શ્રીમદ ભાગવત તથા ભવિષ્ય માલિકા માં ભગવાન વ્યાસજી તથા સંત અચ્યુતાનંદદાસજી દ્વારા લખાયેલી કેટલીક દુર્લભ પંક્તિઓ તથા તથ્ય-   
सत्य-सोच-दया-छमाटूटिब धर्म मार्ग सिमा।"

“સત્ય-સોચ-દયા-છમા, ટુટીબ ધર્મ માર્ગ સીમા.” 

અર્થાત 

શ્રીમદ ભાગવત અનુસાર કળિયુગ ના અંત સમય માં ધર્મના ચારેય પગ સંપૂર્ણપણે કપાઈ જશે. ભલે એ શાસન તંત્ર હોય કે સામાજિક તંત્ર બધે જ કેવળ અધર્મ ની બોલબાલા હશે. ધર્મ નું નામોનિશાન શોધવું મુશ્કિલ થઇ પડશે. બધી બાજુ પાપ તથા અધર્મ એમની ચરમ સીમા પર હશે, એવી સ્થિતિ જયારે સમાજ માં દેખાવા લાગે ત્યારે કળિયુગ નો અંત સમય હશે. 

આ વિષે મહાપુરુષ અચ્યુતાનંદજી આગળ લખે છે… 

धर्मचारी पाद निश्चय कटीब हरि आश्रा करनरं सुकर्म कुकर्म विचारी पारिले पादपद्मे स्थान पाई।"

“ધર્મચારી પાદ નિશ્ચય કટીબ હરી, આશ્રા કરનરં સુકર્મ કુકર્મ, વિચારી પારિલે પાદ્પદ્મે સ્થાન પાઈ.”  

અર્થાત 

કળિયુગ ના અંત સમય માં ધર્મ ના ચારેય પાદ્પદ્મ કપાઈ જશે. મનુષ્ય સમાજ ને પોતાના દ્વારા કરાયેલા બધા જ પાપ તથા કુકર્મ નું ફળ ભોગવવું જ પડશે. જે લોકો સમય રહેતા ચેતી જશે, જે સાચા ભક્તો હશે, જેને પાપ તથા પુણ્ય જ્ઞાત હશે, જેમનું લક્ષ્ય શ્રી હરી ની પ્રાપ્તિ હશે બસ એ જ ભક્તો ને હરી ના ચરણો નો આશ્રય મળશે. 

વર્તમાન સમય માં મનુષ્ય સમાજ માં ચેતના નો અભાવ છે. મનુષ્ય ખુદ પોતાના વિનાશ ને નોતરી રહ્યો છે. આજે પ્રકૃતિ માં બહુ ઝડપ થી પરિવર્તનો થઇ રહ્યા છે. રણ માં વર્ષા થાય છે, થોડા સમય માં બરફ પીગળવા લાગશે અને પ્રકૃતિ પરિવર્તન હજુ ઝડપ થી થવા લાગશે.આવા વિનાશકારી પરિણામો ની ચેતવણી છતાં પણ મનુષ્યો અજાણ બનવાનું સ્વીકારી રહ્યા છે. બધા અસ્થાયી સુખ ની પ્રાપ્તિ માટે દોડી રહ્યા છે પરંતુ આવનારા સમય ની ભીષણતા થી અનભિજ્ઞ છે. નિકટ ભવિષ્ય માં જ મનુષ્ય સમાજ ને અતિવિકટ જલ પ્રલય નો સામનો કરવો પડશે. વર્તમાન માં રાજા તથા પ્રજા વચ્ચે તાલમેલ પણ સમાપ્ત થઇ રહ્યો છે. શાસન માં રહેનારાઓ પ્રજાનું શોષણ કરી રહ્યા છે, પ્રજા પણ પથભ્રષ્ટ હોઈ શોષણકારી રાજાઓ ને જ શાસન સોંપી રહી છે. સમાજ માં પગ ફેલાવી રહેલા પાપ ને રોકવા માટે, અધર્મ નો અંત આણવા માટે ધર્મ સંસ્થાપના ની પુરજોર આવશ્યકતા છે તથા મહાપ્રભુ ના આગમન સાથે એની શરૂઆત પણ થઇ ચુકી છે. 

 

"જય જગન્નાથ"