'ભવિષ્ય માલિકા'ની કેટલીક મહત્વની પંક્તિઓ-

दीबसे उदित होइब तारा । प्रचंड होईब रबिर खरा।। पवन बहिब निर्घात करि । बसिला ठारे द्रव्य जीब सरी ।। एक बस्त्रक रे बंचिबे दिन । रजक घरे नदेबे बसन ।। माईं भाणजा माये पोये संग । भाई भऊणी रे बिनोद रंग ।। गुरूंकु शिष्य नमानी मिछुआ । कहिला कथा कहू कहूं माया ।। गुरुंकु भंडिबे नदेब धन । देखीले लूचिबे नथिब मान ।। - यशोवंत मालिका

દિબસે ઉદિત તારા. પ્રચંડ હોઈબ રબીર ખરા।

પવન બહિબ નિર્ઘાત કરિ। બસીલા ઠારે દ્રવ્ય જીબ સરિ.

એક બસ્ત્રક રે બંચીબે દિન. રજક ઘરે નદેબે બસન।

માઈ ભાણજા માયે પોયે સંગ. ભાઈ ભઉણી રે બિનોદ રંગ.

ગુરુંકુ શિષ્ય નમાનિ મિછુઆ। કહીલા કથા, કહું કહું માયા.

ગુરુંકુ ભંડીબે નદેબ ધન। દેખીલે લુચિબે નથિબ માન. - યશોવંત માલીકા

દિવસ દરમિયાન આકાશમાં તારાઓ દેખાશે અને સૂર્યના કિરણો ખૂબ જ તીવ્ર અને કઠોર થશે. તોફાન દિવસે ને દિવસે ખૂબ જ તીવ્ર થવા લાગશે અને લોકો ની પાસે થી એમના સામાનની ચોરી થશે. લોકો એક જ કપડાંમાં દિવસો વિતાવશે અને રજક(ધોબી) ને સાફ કરવા માટે કપડાં પણ નહીં આપે. કાકી-ભત્રીજા, માતા-પુત્ર અને ભાઈ-બહેન વચ્ચે ખોટા સંબંધો હશે, પવિત્ર સંબંધ નહીં હોય. કોઈ કોઈને માન આપશે નહીં. શિષ્યો ગુરુનું સાંભળશે નહીં અને ગુરુનો અનાદર કરશે અને ગુરુને જોઈને ગુરુનું સન્માન કર્યા વિના ઘરની અંદર છુપાઈ જશે.

                                    જય જગન્નાથ