"भारतर शेष राजा जोगी बर जाण, एहापरे हेब मिलिटरी शासन, मिलिटरी शासन परे किछु दिन पाई, सह जोगी राज जोगी श्रेष्ठ अपना राजा हेबे तहीं, एहि समय हेबो शांति जात्रा मानो, ओंकार ध्वनिरे भाई कम्पिबे मेदनी।"
“ભારતર શેષ રાજા જોગી બર જાણ, એહાપરે હેબ મીલીટરી શાસન, મીલીટરી શાસન પરે કિછુ દિન પાઈ, સહ જોગી રાજ જોગી શ્રેષ્ઠ અપના રાજા હેબે તહીં, એહી સમય હેબો શાંતિ જાત્રા માનો, ઓંકાર ધ્વનીરે ભાઈ કમ્પીબે મેદની.”
અર્થાત -
ભારત ના અંતિમ પ્રધાનમંત્રી એક યોગી હશે જેમની જોઈ સંતાન નહિ હોય, તેઓ એક બ્રહ્મચારી ના રૂપ માં જીવન વ્યતીત કરશે, દેશ ની ઉન્નતી માટે તેઓ ઘણા કામ કરશે, તેઓ જન્મથી જ શાકાહારી હશે. તેઓ ભારતના યોગ (યોગ દિવસ) ને સંપૂર્ણ વિશ્વ માં ખ્યાતી અપાવશે. વર્તમાન સમય માં ભારત ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પર ભવિષ્ય માલિકા માં દર્શાવેલી અંતિમ પ્રધાનમંત્રી ની બધી જ વિશેષતાઓ લાગુ પડે છે છે. માલિકા માં દર્શાવેલી અંતિમ પ્રધાન મંત્રી ની બધી લાક્ષણીકતાઓ પ્રધાનમંત્રી મોદી ને જ ભારત ના અંતિમ પ્રધાનમંત્રી સાબિત કરે છે. ભવિષ્ય માલિકા અનુસાર મોદીજી જ ભારત ના અંતિમ પ્રધાનમંત્રી છે આ અટલ સત્ય છે. ભારત ની કોઈ બીજી રાજનૈતિક પાર્ટી સત્તા માં નહિ આવે, પણ શું એવું બની શકે છે કે મોદીજી જ ફરી એક વખત સત્તા પર આવે? આ વિષે મહાપુરુષ અચ્યુતાનંદજી આગળ લખે છે ..."तापरे राजूति हेब मिलिटरी शासन।"
“તાપરે રાજુતી હેબ મીલીટરી શાસન.”
અર્થાત -
વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના શાસનકાળ માં જ થોડા દિવસ ના શાસન પછી દેશ માં મિલિટરી શાસન લાગશે. સમગ્ર દેશ માં સૈનિક શાસન હશે, આપાતકાલ ની પરિસ્થિતિ હશે તથા એક તરફ વિશ્વયુદ્ધ ચાલુ હશે, એ જ સમયે ભારત પર ચીન, પાકિસ્તાન તથા અન્ય મુસ્લિમ દેશો એકસાથે મળીને આક્રમણ કરશે. એ સમયે દેશ ની પરિસ્થિતિઓ બહુ જ ભયાવહ હશે.
વિશ્વયુદ્ધ માં ભારત ની નિર્ણાયક ભૂમિકા હશે તથા ભારત ની સ્થિતિ અનુમાન કરતા વધુ મજબુત હશે કારણ કે સ્વયં ભગવાન કલ્કિ યુદ્ધ માં પોતાનું યોગદાન કરશે તથા ભારત ની રક્ષા કરશે. એ પછી તેઓ સમગ્ર વિશ્વ માં સનાતન ધર્મ ની પુનઃ સ્થાપના કરશે તથા દિલ્હી ના સિંહાસન પર એક વિશેષ રાજયોગી (દેવાપી- મહારાજ શાંતનું ના મોટા ભાઈ) જે મહાભારત કાળ થી હિમાલય પર તપસ્યા માં રત છે એમને બેસાડશે. માલિકા માં લખેલી એક એક વાત સત્ય સિદ્ધ થઇ રહી છે તથા આગળ પણ થશે. આ બધી વાતો તથા આવનારા પરિવર્તનો ને લોકો પોતાની આંખે થી જ જોશે પરંતુ પરિસ્થતિ થી લાચાર તેઓ કઈ કરી નહિ શકે.
"જય જગન્નાથ"

