મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દાસજી દ્વારા લખાયેલ માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો-

"निराकार कर्म धर्म करिष्ट, इस्लाम, बौद्ध, जैन सरबे पड़िबे भाजी

दम्भ गर्ब तांको जिबटी हजिलो जाइफलरो सुन्यबादी सुन्य हेबेगांजी।"

"નિરાકાર કર્મ ધર્મ કરિષ્ટ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન સરબે પડીબે ભાજી દંભ ગર્બ તાંકો જિબટી હજિલો જાઈફલરો સુન્યબાદી સુન્ય હેબેગાંજી."

અર્થ -

કળિયુગના અંતમાં એક એવો સમય આવશે જ્યારે વિશ્વના તમામ ધર્મોના પવિત્ર લોકો, જેઓ સાચા અને ધર્મનિષ્ઠ છે, તેઓ પોતપોતાના ધર્મ છોડીને સત્ય સનાતન ધર્મને અપનાવશે. ત્યાં સુધીમાં એ બધાનો અહંકાર નાશ પામશે. આ અન્ય ધર્મોના જે પાપી લોકો હશે તે બધાનો ધર્મની સ્થાપના માટે થઈ રહેલા વિનાશમાં પંચભૂત પ્રલયને કારણે અંત આવશે. અન્ય ધર્મના જે પવિત્ર લોકો હશે તેઓ સત્યયુગમાં જશે.

"केवल ए सनातन धर्मकु स्थापिबे सेनारायण अउ अन्य धर्म हेबो चूर्णों।" 

"કેવલ એ સનાતન ધર્મકુ સ્થાપીબે સેનારાયણ અઉ અન્ય ધર્મ હેબો ચૂર્ણો.

અર્થ

જગતપતિ નારાયણ સોળ મંળડોના ભક્તો દ્વારા વિશ્વમાં સત્ય સનાતન ધર્મની સ્થાપના કરશે. અન્ય તમામ ધર્મોનો સંપૂર્ણ અંત આવશે. સમગ્ર વિશ્વની રાજધાની ભારતમાં ઓરિસ્સા રાજ્યમાં માતા બિરજાની પવિત્ર ભૂમિ હશે. આ જ બિરજાક્ષેત્રમાંથી ભગવાન કલ્કિ પોતે સમગ્ર વિશ્વનું સંચાલન કરશે. 

"स्वेत, पित, लोहित, हरित तन्मध्ये निल बर्ध्य तन्मध्ये एकाक्षर।"

"સ્વેત, પિત, લોહિત, હરિત, તન્મધ્યે નિલ બર્ધ્ય તન્મધ્યે એકાક્ષર." 

અર્થ

સત્ય સનાતન ધર્મના ધ્વજમાં પાંચ રંગ (સફેદ, પીળો, લાલ, વાદળી, લીલો) હશે. ભગવાનનો એ જ પાંચ રંગનો ધ્વજ દ્વાપરયુગમાં પણ હતો. ભગવાન કલ્કિનો આ ધ્વજ ભવિષ્યમાં આખી દુનિયામાં લહેરાશે. 

"गरुड़ पृष्ठरे बसी विलात को जिबे से ब्रह्मराशी लोजाइफूलो सेही आणिबे स्वेततुलसी।"

"ગરુડ઼ પૃષ્ઠરે બસી વિલાત કો જીબે સે બ્રહ્મરાશી લોજાઈફૂલો સેહી આણિબે સ્વેતતુલસી."

 અર્થ

વિશ્વયુદ્ધના અંતે ભગવાન કલ્કિ, ભક્ત ગરુડની પીઠ પર બેસીને ઈંગ્લેન્ડ જશે. ભારત પર બ્રિટિશ શાસન સમયે, ભારતની કેટલીક કિંમતી વસ્તુઓ અંગ્રેજોએ ભારતમાંથી છીનવી લીધી હતી. ભગવાન કલ્કિ એ બધી કિંમતી વસ્તુઓ પોતાની સાથે પાછી લાવશે અને ત્યાંના શુદ્ધ અને પવિત્ર ભક્તોનો ઉદ્ધાર કરશે. સાથે જ સનાતન ધર્મના વિરોધીઓ, અધર્મીઓ અને પાપીઓનો નાશ કરશે.

ભગવાન વિલાયત (ઈંગ્લેન્ડ) થી સફેદ તુલસી, મોર સિંહાસન અને કૌસ્તુભમણી (કોહિનૂર ડાયમંડ) પરત લાવશે. આ સમયે ભગવાન ઇંગ્લેન્ડને ભયંકર યુદ્ધમાં હરાવશે અને તેના ગૌરવને ભાંગી નાખશે. ભગવાન કલ્કિજી ત્યાંના શુદ્ધ ભક્તોમાંથી એક ભક્તનો રાજ્યાભિષેક કર્યા પછી ભારત પરત ફરશે.

 

જય જગન્નાથ