મહાપુરુષ શ્રી અચ્યુતાનંદ દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્ય-
"बचिहिर चरणनख छटार महिमा रख्य संख्या कल्पे कल्पी नपारिले ब्रह्माजे।"

“બચિહિર ચરણનખ છટાર મહિમા રખ્ય સંખ્યા કલ્પે કલ્પી નપારિલે બ્રહ્માજે.” 

અર્થાત -

પ્રભુ ના અભય પાદપદ્મ ના નાખો ની મહિમા નું સંપૂર્ણ વર્ણન તો બ્રહ્માંડો ના સર્જનકર્તા સ્વયં બ્રહ્માજી પણ નથી કરી શક્યા તો એ મધુસુદન ભગવાન ની મહિમા નું વર્ણન હું તુચ્છ કઈ રીતે કરી શકું. કેવળ પ્રભુ ની ભક્તિ માં ખુદ ને વિલીન કરીને જ પ્રભુ ની દયા તથા આશીર્વાદ મેળવવા સંભવ છે. કોઈ સ્વયં ને કેટલું પણ મોટું કેમ ના કરી લે પરંતુ પ્રભુ ની મહિમા ના વખાણ તો હજારો મુખો થી પણ અસંભવ જ છે.  

મહાપુરુષ અચ્યુતાનંદજી આ વિષયમાં પુનઃ લખે છે...
"आउ केते ग्रंथ अछई गुपत ग्रंथ छि प्रभु पास, पद्मकल्पटिका समस्त भकत महिमा केति प्रकासो, खेला उदय हेब भकतंक लीला भारी होइब लीला उदय हेब।"

“આઉ કેતે ગ્રંથ અછઈ ગુપત ગ્રંથ છિ પ્રભુ પાસ, પદ્મકલ્પટિકા સમસ્ત ભકત મહિમા કેતિ પ્રકાસો, ખેલા ઉદય હેબ ભક્તંક લીલા ભારી હોઈબ લીલા ઉદય હેબ.”

અર્થાત -

મહાપુરુષ અચ્યુતાનંદજી એ ૧,૮૫,૦૦૦ ગ્રંથો ની શ્રુંખલા લખી છે. એ શ્રુંખલા ના કુલ ૩૦૦ ખંડ છે જેને સંયુક્ત રીતે ભવિષ્ય માલિકા તરીકે ઓળખવામાં આવે છે. માલિકા શ્રેણી ના પદ્મકલ્પટિકા ગ્રંથ માં વિશ્વ ના સમસ્ત ભક્તો ના વિષય માં એમણે વિસ્તાર થી લખેલું છે. આ દિવ્ય ગ્રંથ વિશે સ્વયં બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ તથા મહાદેવએ દેવતાઓ ને અવગત કરાવીને સુરક્ષિત સ્થાન પર ગુપ્ત રૂપે રખાવ્યા હતા.  

મહાપુરુષ આગળ લખે છે...
"तेंतीस कोटि देवता दिगपाल ब्रह्मा शंकरभा वीणा अखय अवय ग्रंथ रखीछन्ति बिरजा खेत्रे गोपन।"
“તેંતીસ કોટિ દેવતા દિગપાલ બ્રહ્મા શંકરભા વીણા અખય અવય ગ્રંથ રખીછન્તિ બીરજા ક્ષેત્રે ગોપન.”   
અર્થાત -

મહાપુરુષ કહે છે કે આ દિવ્ય ગ્રંથ ની રચના મેં નહિ પરંતુ સ્વયં ભગવાન મહાવિષ્ણુ, બ્રહ્માજી તથા મહાદેવ એ મળીને કરી છે. આ એક અમર ગ્રંથ છે. પ્રત્યેક યુગ માં જયારે સુધર્મા સભા થાય છે, તથા ચતુર્યુગ ના ભક્તો નું મિલન થાય છે એ સમયે આ પવિત્ર ગ્રંથો પ્રકાશિત થાય છે. 

મહાપુરુષ પુનઃ આ વિષય પર લખે છે...

ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના તથા માતા લક્ષ્મી ના આભૂષણો ને આ દિવ્ય ગ્રંથ પદ્મકલ્પટિકા ની સાથે ગુપ્ત રૂપે રખાવ્યા હતા. જયારે નજીક ના ભવિષ્ય માં જાજપુર ની પવિત્ર ભૂમિ પર સુધર્મા સભા થશે ત્યારે ભક્તો ના નામ, વર્ણ, ઓળખાણ, ગામ, જન્મ સ્થાન, કોણ કયા યુગ માં શું હતું અને તેમના માતા-પિતા નું નામ તે માહિતી પ્રકાશિત થશે. પાંચ નદિયોં ના સંગમ સ્થાન વૈતરણી નદી ના તટ પર સુધર્મા સભા યોજાશે. એ સભામાં કૈલાસપતિ મહાદેવ સ્વયં માતા પાર્વતી સાથે ઉપસ્થિત હશે. એ સભામાં બ્રહ્માજી પણ ઉપસ્થિત હશે.

મહાપુરુષ અચ્યુતાનંદજી વિવાહ વિષયે લખે છે...
"लख्मी नरसिंह मिलन खंडगिरि ठारे होइबो पूर्ण रामचंद्ररे, जहूँ आसिबे चतुरानन रामचंद्ररे महादेब जेआसिबे तांडव नृत्यरे मग्न होइबो रामचंद्ररे, अस्ट दुर्गा संग तरेथिबे रामचंद्ररे एखेल गुपत हेब भक्तबिना अन्य केनाजनिब रामचंद्ररे, अउ एखेल गुपते हेब रामचंद्ररे।"

“લખ્મી નરસિંહ મિલન ખંડગિરિ ઠારે હોઈબો પૂર્ણ રામચંદ્રરે, જહૂ આસીબે ચતુરાનન રામચંદ્રરે મહાદેબ જેઆસીબે તાંડવ નૃત્યરે મગ્ન હોઈબો રામચંદ્રરે, અષ્ટ દુર્ગા સંગ તરેથિબે રામચંદ્રરે એખેલ ગુપત હેબ ભક્તબિના અન્ય કેનાજનિબ રામચંદ્રરે, અઉ એખેલ ગુપતે હેબ રામચંદ્રરે.”  

અર્થાત -

ભગવાન કલ્કિ નો વિવાહ સમારોહ માતા મહાલક્ષ્મી ની સાથે ઓડીશા ના ખંડગિરિ પહાડ ની તળેટી માં આશ્રમ પર સ્વયં બ્રહ્માજી દ્વારા સંપન્ન થશે. એ વિવાહ માં સ્વયં મહાદેવ પોતાની સાથે માતા પાર્વતી ને લઇ ને આશ્રમ પર પધારશે. મહાદેવ વિવાહ ની એ અદભુત મંગલકારી ક્ષણ માં આનંદમય થઇ ને તાંડવ નૃત્ય પણ કરશે. મહાદેવ સાથે અષ્ટદુર્ગા તથા માતા યોગમાયા પણ શુભવિવાહ માં ઉપસ્થિત રહેશે. પ્રભુ ના કેટલાક ઉત્તમ ભક્તો પણ આ વિવાહ માં ઉપસ્થિત રહેશે. ઉત્તમ ભક્ત થી તાત્પર્ય એ કે તેઓ ગરીબ હોઈ શકે છે પરંતુ પવિત્ર હશે તથા એમની ભક્તિ દ્રઢ અને નિશ્છલ હશે. બ્રહ્મમુહુર્ત માં આ વિવાહ ગુપ્ત રૂપે સમ્પન્ન થશે.  

વિવાહ પશ્ચાત ઓડીશા ના જાજપુર ની પવિત્ર ભૂમિ પર સુધર્મા સભા યોજાશે જેનું નેતૃત્વ સ્વયં ભગવાન કલ્કિ કરશે. આ પૃથ્વી ના ઈતિહાસ માં એક દુર્લભ ઘટના હશે જ્યારે સ્વયં ભગવાન ભગવાન કલ્કિ એક રાજા ના રૂપ માં શાસન નો શુભારંભ કરશે તથા સમગ્ર વિશ્વ નું એકચક્રી શાસન કરશે. ભગવાન ભગવાન કલ્કિ એમના જન્મસ્થાન જાજપુર થી જ સમગ્ર વિશ્વ નું નેતૃત્વ કરશે તથા વિશ્વ માં એક ધ્વજ ની છત્રછાયા માં સુખ શાંતિ ના સમય ની શરૂઆત થશે. 

 

“જય જગન્નાથ”