મહાપુરુષ અચ્યુતાનંદ દાસજીએ લખેલી માલિકાની કેટલીક દુર્લભ પંક્તિઓ અને તથ્યો-

 "तेरह टोपिया हेबे भेंट प्रथम गुलटी प्रकट।"

 ”તેરહ ટોપિયા હેબે ભેંટ પ્રથમ ગુલટી પ્રકટ” 

અર્થ- 

જ્યારે પાકિસ્તાન અને અન્ય મુસ્લિમ દેશો મળીને કુલ ૧૩ મુસ્લિમ દેશો એકત્ર થઇ જશે એ વખતે ભારત-પાકિસ્તાન યુદ્ધ નો આરંભ થઇ જશે. વર્તમાન પરિસ્થિતિ ની વાત કરીએ તો મુસ્લિમ દેશો મળીને સતત ભારત ને ઘણા મુદ્દાઓ પર ઘેરવાની કોશિશ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એ સિવાય ભારત ની વિરુદ્ધ માં કેટલાય મુસ્લિમ દેશો ની એકતા પણ ખુબ સ્પષ્ટ છે. ભારત ને ઘેરવા માટે તુર્કી અને પાકિસ્તાન ના સંગઠન ની વાતો પણ આજકાલ સંભાળવામાં આવી રહી છે. ભારત ની વિરુદ્ધ માં મુસ્લિમ દેશો ને એકજુથ કરવા માટે પાકિસ્તાન અને તુર્કી ગુપ્તરૂપે બેઠકો કરી રહ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.  

ઘણા લોકો ના મન માં દ્વંદ છે કે વિશ્વયુદ્ધ કઈ રીતે થશે?  

જવાબ- અસલમાં જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની શરૂઆત થઇ જશે એ જ દરમ્યાન પાકિસ્તાન તેર મુસ્લિમ રાષ્ટ્રો ને લઇને ચીન સાથે મળી જશે. અમેરિકા રશિયા સહીત ઘણા દેશો પોત પોતાના સંગઠનો બનાવીને યુદ્ધ માં ઉતરશે ત્યારે વિશ્વયુદ્ધ ની શરૂઆત થઇ જશે. વર્તમાન પરિસ્થિતિ ની વાત કરીએ તો યુક્રેન અને રશિયા વચ્ચે જે ઘણા મહીનાઓ થી યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે આખું વિશ્વ આર્થિક સંકટ નો સામનો કરી રહ્યું છે.  એ સિવાય પણ વિશ્વ ના બધા દેશો વિશ્વયુદ્ધ ના એંધાણ જોઇને પોત પોતાના બચાવ માટે ખતરનાક હથિયારો ની ખરીદી માં વ્યસ્ત છે. જો આ મુદ્દા ને ઠીક થી સમજવામાં આવે તો રશિયા જેવો શક્તિશાળી દેશ આટલું નુકસાન વેઠ્યા પછી અને બીજા દેશો પણ હથિયાર માટે અરબો નું ભંડોળ ફાળવ્યા પછી શાંતિ થી તો નહિ જ બેસે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર નજર કરો તો ખ્યાલ આવશે કે દરેક તરફ ખાદ્ય સંકટ અને મોંઘવારી થી જનતા ત્રસ્ત છે અને રાષ્ટ્રાધ્યક્ષો પોતપોતાની ખુરશીઓ બચાવવાના વિકલ્પ તરીકે યુદ્ધ ને જોઈ રહ્યા છે.  જ્યારે પાકિસ્તાન અને બાકીના મુસ્લિમ દેશો દ્વારા ભારત પર પ્રથમ આક્રમણ કરવામાં આવશે ત્યારે યુદ્ધ ની શરૂઆત થશે . એ જ સમયે ઓડીશા માં જગન્નાથ ક્ષેત્ર થી ઘણા સંકેત જોવા મળશે… 

बाईसी पाबछे मीन खेलथुब सिंघासने वरुणो, मक्का मदीनारे घोर जुद्धो हेबो मरिबे बिधर्मीगण।

બાઈસી પાબછે મીન ખેલથુબ સિંઘાસને વરુણો, મક્કા મદીનારે ઘોર જુદ્ધો હેબો મરીબે બીધર્મીગણ. અર્થ- ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની શરૂઆત થશે ત્યારે જગન્નાથ મંદિર માં ૨૨ પાબચ્છ અર્થાત ૨૨ પગથીયાં ચઢીને સમુદ્ર પોતાની સીમાઓ ઓળંગીને રત્ન સિંહાસન સુધી જશે. ભક્તો જે ભગવાન જગન્નાથ અને એમના રત્ન સિંહાસન ના દર્શન કરે છે એ જ રત્ન સિંહાસન પર માછલીઓ ખેલતી હશે. એ વખતે ભગવાન જગન્નાથ એમના સ્થાન પર નહિ હોય. જગન્નાથજી ના રત્ન સિંહાસન પર વરુણ દેવતા વિરાજમાન હશે અર્થાત એ જ વખતે આખું જગન્નાથ મંદિર પાણી માં ડૂબી જશે.  યુદ્ધ ની શરૂઆત વખતે બરાબર એ જ સમયે વિશ્વ માં એક બાજુ મક્કા મદીના માં ભયંકર યુદ્ધ ચાલતું હશે. આ બધી ઘટનાઓ લગભગ એક જ સમયે ઘટિત થઇ રહી હશે. આ બાબતે મહાપુરુષ અચ્યુતાનંદ જી આમ લખે છે… 

"सेकाले भक्त माने मिलि सियालदह पीठ स्थली।"

“સેકાલે ભક્ત માને મિલી સિયાલદાહ પીઠ સ્થલી”

અર્થ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ની શરૂઆત ના સમયે પશ્ચિમ બંગાળ રાજ્ય ના સિયાલદાહ માં મહાયજ્ઞ થશે. એ મહાયજ્ઞ ના અનુષ્ઠાન માટે વિશ્વ ના સંપૂર્ણ ૧૬ મંડળો ના ભક્તો સિયાલદાહ માં એકત્રિત થઈને મહાયજ્ઞ માં સંમિલિત થશે અને યજ્ઞ અનુષ્ઠાન ને પૂર્ણ કરશે.  

   

જય જગન્નાથ