મહામુની કપિલ તથા મહાપુરુષ અચ્યુતાનંદજી દ્વારા લખાયેલી કપિલ સંહિતા તથા ભવિષ્ય માલિકા ની કેટલીક દુર્લભ પંક્તિઓ તથા તથ્ય-   

“बलराम हेबे राजा कान्हु परिचार

बसिब सुधर्मा सभा जाजनग्र ठार

वीणा बाहीन नारद मिलिबे छामुरे

वेद पढुथुबे ब्रह्मा अच्युत आगूरे।"

“બલરામ હેબે રાજા કાન્હું પરિચાર, બસીબ સુધર્મા સભા જાજનગ્ર ઠાર, વીણા બાહીન નારદ મિલીબે છામુરે, વેદ પઢુથુબે બ્રહ્મા અચ્યુત આગુરે.”  

અર્થાત– 

જયારે સુધર્મા સભા આયોજીત થશે ત્યારે સ્વયં નારદ મુની વીણાવાદન કરશે તથા બ્રહ્માજી પણ ત્યાં વેદ ગાયન કરશે તથા બધા દેવી દેવતાઓ ની સાથે દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં ઉપસ્થિત રહેશે. એ અદભુત સભા માં જગતપતી ભગવાન બલરામ સ્વરૂપ માં પોતાને રાજા તથા કલ્કિ સ્વરૂપ માં વિશ્વ ના તથા સુધર્મા સભા ના પરિચાલક તરીકે રજુ કરશે. ઓડીશા રાજ્ય ના જાજપુર નગર માં આદિ દેવી માતા બીરજા નું પવિત્ર સ્થાન છે એ જ પવિત્ર ભૂમિ પર સુધર્મા સભા યોજાશે અને એ બહુ જ વિલક્ષણ અને અદભુત દ્રશ્ય હશે. 

મહાપુરુષ અચ્યુતાનંદજી બીરજાક્ષેત્ર વિષે આગળ લખે છે...

“उत्तररू सन्यासी जे माड़ीन आसिबे जाजनग्र घेरिजिबे सर्वे देखुथिबे।"

“ઉતરરૂ સન્યાસી જે માડીન આસીબે, જાજનગ્ર ઘેરીજીબે સર્વે દેખુથીબે.” 

અર્થાત– 

સંપૂર્ણ વિશ્વ તથા હિમાલય ના બધા તપસ્યારત સાધુ સંત ભગવાન ની શોધ માં જાજનગ્ર આવી પહોંચશે અને ચારે બાજુ થી જાજનગ્ર ને ઘેરી વળશે. આવનારા સમય માં પ્રભુ ની આ વિચિત્ર લીલા ભક્તો એમની આંખેથી જોશે. 

આ વિષે કપિલમુની કપિલ સંહિતા માં લખે છે...

 
“देशान्त प्रथम खेत्रम पार्वती खेत्रे वचः बिरजावां महादेवी पार्वती ब्रह्मारूपिणी भक्तानं हितार्थथायः उत्कले भूमिस्थांतहितः भक्तानां हितार्थथायः उत्कले भूमिस्थांतहितः ।"

“દેશાંત પ્રથમ ખેત્રમ પાર્વતી ખેત્રે વચઃ, બીરજાવાં મહાદેવી પાર્વતી બ્રહ્મરુપીણી, ભક્તાનં હિતાર્થથાય: ઉત્કલે ભુમીસ્થાંતહિત: ભક્તાનં હિતાર્થથાય: ઉત્કલે ભુમીસ્થાંતહિત:”   

અર્થાત– 

ભગવાન ના ચોવીસ અવતારો માં એક કપિલ મહામુની એ બીરજાક્ષેત્ર વિષે લખ્યું છે કે જયારે સમગ્ર ધરા પર એક પણ શક્તિપીઠ નહતું ત્યારે ભગવાન બ્રહ્માજી એ સ્વયં આદિ માતા બીરજા ને આ પવિત્ર સ્થાન પર પ્રતિષ્ઠિત કર્યા હતા. આ ક્ષેત્ર બધા આદિ માતાઓ ના ક્ષેત્ર માં સૌથી વિશેષ માનવામાં આવે છે તથા પાર્વતી ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. માં પાર્વતી જ યોગમાયા છે અને તેમને બ્રહ્મરુપીણી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્કલ અર્થાત ઓડીશા રાજ્ય ના બીરજા ક્ષેત્ર પર વર્તમાન માં એમની પૂજા થઇ રહી છે. માં પાર્વતી અત્યારે માં બીરજા તરીકે જાજપુર માં પૂજા પામી રહ્યા છે.આ જ મહાન બીરજા ક્ષેત્ર પર અમુક વર્ષો પછી સુધર્મા સભા નું આયોજન થશે જે બહુ દુર્લભ તથા અદભુત ઘટના હશે.

 

"જય જગન્નાથ"