આવો જાણીએ ભવિષ્ય માલિકા ને પ્રમાણિત કરતા શાસ્ત્રો ના પ્રમાણ -  
"जथा चंद्र तथा तिस्य ब्रहस्पतिस्य बृहस्पति एक रासो मनुष्यन्तितदा भवितत कृतं।"

“જથા ચંદ્ર તથા તિસ્ય બ્રહસ્પતિસ્ય બૃહસ્પતિ એક રાસો મનુષ્યન્તિતદા ભવિતત કૃતં.”  

અર્થાત -  ચંદ્ર, સૂર્ય તથા બૃહસ્પતિ ત્રણેય એક સમયે એક જ સ્થાન પર પુષ્ય નક્ષત્ર માં સમાગમ થવાને સત્યયુગ ના આગમન ની પૂર્વ સુચના ના રૂપમાં શ્રીમદ ભાગવત મહાપુરાણમાં સ્પષ્ટ રૂપે વર્ણવવામાં આવ્યું છે. આવો યોગ વર્ષ ૧૯૪૩ માં ઓગસ્ટ મહિના માં પેહલી તારીખ, રવિવાર ના રોજ થયો હતો તથા એ જ દિવસે અષ્ટગ્રહકૂટ (અષ્ટગ્રહી યોગ) પણ થયો હતો.  

 

ચતુર્યુગ ની ગણના નો ગ્રંથ જેને સ્વયં બ્રહ્માજી ના પુત્ર મનું એ લખ્યો હતો એમાં પણ આ સંદર્ભ માં સ્પષ્ટ પ્રમાણ છે, જે આ પ્રમાણે છે… 

"चतुर्यहु सहस्त्राणि बरसाणं तत युगम कृतं   तस्य पावक्छती संध्या संध्या सस्चथा बुधः"

“ચતુર્યહુ સહસ્ત્રાણી બરસાણં તત યુગમ કૃતં, તસ્ય પાવક્છતી સંધ્યા સંધ્યા સસ્ચથા બુધ:”      

અર્થાત-  ચાર હજાર ચાર સો વર્ષ પછી સંધી યુગ શરુ થશે. કહેવાનો તાત્પર્ય એ કે યુગગણના માં જેટલા સમય નો ભોગ થવાનો છે એના સાતમાં ભાગ (સંધ્યા વેળા) ને શાસ્ત્રો અનુસાર યુગ ગણના માં સમ્મિલિત કરવામાં આવે છે. 

૪૪00 વર્ષ કળિયુગ અને ૪00 વર્ષ નો કળિયુગ નો સંધ્યા સમય એમ કળિયુગ ના કુલ ૪૮00 વર્ષ છે જેના પછી કળિયુગ નો અંત થશે. ઓડીશા ના જગન્નાથ પન્જીકા (કેલેન્ડર) અનુસાર વર્તમાન માં કળિયુગ નું ૫૧૨૨ મુ વર્ષ ચાલી રહ્યું છે. અર્થાત કળિયુગ નો અંત થઇ ચુક્યો છે.  ભગવાન કલ્કિએ ઓડીશા ની પવિત્ર ભૂમિ પર ધરાવતરણ કર્યું છે અને વર્તમાન સમય માં ધર્મ સંસ્થાપના કરવા માટે પોતાના પથ પર અગ્રેસર છે. નિકટ ભવિષ્ય માં થવા વાળા વિનાશ ને માનવજાતિ પોતાની આંખો થી જોશે. 

 

“જય જગન્નાથ”