बाउंश गछ रे धान आरंभिबे, गव गछ रे नडिआ।

आउ न बर्षिब से इंद्र राजन, कृषि होइब पडिआ।।

कुकुर गाइबे यजुः वेद छंद, बग पढुथिबे गीता।

एकाले जाणिबु बारंग सुंदर, कलि न्कर जिबा कथा।। 

બાઉંશ ગછ રે ધાન આરંભિબે, ગવ ગછ રે નડીઆ 

આઉ ન બર્ષિબ સે ઇન્દ્ર રાજન, કૃષિ હોઈબ પડિઆ  

કુકુર ગાઈબે યજુ: વેદ છંદ, બગ પઢુથીબે ગીતા  

એકાલે જાણીબુ બારંગ સુંદર, કલિ ન્કર જિબા કથા.

- (પુસ્તકઃ પટ્ટામડાણ, શિશુ અનંત દાસ)

ભાવાર્થ -

શિશુ અનંતજી ને તેમના શિષ્ય બારંગ પુછે છે કે "કળિયુગના અંત સમયમાં કયા કયા લક્ષણો જોવા મળશે?" શિશુ અનંતજી કહે છે કે વાંસના ઝાડમાંથી ધાન ઉગશે, ગબ વૃક્ષ (તાડ ની એક પ્રજાતિ) પર નારિયેળ ઉગશે. ઇન્દ્ર દેવ વર્ષા નહિ કરે. ખેતી નહિ થાય અને જમીન ખાલી પડી જશે. કુતરાઓ ના મુખમાંથી યજુર્વેદ નીકળશે. પક્ષીઓ ગીતા વાંચશે. આ સમયમાં તમે કળિયુગનું પ્રસ્થાન જાણી શકશો

“अति असंभव प्रस्ताव कहिबा पुछिलु जेणु आंभकु।

गोरू मनुष्य न्क पिरती होइब, थोकाए काल बेल कु।।

श्रीफल, गुवात, पणस, कदलि, पक्व फल न मिलिब।

गुणकर मूल्य षोलस मूल्य रे, लोडिले खरदि हेब।।

गुड घृत द्रव्य देखि नाहिं नाहिं, पइसा बोलिबे नर।

शुष्क मीन मत्स्य बिक्रय पासरे, पिटा पिटि हेबे आर।।"

અતિ અસંભવ પ્રસ્તાવ કહીબા પૂછિલુ જેણુ આંભકુ

ગોરુ મનુષ્ય ન્ક પિરતી હોઈબ, થોકાએ કાલ બેલ કુ

શ્રીફલ, ગુવાત, પણસ, કદલી, પક્ક ફલ ન મિલિબ  

ગુણકર મૂલ્ય ષોલસ મૂલ્ય રે, કોડીલે ખરદી હેબ

ગુડ ઘૃત દ્રવ્ય દેખી નાહીં નાહીં, પઈસા બોલીબે નર

શુષ્ક મીન મત્સ્ય બિક્રય પાસરે, પિટા પીટી હેબે આર

-(આગત ભવિષ્યાંત માલિકા, અચ્યુતાનંદ દાસ)

ભાવાર્થ:- 

અચ્યુતાનંદ જી તેમના શિષ્ય રામચંદ્રને સમજાવે છે કે કળિયુગના અંતમાં કયા લક્ષણો જોવા મળશે અને કહે છે કે - અતિ અસંભવ લાગે એવી બધી જ ઘટનાઓ જે આવનારા સમયમાં થવાની છે એ અમે તમારા પૂછવા પર કહેવા જઈ રહ્યા છીએ. યુગ ના અંત કાળ દરમિયાન ગાય અને માણસ વચ્ચે પ્રેમ સંબંધ હશે. નારિયેળ, કેળા, ફણસ વગેરેના પાકેલા ફળો મળશે નહીં (હવે આ ઘટનાઓ બની છે, જેમ કે કાર્બાઇડથી રાંધવામાં આવે છે). જેની કિંમત પણ એક ગણા ના  બદલે સોળ ગણી વધુ હશે, પરંતુ લોકો તેને જરૂરી જગ્યાએ ખરીદશે. ગોળ, ઘી, પ્રવાહી, જે ખૂબ જ દુર્લભ વસ્તુ છે, તેને જોઈને લોકો તેમની પાસે પૈસા નથી એમ કહીને ખરીદશે નહીં. પરંતુ લોકો ઘણા ઝઘડા અને તકરાર પછી પણ માંસની દુકાનમાં સૂકી માછલી ખરીદશે.

“गोरु मनुष्य प्रसबिब, पाषाणे वृक्ष टि होइब।"

“ગોરુ મનુષ્ય પ્રસબિબ, પાષાણે વૃક્ષ ટિ હોઈબ.”

- (તત્વબોધિની ગીતા, અચ્યુતાનંદ દાસ)

ભાવાર્થ:-

કળિયુગના અંતમાં આનાથી પણ વધુ આશ્ચર્ય થશે જેમ કે ગાય માનવ બાળકને જન્મ આપશે. પથ્થરની ટોચ પર પણ વૃક્ષો અને છોડ ઉગશે. આ બધું અશક્ય લાગે છે, છતાં ઘણું બધું સાચું સાબિત થયું છે.

 

જય જગન્નાથ