અનાદિ આદિકંદ હરિ, જગતના નાથ જગન્નાથજીએ મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીને એક કમળની માળા આપીને નિર્દેશ આપ્યો હતો કે જે સ્થાન પર આ માળાના બધા પુષ્પ તુટીને વિખરાઈ જાય તે સ્થાન જ તમારુ સાધના પીઠ હશે. પ્રભુ જગન્નાથજીના નિર્દેશ પર આજ્ઞા માળા લઈ પવિત્ર શ્રી-ક્ષેત્રથી નીકળી જ્યારે શ્રી અચ્યુતાનંદ ઉડિયાના કેન્દ્રપાડા જીલ્લામાં નેમાલ, ચિત્રોત્પલા નદીના કિનારે એક પવિત્ર સ્થાને પહોંચ્યા. ત્યાં માળાનુ અંતિમ પુષ્પ તુટીને પડી ગયુ. આ સ્થાન પર શાસ્ત્રના અનુસાર સત્યયુગમાં સમુદ્રમંથનથી નીકળેલ પદ્મ પુષ્પ પર પડ્યુ હતુ. માટે આ સ્થાનને પદ્મવન કહેવાય છે. મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ આ સ્થાન પર જ પોતાની સાધના આરંભ કરી. આ સ્થાન પર જ ધ્યાન મગ્ન થઈ સત્ય,ત્રેતા, દ્વાપર અને કળિ,ચારે યુગોના ભક્તોનો ઉદ્ધાર કરવા માટે લાખો શાસ્ત્ર અને પુરાણોની રચના કરી.તે સ્થાન પછી મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીના સિદ્ધ સ્થળના રૂપમાં ઉભરી સંસારની સમક્ષ પ્રકટ થયું. અચ્યુતાનંદજી એ પ્રભુના ચરણ કમળોમાં ધ્યાન કરતા કરતા આ સિદ્ધ સ્થળ વિશે લખ્યુ છે કે,
“श्री अच्युत दास नेमाले निवास पद्म बने तांक स्थिति,
प्रभु न्क आज्ञा रु अनुभव करि लक्षे ग्रंथ लेखिछंति।
छतिस संहिता बास्तरि गीता वंशानु सप्त बिन्स रे,
उपवंशानु द्वादस खंड बेनी भविष्य सप्त खंडरे “
મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ આ સ્થાન પર જ ધ્યાન મગ્ન થઈ એક લાખથી વધારે ગ્રંથોની રચના કરી છે.તેમાંથી ૩૬ સંહિતા, ૭૨ ગીતા, ૨૭ વંશાનુચરિત્ર, ૨૪ ઉપવંશાનુ ચરિત્ર અને ૧૦૦ માલિકા ગ્રંથોની રચના કરી છે. આમને છોડી બાકી ચારે પંચ સખાઓ અનંત દાસજી મહારાજ, યશોવંત દાસજી મહારાજ, જગન્નાથ દાસજી મહારાજ અને બળરામ દાસજી મહારાજે પણ અસંખ્ય માલિકા ગ્રંથોની રચના કરી છે. આટલા બધા ગ્રંથોની રચના કર્યા છતાં પંચસખા કહે છે કે, અમે કશુ લખ્યુ નથી. મહાપ્રભુજીની આજ્ઞાથી વિશ્વ માનવ કલ્યાણ હેતુ જ સમસ્ત ભવિષ્ય માલિકા ગ્રંથો ની રચના થઈ છે.
સત્ય યુગમાં તપી, ત્રેતામાં કપિ, દ્વાપરમાં ગોપી અને કળિયગુમાં ભક્તના રૂપમાં ચાર યુગોના ભક્ત આ અનંત યુગમાં ધરતી પર ફરી અવતીર્ણ થયા છે. તેમની સુપ્ત ચેતનાને જાગૃત કરવા અને પ્રભુની લીલામાં જોડાવાનો આવી ગયો છે. અને આ વિષયમાં જાગૃતિ લાવા, ગોલોક- વૈકુંઠના પૂર્ણ સંસ્કારને જાગૃત કરવા માટે, પંચસખા દ્વારા માલિકા ગ્રંથની રચના કરાઈ છે. ભક્ત વિશ્વના કોઈપણ ખુણામાં રહે માલિકાના શ્રવણ અને વાંચન પછી તેમની પૂર્વ ચેતના જાગૃત થશે અને તેમને પ્રભુનુ સ્થાન મળશે અને તે ત્યાં પ્રભુની શરણમાં જશે. ચારે યુગોના ભક્ત, પ્રભુજીના ચરણમાં આવી શરણ લેશે અને અનંત યુગમાં ધર્મ સ્થાપનાના કાર્યમાં યોગદાન આપશે. ભક્તો મહાપ્રભુજીનુ સ્થાન શોધી તેમના સત્ય યુગ માટે અપાયેલ નીતિ – નિયમોનો સમગ્ર વિશ્વમાં પ્રચાર પ્રસાર કરશે. ભક્ત જન પ્રભુજીના નામ ‘ગુણ’ મહિમાનો જય જય કાર કરશે. ધર્મ સંસ્થાપના ના કાર્યમાં પોતાને નિયોજિત કરશે.
આ કારણે અચ્યુતાનંદજી લખે છે કે,
“भकते उदे होइबे, गां गां बुलि मेलि करिबे, रामचन्द्र रे। हरि चरणे भजिबे, रामचन्द्र रे“
અર્થાત્,
ભક્તો જ્યાં પણ જશે ત્યાં એક બીજા સાથે મળી ભજન કિર્તન કરશે અને ધર્મનો પ્રચાર કરશે.
પંચસખા સંક્ષિપ્ત પરિચય-
મહાપુરુષ અચ્યુતાનંદજીનો જન્મ સન ૧૪૮૫ માં ઉડિસાના કેન્દ્રપાડા જીલ્લાના તિલકણા (ત્રિપુરા પણ કહેવાય છે) ગામમાં પિતા દીનબંધુ ખુંટિયા અને માતા પદ્માવતીજીના પરિવારમાં થયો હતો. મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ ૧,૮૫,૦૦૦ ગ્રંથોની રચના કરી હતી. અને એક જ્યેષ્ઠ એકાદશી પર નેમાલ પીઠમાં સમાધિસ્થ થઈ ધ્યાનમાં બેઠા અને પૂર્ણિમાના દિવસે પોતાની ઈચ્છાથી અંતર્ધાન થઈ ગયા. તેમના ગ્રંથોમાં હરિવંશ પુરાણ, ગોપાલન્ક ઓગાલ ઓ લઉડી ખેલ, બારમાસિ ગીતા, શૂન્ય સંહિતા, અણાકાર બ્રહ્મ સંહિતા, મણિબંધ ગીતા, જુગાબ્ધિ ગીતા, બીજસાગર ગીતા, અભેદ કવચ, અષ્ટ ગુજ્જરી નવ ગુજ્જરી, શરણ પંજર સ્ત્રોત, બીજ્ર વાચક, માન મહિમા અને ઘણા બધા ભજન, પટલ, રાસ, જણાણ, ચઉતિસા (ઉડિયા ભાષામાં ૩૪ અક્ષર થી શરૂ થનારી કવિતા-૩૪ પદવાળી કવિતા), ટીકા, માલિકા આદિ શ્રેષ્ઠ છે અને કુલ મળીને લાખો ગ્રંથોની રચના કરી છે.
મહાપુરુષ શિશુ અનંત દાસ ઉડિસામાં પુરી જીલ્લામાં ભુવનૈશ્વર પાસે બાલિયાપાટણા ગામમાં ૧૪૮૮ માં પિતા કપિલેન્દ્ર અને માતા ગૌરા દેવીના પરિવાર માં પ્રકટ થયા હતા. તેમણે પણ અસંખ્ય ગ્રંથો અને માલિકાની રચના કરી છે. તેમના ગ્રંથોમાંથી હેતુ ઉદય ભાગવત, ભક્તિ મુક્તિ દાયક ગીતા, શિશુ વેદ ટીકા, શૂન્ય નામ ભેદ, અર્થ તારેણી, ઉદે બાખરા, ઠીક બાખરા અને ઘણા બધા ભજન, ચઉતિસા માલિકા ગ્રંથ આદિ મુખ્ય રચનાઓ છે.
શ્રી જગન્નાથજી દાસજી મહારાજનો જન્મ ઉડિસાના પુરી જીલ્લામા કપિલેશ્વર ગામમાં પિતા ભગવાન દાસ અને માતા પદ્માવતીના પરિવાર માં થયો હતો. તેમણે સંસ્કૃત શ્રીમદ્ ભાગવત બાદ સર્વપ્રથમ ઉડિયામાં શ્રીમદ્ ભાગવત બાદ સર્વપ્રથમ ઉડિયામાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણની રચના કરી હતી. તેમણે અન્ય ઘણા પુરાણ શાસ્ત્ર અને ભવિષ્ય માલિકા ગ્રંથની રચના કરી છે. તેમના ગ્રંથોમાંથી ષોલ ચઉપદિ, ચારિ ચઉપદિ, તુલાભિણા, દારુ બ્રહ્મ ગીતા, દીક્ષા સંબાદ, અર્થ કોઇલિ, મૃગુણી સ્તુતિ, ગુપ્ત ભાગવત, અનામ્ય કુંડળી, શ્રીકૃષ્ણ કલ્પલતા, નિત્ય ગુપ્ત ચિંતામણિ, નીલાદ્રી બિલાસ, કલિ મલિકા, ઈન્દ્ર માલિકા ગ્રંથ આદિ પ્રમુખ છે. તેમના શાસ્ત્ર જ્ઞાન અને ભક્તિમાં વિમુગ્ધ થઈ શ્રી ચૈતન્ય મહાપ્રભુજી તેમને અતિબડિ ઉપાધિથી વિભૂષિત કર્યા હતા.
મહાપુરુષ બલરામદાસજી ઉડિસા ના પુરી જીલ્લામાં ચન્દ્રપૂર ગામમાં ૧૪૭૦ માં પિતા સોમનાથ મહાપાત્ર અને માતા મહામાયા દેવી ના પરિવાર માં પ્રકટ થયા. દાઢયતા ભક્તિ, દાંડી રામાયણ, બ્રહ્માંડ ભૂગોળ, બઉલા ગાઈ ગીતા, કમળ લોચન ચઉતિસા, કાન્ત કોઇલિ, લક્ષ્મી પુરાણ, બેઢા પરિક્રમા, સપ્તાંગ યોગસાર ટીકા, વ્રજ કવચ, જ્ઞાન ચુડામણી, બ્રહ્મ ટીકા આદિ ઘણા બધા શાસ્ત્ર પુરાણ અને માલિકા ગ્રંથની પણ રચના કરી છે. તેમનો દેહત્યાગ પુરી જીલ્લામાં સમગરા પાટ નામક સ્થળ પર થયો હતો.
મહાપુરુષ યશોવંત દાસજીનો જન્મ ઉડિસાના કટક જીલ્લામા અઢંગ નિકટસ્થ નંદી ગામના ક્ષત્રીય વંશમા ૧૪૮૨ માં પિતા બળભદ્ર મલ્લ અને માતા રેખા દેવીના પરિવારમા થયો હતો. તેમણ ચૌરાસી આજ્ઞા, શિવ સ્વર કવચ,ષષ્ઠીમળા, પ્રેમ ભક્તિ બ્રહ્મ ગીતા, ટીકા ગોવિંદ ચંદ્ર આદિ ઘણા શાસ્ત્ર પુરાણની પુરાણની સાથે સાથે ઘણા માલિકા ગ્રંથોની પણ રચના કરી છે. તેમણ દેહ ત્યાગ માર્ગશીર્ષ માસની શુકલ પક્ષની ષષ્ટઠીના દિવસે કર્યો.
પંચસખા આધ્યાત્મિક તત્વજ્ઞાન સંપન્ન હતા. તે સમયે તે બધા નિરાકારની સાથે સુક્ષ્મ સંપર્કમાં રહેતા હતા અને નિરાકાર જી જે આવનાર ભવિષ્ય વિશે કહેતા હતા તે બધુ તે ભવિષ્ય માલિકા ગ્રંથો માં લખતા હતા. આ વિશે બ્રહ્મ ગોપાલ મહાજ્ઞાતા અચ્યુતાનંદજી ઉલ્લેખ કરે છે કે,
“आगम भाव जाणे यशोबंत गारकटा जंत्र जाणे अनंत
आगत नागत अच्युत जाणे बलराम दास तत्व बखाणे
भक्ति रभा वजाणे जगन्नाथ पंचसखा ए ओडिशा महन्त।
म्लेच्छ पतित उद्धारिबा पाईं जनम लभिले ओडिशा भुईं।“
- પંચસખાઓમાંથી શ્રી યશોવંત દાસજી મહારાજ આગમ નિગમના સંબંધમાં બધી વાતોને જાણવામાં સમર્થ હતા.
- મહાપુરુષ શિશુ અનંત દાસજી મહારાજ સાંકેતિક ગણિતના માધ્યમથી ભવિષ્ય જાણવામાં નિષ્ણાંત હતા.
- મહાપુરુષ અચ્યુતાનંદ દાસજી મહારાજ અતિત, વર્તમાન, ભવિષ્ય આદિ સમસ્ત કાળના તત્વ જ્ઞાન સંપન્ન હતા.
- મહાપુરુષ બળરામદાસજી મહારાજ શાસ્ત્ર અને બ્રહ્માંડ ના તત્વ જ્ઞાન થી સંપન્ન હતા.
- અષ્ટાદશ પુરાણના ભક્તિ તત્વનુ જ્ઞાન સૌથી અધિક મહાપુરુષ જગન્નાથ દાસજી મહારાજને હતુ.
પંચ સખાઓએ ભવિષ્ય માલિકા ગ્રંથના માધ્યમથી જે ભવિષ્ય વાણી કરી છે તેમાં ખાસ કરીને શ્રી જગન્નાથજી તથા નિરાકારજીના નિર્દેશથી ભક્તોનો ઉદ્ધાર, ભક્ત અને ભગવાનનુ મિલન, પાપી અને દુરાચારીઓનો વિનાશ અને દિવ્ય સત્યગુના આરંભના સંબંધમાં ભવિષ્ય માલિકા ગ્રંથમાં ઉલ્લેખ કર્યો છે. આ ગ્રંથ આજે મનુષ્ય સમાજ માટે મૃત્યુ સંજીવની છે.
વર્તમાન સમયમાં બ્રહ્માંડમાં જે મહાવિનાશનો સમય નજીક છે તો આવા સંધિ સમયમાં ભવિષ્ય માલિકાનુ અનુસરણ કરી મહાપ્રભુજીના નામ અને તેમની શરણમાં જવા સિવાય અન્ય કોઈ માર્ગ નથી.
“જય જગન્નાથ”