મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-  

ત્રિભુવનપતિ ભગવાન કલ્કિ દ્વારા ધર્મ સંસ્થાપના સમયે તૃતીય વિશ્વયુદ્ધ પછી ભારત ની જનસંખ્યા અને પરિસ્થિતિઓ ના વિષય માં ઓડીશા ના ગુપ્ત ગ્રંથ ભવિષ્ય માલિકા માં આ રીતે ઉલ્લેખ છે…

"अर्धरु अर्धे मरिबे भारतवर्षरे सब राज्य शून्य हेब जुद्ध गल परे।"

 ”અર્ધરુ અર્ધ મરીબે ભારતવર્ષરે સબ રાજ્ય શૂન્ય હેબ જુદ્ધ ગલ પરે.” 

અર્થાત- 

તૃતીય વિશ્વયુદ્ધ પછી ભારત ની વર્તમાન જનસંખ્યા ના એક ચતુર્થાંશ ભાગ જનસંખ્યા જ બચશે, એટલે કે ભારત ની કુલ ૧૪૦ કરોડ વસ્તી માં થી ઘટીને માત્ર ૩૩ કરોડ જનસંખ્યા થઇ જશે.  અચ્યુતાનંદજી ભવિષ્ય માલિકા માં એમ પણ લખે છે કે ધર્મ સંસ્થાપના પછી બધા રાજ્યો સુના થઇ જશે…  

"गांव के रहिबे तीनी चारी जण पवन आहार करी। अर्न मिलिब अर्न नमिलिब जल मुखेवलुथु हरि।।"  जय जगन्नाथ।।जय जगन्नाथ।।जय जगन्नाथ पतितपावन उड़ीसा बड़ ठाकुर। कल्पवट वासी प्रभु ब्रह्मराषि कली कलुष निस्तारण।।

 ”ગાંવ કે રહીબે તીની ચારી જણ પવન આહાર કરી. અર્ન મીલીબ અર્ન નમીલીબ, જલ મુખેવલુથુ હરી.” જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ, પતિત પાવન ઓડીશા બડ ઠાકુર. કલ્પવટ વાસી પ્રભુ બ્રહ્મરાશી કલી કલુષ નિસ્તારણ.       

અર્થાત

બધી બાજુ લાશો ના ઢગલા હશે, ભારત ના બધા રાજ્યો સુના થઇ જશે. દરેક ગામ માં ૩-૪ લોકો જીવિત રહેશે બાકી બધા ની મૃત્યુ થઇ જશે. અને જે ૩-૪ લોકો બચશે એને પણ ખાવા પીવા કઈ નહિ મળે. એ લોકો ભગવાન કલ્કિ ના નામ ને આધાર બનાવીને અર્થાત પોતાના મુખ થી માધવ હરી નું નામ લઇ ને જીવશે. એ લોકો ને પંદર દિવસ માં એક વખત પણ ભોજન નહિ મળી શકે.  ધર્મ સંસ્થાપના પછી વિશ્વયુદ્ધ બાદ ના ૩-૪ મહિના બહુ જ કષ્ટકારી હશે એ વખતે ભક્તો નો એક માત્ર આધાર માધવ નામ જ હશે. ભક્તો ને બહુ કષ્ટો નો સામનો કરવો પડશે.  ભારત માં માત્ર ૩૩ કરોડ લોકો બચશે અને ભારત સીવાય બીજા દેશો ની જનસંખ્યા તો ઘટીને માત્ર ૩૧ કરોડ થઇ જશે. વિશ્વ ની કુલ જનસંખ્યા ૮00 કરોડ થી ઘટીને માત્ર ૬૪ કરોડ રહી જવા પામશે.  

"बलराम हेबे राजा कान्हू परिचार, बसिब सुधर्मा सभा जाजनग्र ठार।"

 ”બલરામ હેબે રાજા કાન્હૂ પરિચાર, બસીબ સુધર્મા સભા જાજનગ્ર ઠાર.” 

એ ૬૪ કરોડ ભક્તો માં એક લાખ ભક્તો ને અંગીકાર કરીને રાજા બનાવશે. એ પછી ઓડીશા રાજ્ય ના બીરજા ક્ષેત્ર પર પ્રભુ કલ્કિ નારાયણ દ્વારા રાજસૂય યજ્ઞ નું વિશાળ આયોજન કરવામાં આવશે. ભગવાન કલ્કિ દ્વારા ફરી રાજ તંત્ર ની સ્થાપના થશે અને પ્રભુ પોતે ચક્રવર્તી સમ્રાટ ના રૂપ માં રાજા બનીને સંપૂર્ણ વિશ્વ પર શાસન કરશે અને ૧00૯ વર્ષો સુધી પોતાના પ્રિય ભક્તો સાથે શાસન કરીને પોતાની લીલા સમાપ્ત કરીને પુનઃ સ્વધામ (વૈકુંઠ) ગમન કરશે. 

 

“જય જગન્નાથ”